________________
પૂ. શ્રી જૂઠાભાઈ
“કુદરત તારો પ્રબળ અન્યાય છે કે અમારો કાળ અમારી ધારેલી નીતિએ વ્યતીત કરાવતી નથી.” ઘણું કરીને વડોદરે થઈ વળતાં મારું ખંભાત આવવાનું બને તોપણ સાથે જ વડોદરા આવવાનું વિચારે તો ત્વરાએ દર્શનદાન મળ્યું સમજ અને પછી સાથેજ ખંભાત જવા સુગમ પડે અને વડોદરામાં ગાળેલા દિવસનો વિયોગ ન જણાતાં આનંદના કારણરૂપ થાય. તો એટલી અરજ કે સંસારી ઉપાધિથી નિવૃત્તવાની પૂરતી અનુકૂળતા હોય તો આવવા વિચારવું. દેશકાળ પાત્ર ભાવ જોઈ કરવું સુજ્ઞશ્રીને શું લખવું? | દર્શનાતુરની ઈચ્છા ઘણી. એક સહવાસ માટે વ્યાકુળ હોય તો પણ કુટુંબમાં કોઈ ખેદ ન પામે તેમ હોય તો સત્વર લખું તે દિવસે વડોદરે સમીપ થવાનું કરજો અને આ એક નજીવી અરજ સ્વીકારો. શતાવધાની કવિ રાજ્યશ્રી તરફથી વિદિતમાં આવેલા ૧. ભાવનાબોધ ૨. શ્રી મોક્ષમાળા બે પુસ્તક તમારી સમીપ છે તે સિવાય અન્ય મારા જાણવામાં નથી. જૂજ ભાગ હું પાસે હશે. તે બનતા સુધી સાથે લાવીશ. અન્ય કારણ ભિન્નત્વ રાખવાનું નથી. વિશેષ સમાગમ બની રહેશે. અધીરજ ન રાખો. ભાવિ પ્રબળ છે. આવેશ વાંચી પ્રેમને ગાઢા બંધનથી રાખો અને જલ્દી સમાગમની ઈચ્છા કરો.
૧૪. સમાધિશીત - શ્રી સત્યપરાયણ
સંવત ૧૯૪૬ના અષાઢ સુદ ૯ના સવારે સાડા દસ વાગ્યે પૂ.શ્રી જૂઠાભાઈનો – સત્યપરાયણનો દેહાંત થયો તે પહેલાં એટલે સં.૧૯૪૪ની સાલથી શ્રી પ.કૃ.દેવનો સત્સમાગમ થયો ત્યારથી સં.૧૯૪૬ સુધીની પૂ.શ્રી સત્યપરાયણની આત્મદશા એટલી તો ઉન્નત થતી રહી કે સમીપ મુક્તિગામી જીવની જે દશા હોવી જોઈએ, તેવા ગુણ-લક્ષણ તેમને વિષે સંક્રાંત થયેલા, આત્માને વિષે પરિણત થયેલા પ્રત્યેક જોનારને જણાતાં હતાં. ૫.કુ.દેવે એમની સત્ પરાયણતાની અને એમના આત્માની ઉન્નત દશાની સુંદર શબ્દોમાં સાક્ષી પૂરી છે.
છ૭