Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 65
________________ Y પૂ. શ્રી જૂઠાભાઈ ૧૮. પૂ. ભાઈએ કરેલ કરૂણાની સ્તવના પરમ કારૂણ્યમૂર્તિ શ્રીમદ્ પરમ કૃપાળુ ભગવંત એ સંબંધનાં ઉહાપોહમાં પોતાના કરૂણાÁ દયનો પરિચય આપતાં અત્યંત અનંત કરૂણા જેને ઉર વસી છે, એ પરમ પુરૂષની વાણી દ્રવે છે. “કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતાં છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતાં જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃય રડે છે.” કરૂણાનિધાનની કરૂણાનો મહિમા ક્યા શબ્દોમાં કહ્યો જાય ! કરૂણામય ખેદનું ચિત્ર જે આલેખાયું છે, તે અવલોકતાં શું વિચારવું? અને શું કહેવું ? સિવાય કે : “અહો અહો ! શ્રી સદગુરુ, કરૂણાસિંધુ અપાર.” - હે કૃપાળુ ! તારી કૃપાને ઈચ્છું છું, તને ફરી ફરી ઈચ્છું છું, તું અનુગ્રહ કર. | શ્રી પરમકૃપાળુ દેવની જિન ભક્તિ શ્રીમાન તીર્થંકરદેવના ખરેખરા આ સાચા અનુયાયી ! વીતરાગપણામાં જી. જેની પરમ નિષ્ઠા, તે પ્રત્યે જે પરમ આદર અને અંતરંગ નિશ્ચય તેમ જ પરમ પ્રભાવ કેવાં અનન્ય અને ઉત્કૃષ્ટ છે. દિવ્ય તેમજ અલૌકિક છે. અદ્દભૂત તેમજ આશ્ચર્યકારક છે ! શ્રી જિન-વીતરાગ સર્વજ્ઞ પદનું અવલોકન, દ્રુપ દશાનો અનુભવ જ્યાં વર્તે છે, તે શ્રીમાન્ ૫.કુ.દેવનું પૂર્ણ ભક્તિમય સ્વરૂપાચરણ અને પરમોત્કૃષ્ટ સાધનામય અદૂભુત ગવેષણા, પરમાર્થ લય, અપૂર્વ તેમજ અતિ આશ્ચર્યકારક છે. વિદેહીપણે વિચરતા શ્રી જિન-વીતરાગની ઉપાસનામાં લીન આ પુરૂષને તે પરમ વીતરાગ પુરુષનું ચિંતન, સ્મરણ કેવું અલૌકિક વર્તે છે ! તે સ્વયં પ્રકાશે છે :- “આત્યંતર ભાન અવધૂત” | વિદેહીવતું, જિનકલ્પીવતું, સર્વ પરભાવ અને વિભાવથી વ્યાવૃત્ત, નિજ સ્વભાવના ભાનસહિત, અવધૂતવત, વિદેહીવતું, જિનકલ્પીવત વિચરતા પુરુષ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીએ છીએ. - વ.પા.૮૨૯

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68