Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 52
________________ પૂ. શ્રી જૂઠાભાઈ પ૧ ૧૩. પૂ.શ્રી જૂઠાભાઈએ પૂ.અંબાલાલભાઈ પર લખેલ ધર્મ પત્રો ૧. ૧૯૪૫ ભા. સુ. ૧૪ કલોલથી રા. રા. અંબાલાલ લાલચંદ તમારી કુશળતાના સમાચાર છગનલાલ અત્રે આવતા તેઓની પાસેથી સાંભળી આનંદ પામ્યો છું. મારી શારીરિક અસ્વસ્થ સ્થિતિને લીધે અમૂક મુદતથી હું અત્રે આવ્યો છું. બનતા સુધી આસો સુદ બીજ ઉપર ઘર તરફ જવા વિચાર છે. આપની મુલાકાત લેવાનું છગનલાલ સાથે ઠરાવ કર્યો છે. ભવિષ્ય બળવત્તર છે. જ્ઞાની દ્રશ્ય તો સર્વે સારું જ થશે. | લી. સેવક જૂઠા ઉજમશીના પ્રણામ. ૨. અહો ! જે આપણું અનુપમેય હિત થવાનું તેનો જ વિયોગ પૂર્વિત કર્મોદયે કરાવ્યો છે. તે કર્મને નિવારવા પ્રયત્ની થઈશું તો સર્વ કર્મથી રહિત થઈશું અને અવશ્ય આપણું તે ઘર આનંદમય, અનંત સુખમય પ્રાપ્ત થશે. જે અપૂર્વભાવની પ્રાપ્તિ તે સત્સંગ છે. તે વિના બીજું કાંઈ નથી અને એ જ સમાગમ પરમ કલ્યાણ આપે તેમ છે. | બંધન-બંધન-બંધન, અબંધનયુક્ત એવા જે પવિત્ર મહાત્મા તે જયવાન વર્તી અને તેમને ત્રિકાળ નમસ્કાર હો. જે બોધ લેવો છે તેતો તે પુરૂષ પાસેથી મળવો છે ત્યાં આ પામર શું લખે ? માટે આપણે સર્વે બંધુઓ તેમ ઈચ્છો કે થોડો કાળ તે કલ્પદ્રુમની છાયા નીચે જઈને રહીએ એવો કોઈ વખત આવો બાકી જેમ જોગપણું પ્રાપ્ત થાય તેમ કરવા આપણે સર્વે બંધુઓ પરાયણ રહીએ એ શ્રેયસ્કર છે. સર્વે કરી ચૂક્યા છીએ એટલે હવે સાધન કોઈ બાકી રહ્યા નથી. રહ્યા હોય તો કહો. પ્રભુ પાર્શ્વનું એકાગ્રમનથી લક્ષ રાખો. ૩. આ અન્ય માનેલી અનંત વિકારરૂપ પર પરિણતી તે તેઓની તેમને સોંપાય તો ઠીક, જેથી કરી અનંત સુખમય ચિદ્રુપ મહાત્માના દર્શન થાય.

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68