________________
પૂ. શ્રી જૂઠભાઈ
સ્મરણ સ્મારક – અમદાવાદ. પ.ફાદેવના નિર્વાણ બાદ શેઠશ્રી જેસિંગભાઈને પ.કૃ.દેવ પ્રત્યે અનન્ય પ્રેમ-ભક્તિ જાગૃત થઈ હતી. પ.કૃદેવની એકનિષ્ઠ ભક્તિમાં સમર્પણના ભાવ સાથે નાની ઉંમરે પૂ.શ્રી જૂઠાભાઈનો દેહ છૂટી જતાં તેમના સ્મરર્ણાર્થે શેઠ શ્રી જેસિંગભાઈએ સં. ૧૯૭૫માં અમદાવાદ, દિલ્હી દરવાજા બહાર, લાલ બંગલા તરીકે ઓળખાતું પથ્થરનું બે મજલાનું મોટું મકાન સેવા-પૂજાભક્તિ અર્થે સ્મારકરૂપે બંધાવ્યું. જે આજે શ્રીમદ્ રાજચંદ્ર ગુરૂમંદિર તરીકે ઓળખાય છે અને તેનું સંચાલન શ્રી સનાતન જૈન ધર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ - અગાસ તરફથી કરવામાં આવે છે. જેમાં નીચે મોટો હૉલ છે અને મેડા ઉપર ૫.કૃ.દેવ તથા પૂ.પ્રભુશ્રી લઘુરાજસ્વામિ તથા પૂ. બ્રહ્મચારીજીના ચિત્રપટોની સ્થાપના કરેલી છે. કારતક સુદ ૨ના પુન્યદિવસે પૂ.શ્રી જૂઠાભાઈનો જન્મ દિવસ હોવાથી આ ગુરૂમંદિરમાં શ્રી આત્મસિધ્ધિજીની ભક્તિ-પૂજા રખાય છે. સં. ૨૦૧૦માં કારતક સુદ બીજના દિવસે શ્રી નારંગીબેન અમોને પૂ.મોટા મહારાજ પુષ્પાશ્રીજી મ.સા. સાથે ત્યાં લઈ ગયા હતા. અમો પૂજામાં બેઠા હતા. ૫.કૃ.દેવની અપૂર્વ મુદ્રાના દર્શનથી તથા પૂ.શ્રી જૂઠાભાઈની કમળપુષ્પ જેવી કોમળ મુખમદ્રાના દર્શનથી બહુ ઉલ્લાસ. ભક્તિ વેદાયાં હતાં. હજુ આજે પણ તે ધન્ય ઘડી સ્મૃતિમાં રમે છે.
- ભાવપ્રભાશ્રી