________________
પર
પૂ. શ્રી જૂઠાભાઈ
વ્યવહારમાં ગમે તેમ ધર્મને માનવો પણ નિશ્ચયથી વસ્તુ ધર્મમાં પ્રવેશ કરવો આ એક જ વાત છે અને મહતું જ્ઞાનીઓએ પણ તે વાટેથી આત્મહિત કર્યું. વર્તમાનમાં પણ હળુકર્મી તેમજ કરે છે, અનાગત કાળે પણ તેજ વાટેથી તરશે.
સુયગડાંગજીના બીજા ભૃત સ્કંધમાં એમ સૂચવ્યું છે કે જ્ઞાની પુરૂષ - છબસ્થને મૌન રહેવું શ્રેય છે તો પછી મતમતાંતરમાં શું દોડવું ? એમાં દોડીશું તો પછી ક્યારે વિસર્જન થયેલા આત્માને સ્મૃતિમાં લાવશું? ક્યારે આપણે આ સંસારની ઉપાધિથી વિરક્ત થઈશું? અન્ય પ્રસંગ ક્યારે છોડીશું ? અને સત્ય વસ્તુના ઉપયોગમાં ક્યારે લીન થઈશું? જે વાટેથી ઋષભદેવ તર્યા, જે વાટેથી મહાવીર, મૃગાપુત્ર ઈત્યાદિ તર્યા તે વાટ ક્યારે લાધશે ? અને આ અલ્પજ્ઞ સમ્યક્ જ્ઞાન, સમ્યગૂ દર્શન, સમ્યક ચારિત્રના સ્વરૂપમાં ક્યારે રમશે? બંધાયેલાને ક્યારે છોડશે? તે દિવસ અતિ ઉત્તમ મનાશે. બાકી તો ધૂળ ઉપર લીંપણ જેવો આ પરવસ્તુનો આનંદ છે.
૪. પ્રિય ભાઈ,
કુશળતાનું કાર્ડ પહોંચ્યું છે. શારીરિક સ્થિતિ સુધરતી આવે છે. ધારેલી મુરાદ પાર પડવાનું પ્રસંગ નજદીક આવે છે. પરસ્પર મેળાપ હર્ષનું કારણ છે. પ્રિય અને પવિત્ર પ્રેમીનાં દર્શનની ઝાંખીનો લાભ લેવા આ લખનારનું હૃદય આકર્ષાય છે. તો પણ ભવિષ્ય બળવત્તર છે. - શાંતિ રાખો, ફીકર નહીં સારૂં જ થશે. માગશર માસમાં આપ પધાર્યા ત્યારે હું ઘેર નહીં હોઉં, કાં તો દુકાને નહીં હોઉં. હું અલ્પમતિ અજાણ છું આપ સમજુ ને સ્વતંત્રતાધીન છો, હું પરતંત્ર છું તેમજ સંસાર સાગરમાં ડૂબતો અવિવેકી માણસ છું. આથી પ્રીતિ કે શું? તેની કદર સમજતો નથી.
ક્ષમા ઈચ્છું છું કે પત્ર તુરતાતુરત નથી લખી શકતો. એમાં કેટલુંક મને વૃત્તિનું નિમિત્ત છે, બાકી કંઈ નથી.
“કોઈને અંતઃકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો
છ–