________________
39
પૂ. શ્રી જૂઠાભાઈ
મોરબીમાં શ્રી પ.કૃ.દેવ તત્ત્વજ્ઞાનના ઉતારા શ્રી જૂઠાભાઈ પાસે કરાવે છે.
૨. સં.૧૯૪૫ના કાર્તિકમાં ૫.કૃ.દેવ અમદાવાદ પધાર્યા ત્યારે શ્રી જૂઠાભાઈ સાથે તેમના છીપાપોળના મકાને તેમના મેડા ઉપ૨ ૧૫ દિવસ રહ્યા હતા. તે વખતના તેમના હર્ષની સીમા શી ? અનિર્વચનીય સુખાનંદ હેલીમાં ગરકાવ બનીને પ્રીત પટંતરનો મધુર ધ્વનિ ઉઠ્યો.
આખો હેમાળો ખૂંદીને સદ્ગુરૂ આવીયા રે જી, ત્યાંથી લાવ્યા જડીબુટ્ટી અમને પાઈ ઘુંટી ઘુંટી, નેણે નવલા આંજણ મેં અંજાવીયા રે જી, એણે આવીને અહાલેક જગાવીયા રે જી.
૩. તેજ સાલના ફાગણ માસમાં શ્રી જૂઠાભાઈ મોરબી આવ્યા ત્યારે એક મહીનો રહી પ.ફૂ.દેવના સત્સંગને અનન્યભાવે ઉપાસી સમ્યગ્ દર્શનનો લાભ લીધો હતો. કાકા રંગજીભાઈ સાથે હતા, પણ તેઓ વ્યાપારનું કામ પતાવતા અને જૂઠાભાઈ કૃ.દેવની સાન્નિધ્યમાં રહેતા. ત્યાં તત્વજ્ઞાન વિગેરેના કેટલાક ઉતારા ભાઈ જૂઠાભાઈના હસ્તાક્ષરથી શ્રી પ.ફૂ.દેવે લખાવ્યાં હતાં. ત્યાર પછી પ.કૃ.દેવ મુંબઈથી વવાણીયા જતાં અમદાવાદ પધારતા હતા.