Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 58
________________ પૂ. શ્રી જૂઠાભાઈ “ચિ. સત્યપરાયણના સ્વર્ગવાસસૂચક શબ્દો ભયંકર છે.... આ આત્માનો આ જીવનનો રાહસ્તિક વિશ્રામ કાળની પ્રબળ દૃષ્ટિએ ખેંચી લીધો. જ્ઞાનદૃષ્ટિથી શોકનો અવકાશ નથી મનાતો; તથાપિ તેના ઉત્તમોત્તમ ગુણો તેમ કરવાની આજ્ઞા કરે છે, બહુ સ્મરણ થાય છે, વધારે નથી લખી શકતો.” - પરમગુરુના બોધથી અને ભક્તિપ્રધાન માર્ગની ઉપાસનાના બળે જીવને મોક્ષસંબંધી બધા સાધન અલ્પકાળે અને અલ્પપ્રયાસે સિદ્ધ થાય છે. અનંત કાળે જે કાર્ય સિધ્ધિ પોતાના સ્વચ્છેદે અથાગ પરિશ્રમ કરવા છતાં ન થઈ તે સદ્ગુરુ કૃપાએ સહજમાં થાય છે. અનંતભવને છેદી એકાવતારી પણું પ્રાપ્ત થાય એવી સદ્ગુરુના માહાભ્યની સાર્થકતા પૂજ્યશ્રી સત્યપરાયણનું જીવન ચરિત્ર દર્શાવી રહ્યું છે. એવું એકાવતારીપણું આ પંચમકાળમાં શ્રી રાજના અનુગ્રહથી પ્રાપ્ત કરી પ્રભુનું અમૃત વચન સિદ્ધ કર્યું. વણી લીધું. વીતરાગ વાણી આત્મ પ્રદેશે કેવી સોંસરી ઉતરી ગઈ હશે ! કે એકએક વચન તેમણે ચરિતાર્થ કર્યું. “દેહાદિનો અભાવ થવો, મૂછનો નાશ થવો તે જ મુક્તિ. એકભવ જેને બાકી રહ્યો હોય તેને દેહની એટલી બધી ચિંતા ન જોઈએ. અજ્ઞાન ગયા પછી એકવિ કાંઈ વિસાતમાં નથી.” | વ.પા.નં.૭૧૯ પૂ.શ્રી જૂઠાભાઈએ દેહની ચિંતા ન રાખી પણ અનંત ગણી ચિંતા આત્માની રાખી અને તે આત્મા શ્રી પરમકૃપાળુદેવને સોંપી દીધો. આવું ભક્તિનું પ્રાધાન્ય, આજ્ઞા આશ્રિતપણું, દરેક સાધકે-અંતઃકરણથી મુક્ત થવાની જિજ્ઞાસા રાખનાર મુમુક્ષુએ, ભક્તિપ્રધાન દશા રાખવી, આ મૂક સંદેશ ભગવાનના ફિરસ્તા જેવા પૂ.જૂઠાભાઈ આપી ગયા છે, તેને વધાવી લઈએ. એ એમને અલૌકિક અંજલિ આપી ગણી શકાય. ૧૫. બોધિ - સમાધિ શ્રી સત્યપરાયણની પ્રેમગલિમાં કોઈ વ્યક્તિનો સમાવેશ ન હતો.

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68