________________
પૂ. શ્રી જૂઠાભાઈ
૧૦. અમદાવાદ મધ્યે રચેલ અવધાન કાવ્યો
કવિત - (કવિ વિષે) અહો પરમેશ લેશ, ઉદેશ-સે વિશ્વકીયો, ખરેખાત ખૂબી તામેં, બહુરી બનાઈ હૈ, મહા મહિપતિ અતિ, ઈતમે તે ગતિ કીની, મુજ જૈસે પામરકી, મતિ મુરઝાઈ હૈ અંબર અવનિ અરૂ, અલ્પાર અટવીમેં આનંદ આનંદ હી કી, અવધિ ઉપાઈ હૈ યામેં અફસોસી, અવલોકનમેં એક આઈ કાર્યકું તે કવિયો કે, દીનતા દીખાઈ હૈ
મિત્ર પ્રતિ
ઈદ્ર વિજય છંદ પ્રેમ પટંતર અંતર છે જ, નિરંતર મંતર મંતર મોહક, મોહક છો પુરૂષોત્તમ ઉત્તમ, છો તમ હારક ને તમ દ્રોહક, દ્રોહક દીલ વિના હક પ્રણામ કરે, મનથી શુભ સોહક, સોહક મિત્ર પવિત્ર તણા, સુચરિત્ર વિચિત્ર અતિ અઘ દ્રોહક.
કવિત - (કવિ વિષે) રાજ સનમાન અરૂ, સુખકો નિદાન સબ, શઠ ધનવાન હિંદુ, દિયોને દમામ હૈ; મુકામ કે ઠામ ધામ, કવિયોકે કહા દિયો, દામ હિકે નામ-મેં સો, દિયો રામ રામ હૈ //