________________
પૂ. શ્રી જૂઠાભાઈ
પાસે પૂ.જૂઠાભાઈ તે વાંચી સંભળાવે છે તે મનન કરવા પ્રેરણા આપે છે.
- “મહાસતીજી મોક્ષમાળા શ્રવણ કરે છે તે બહુ સુખ અને લાભદાયક છે તેઓને મારી વતી વિનંતી કરશો કે એ પુસ્તક યથાર્થ શ્રવણ કરે, મનન કરે. જિનેશ્વરના માર્ગથી એમાં એકેય વચન વિશેષ નાંખવા પ્રયત્ન કર્યું નથી.
વ. ૬૯ તમારા આત્મબોધ માટે થઈને પ્રસન્નતા થાય છે. અહીં આત્મચર્યા શ્રેષ્ઠ ચાલે છે. સત્સંગની બળવત્તરતા છે.”
વ. ૭૦ | શ્રી પ.કૃ.દેવ પર શ્રી સત્યપરાયણે અંતરીય વેદનના ૩૬ પત્રો લખ્યા. તેના આ જવાબો છે. કૃ.દેવ પ્રત્યેની સત્સંગપ્યાસ, વિરહની ઝુરણા દરેકમાં તરી આવે છે. દરેક વચનામૃતમાં કૃ.દેવ જૂઠાભાઈને આરોગ્યતા વિષે પૂછે છે, સત્સંગના વિયોગ વિષે આશ્વાસન આપે છે. “હું સમીપ જ છું.” વિ.
એ ભક્તિની દિશાના અજાણ આપણે - અહાહા ! આ એના ભક્તજીવનનું હાર્દ શું જાણી શકીયે ! એના અંતર્ગત ઉદાત્ત ભાવોનો, પ્રેમની પરાકાષ્ટાનો ખ્યાલ માયામાં મૂંઝાયેલ આ જીવ શું કરી શકે ? એ તો એના ભગવાન જાણે ને એ જાણે ! કાં એની જાતનો અનુભવી સમજી શકે.
આપણે એ દ્વારા કંઈ પ્રેરણા પામી જાગૃત થઈ – તે પંથે વળીએ.
પૂ.શ્રી સત્યપરાયણને ૧૯૪પમાં ભગંદરનું ઓપરેશન કરાવ્યા પછી રુઝ આવી નહીં. તબિયત સુધારા પર આવી નહીં. તાવ રહેતો, ખોરાક લેવાતો નહીં, તેથી અશક્તિ પણ દિન-પ્રતિદિન વધતી જતી હતી, એટલે કૃપાળુદેવના સત્સંગમાં જઈ શકતા નહીં. પરંતુ શ્રી સદગુરુ ભગવાને તેમને બોધ બીજ પ્રાપ્ત કરાવ્યું હતું. (વ. ૯૧) પવિત્ર દર્શન કરાવ્યું હતું, તેથી સધર્મરૂપ સમાધિ અંતરે વર્તતી હતી. દેહથી ભિન્ન આત્મામાં નિમગ્ન રહેતા. વેદનીય કર્મને સમતાથી વેદી ખપાવી દેતા, કારણ એમને તો અનંત ભવનું સાટું એક ભવમાં વાળવું હતું. તેથી તરણતારણનાથના ઉપકારનું સ્મરણ રાત-દિવસ કરતા. કૃપાનાથ પણ સત્યપરાયણને પરોક્ષ સત્સંગ કરાવતા