________________
પૂ. શ્રી જૂઠાભાઈ
૪3
કરી શ્રદ્ધા રાખી અનુભવમાં લેવા પ્રેરણા કરી છે. ભગવાન વીરની આ આજ્ઞા છે માટે મતભેદ ટાળી આજ્ઞા આરાધન વડે સુલભબોધિ થવાનું સૂચન માત્ર નિષ્કામ કરૂણાના કારણે કર્યું છે. તેમ પ્રરૂપણા અને પ્રવર્તન ભગવાનના માર્ગ રક્ષકો રાખે એવી ભલામણ કહી પોતાના સ્વાનુભવી તત્ત્વ વિચારોને સત્યતાપૂર્વકની પ્રસિદ્ધિ આપવા ખાતર આ પુસ્તકને પૂર્ણ લખ્યું. ત્યાર બાદ સ્થાનકવાસી સંપ્રદાયના શ્રાવકને વાંચી જોવા અને બાદ છપાવવા માટે આપ્યું. પરંતુ તે ઉપરથી સ્વધર્મી જૈનો કૃપાળુદેવ પ્રત્યે કટાક્ષ દ્રષ્ટિ રાખવા લાગ્યા અને કોઈ હિસાબે આ પુસ્તક પ્રસિધ્ધ ન જ થવું જોઈએ એવી વિષમતા ફેલાઈ. પ્રથમ કોઈ પાત્રના હાથમાંથી અનધિકારીના હાથમાં ગયું હોય તેથી વ. ૪૦માં જે મળ્યું તે આગળ પાછળનો ભાગ છપાયો છે અને વચ્ચેનો શાસ્ત્ર પ્રમાણનો પાઠવાળો ભાગ ગુમ થયો હોય તેમ લાગે છે. કારણ કે છેવટની ભલામણમાં ક.દેવ લખે છે – “હવે એ વિષયને સંક્ષેપમાં પૂર્ણ કર્યો.”
સં. ૧૯૪૫
જૂઠાભાઈને પ્રભુના સમાગમનો વિરહ સહન થતો નથી. કૃપાળુદેવ તેને સત્સંગના વિયોગમાં ધીરજ રાખવા અને શોક રહિત રહેવા ભલામણ કરે છે.
નિરંતર સપુરૂષની કૃપા દૃષ્ટિને ઈચ્છો અને શોક રહિત રહો એ મારી પરમ ભલામણ છે તે સ્વીકારશો, મુરબ્બીઓને ખુશીમાં રાખો.”
વ. ૪૧ જગતમાં નિરાગીન્દ્ર, વિનયતા અને સત્પરૂષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદીકાળથી રખડ્યો. સર્વ વડીલોની આજ્ઞામાં અનુકૂળ રહેશો.”
વ. ૪૨ જેસિંગભાઈ, રંગજીભાઈ વિગેરે વડીલોના કહ્યા પ્રમાણે જૂઠાભાઈ ખાન-પાનમાં ધ્યાન આપતા નથી તેથી લખ્યું છે કે “તમે દેહ માટે સંભાળ રાખશો.”
વ. ૩૭ બિંદુમાં સિંધુરૂપ શ્રી મોક્ષમાળા-શ્રી જિનેશ્વર ભગવંતના પ્રરૂપેલા મૂળતત્ત્વો બાળજીવો સમજી શકે એવી શૈલીથી પ્રગટ થઈ છે. મહાસતીજી
ઈ૭