________________
પૂ. શ્રી જૂઠાભાઈ
ઉ૧
હૈયામાં શ્રી રાજનું રૂડું રૂપ રમતું હતું. હોઠે-મીઠું રાજ નામ ફરતું હતું. દિવસ છે કે રાત-મારગ છે કે આ ઘર કાંઈ એ તો જાણતા ન હતા. હૈયામાં હરિનો વાસ છે – ત્યાં ભક્તિની સાચી સુવાસ ભરી એ પરાભક્તિની દિવ્યમસ્તીમાં એ સ્થૂલ તનમાંથી નીકળી દિવ્ય શરીરથી શોભતા સિધાવ્યા. જયાં સ્વધામમાં પ્રભુ બેઠા છે ત્યાં જઈ પહોંચ્યા અને અલખ સમાધિમાં – પ્રેમ સમાધિમાં વિલીન થયા. પ.કૃ.દેવે - પોતાનું યોગક્ષેમકરનું બિરૂદ પાળ્યું. શ્રી કબીર સાહેબના શબ્દમાં કહીએ -
“હરિજન મ્હારાં સૂઈ રહ્યાં, એની ચોકી કરે ભગવાન, દાસ કબીરની વિનતી, એને ચરણ કમળ વિશ્રામ.”
મળે તો મને હરિજન મળજો રે.
૧૬. પૂ.શ્રી સત્યપરાયણના દેહાંત સમયની દશા વિષે-મિત્રનો પત્ર
પૂ.શ્રી જૂઠાભાઈના દેહાંત સમયનું વર્ણન તેમના ધર્મમિત્ર શ્રી છગનલાલ બેચરભાઈએ પૂ.શ્રી અંબાલાલભાઈએ પૂછાવેલ તેથી પત્ર લખી દર્શાવ્યું છે.
૧. અમદાવાદથી સં.૧૯૪૬ અષાઢ સુદી પ્રિય ભાઈશ્રી,
આપનો કાગળ આવ્યો તે પહોંચ્યો. જવાબમાં નીચે મુજબ નોટબુક મોકલી તે પહોંચી છે. કવિરાજ (પ.કૃ.દેવ) આવ્યા હતા. તેમને અત્રેથી તાર બે દિવસ સુધી લાગઠ કરીને મળવા સારૂં જૂઠાભાઈએ તેડાવ્યા હતા અને તેઓ ફક્ત એક જ રાત પ્રિય જૂઠાભાઈની પાસે રહી, પાછા બીજા દિવસે મુંબઈ સિધાવ્યા છે.
પ્રિય જૂઠાભાઈને કવિરાજ વચ્ચે શું વાતચીત થઈ તેની મને ખબર નથી. કારણ હું તેમની પાસે ઝાઝો વખત રોકાયો નથી તેમજ પ્રિય જૂઠાભાઈને