________________
પૂ. શ્રી જૂઠાભાઈ
નહીં; ભિન્નતા રાખો ત્યાં અંતઃકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે.” આ પુરૂષના દર્શનાતુરના પ્રણામ.
વ. ૨૧/૫
૫. પ્રિય, પોષ વદ ૧૧, ૧૯૪૬ અમદાવાદથી
દીલગીર છું. સવિસ્તર હકીકતનું એકપત્ર મેં આપને લખેલ છે તેને આજ આઠ-નવ દિવસ થયાં. આપના બે કાર્ડ પહોંચ્યા તેથી એમ જણાયું કે તે પત્ર આપને પહોંચ્યું નથી તેનું શું કારણ ? લાચારીએ આ કાર્ડ સંતોષને માટે લખું છું. હવે વિગતવાર પત્ર લખવા માંડુ છું. નિશ્ચિત રહો. પત્ર કિંચિત ઉપયોગી હતું. શરીર સારું છે.
દર્શન-પવિત્ર દર્શન, તારો વિયોગ, આ આત્માની અનંતશક્તિ દબાણી છે. તે પવિત્ર દર્શન વિના શું પ્રફુલ્લિત થાય ? મળવા ઈચ્છા છે, પાર પડો. એજ. મુંબઈ સાહેબજી પાસે આપ અને પૂ.ત્રિભોવનભાઈ જવું ધારો છો કે કેમ ? લખશો. પત્ર ન પહોંચવા માટે સહજ ખેદ પામ્યો છું. હું પત્રના જવાબની રાહ જોઉં છું ત્યાં તમારા બીજા કાર્ડમાં પણ પત્રની માગણી થઈ. આથી નિઃસંદેહ એમ સમજાયું કે પત્ર ગેરવલે પડ્યું, તો હવે લાચાર.
લી. સેવક જુઠાના પ્રણામ. ૬. નિરાગી મહાત્માઓને નમસ્કાર પુન્યપ્રભાવીક સુજ્ઞબંધુશ્રી શ્રી ખંભાત બંદર. આસો સુદ ૬ બુધ, સં. ૧૯૪૫ કલોલથી
અત્રેથી કડી થઈ ભોંયણી સુધી ગયેલ જેથી તમારી તરફથી આવેલો પત્ર મળતાં બે દિવસનો વિલંબ થયો તેથી પ્રત્યુત્તર લખી શકાયો નથી. તો ક્ષમા યાચી લખું છું. મારી શારીરિક સ્થિતિને માટે ખુલાસો તું માંગે છે તે પત્ર દ્વારા આપવા અશક્ય છઉં. અહીંની દવા લાગુ નથી. સહવાસની અધીરજ અન્યોન્યને છે. એટલે આ સ્થળે તેનું વિવેચન કરવું યોગ્ય નથી... છતાં