________________
૪૯
પૂ. શ્રી જૂઠાભાઈ
“ઉત્તમ નિયમાનુસાર અને ધર્મધ્યાન પ્રશસ્ત વર્તન કરજો; એ મારી વારંવાર મુખ્ય ભલામણ છે. શુધ્ધ ભાવની શ્રેણીને વિસ્મૃત નથી કરતા એ એક આનંદ કથા છે.”
આ વાક્યથી શ્રી સત્યપરાયણની સમ્યક્દર્શનની છાપ મળે છે. તે શુધ્ધભાવ કહો કે આત્મભાવ કહો.
સંવત ૧૯૪૫માં મોરબીમાં એક મહિનો શ્રી સત્યપરાયણ રહ્યા ત્યારે સમ્યક્દર્શન એટલે નિજ સ્વરૂપનું ભાન કૃપાળુદેવે કરાવ્યું. તે આત્મજ્ઞાનના બળે આકરી વેદનીયમાં અભૂત સમતા તેમણે રાખી જાણી. પ્રભુએ તે જોઈ તે વ. ૧૧૭માં કૃદેવે દર્શાવ્યું છે.
૧ ૨. શ્રી સ્નેહના આકર્ષણ
કંઈક જૂના પ્રેમ તંતુના અજબ આકર્ષણ પૂ.શ્રી જૂઠાભાઈએ કર્યા. એ પ્રેમ તંતુથી પૂ.શ્રી અંબાલાલભાઈને ખેંચ્યા અને એ જ સ્નેહ તંતુએ પરમાત્માની સાથે પૂ.અંબાલાલભાઈને સંબંધિત કરી જોડી દીધા.
ખંભાતના પૂ.અંબાલાલભાઈ, પૂ. ત્રિભોવનભાઈ અને અમદાવાદના છગનલાલભાઈ જ્ઞાતિબંધુ થાય. તેથી પૂ.અંબાલાલભાઈને છગનભાઈ સાથે સંવત ૧૯૪પથી પત્રવ્યવહાર ચાલતો હતો. પત્રમાં ધર્મસંબંધી તેઓ ચર્ચા, વાર્તા પરસ્પર લખતા. તેમાંથી કેટલાક પત્રો છગનલાલભાઈએ જૂઠાભાઈને વંચાવ્યા. તે વાંચી પૂ.જૂઠાભાઈએ અંબાલાલભાઈને પ્રશ્નના આકારમાં ધર્મપત્ર લખ્યો. ધર્મ એટલે શું ? તે કોની પાસેથી પ્રાપ્ત થાય ? મહાવીર પ્રભુ કઈ વાટેથી તર્યા ? આ બધું વિચારવા જેવું છે. આવો મનનીય પત્ર વાંચી પૂ.અંબાલાલભાઈ ઊંડા વિચારમાં પડી ગયા. જૂઠાભાઈએ પોતે જ અંબાલાલભાઈને સામેથી સ્નેહના આકર્ષણથી ખેંચ્યા. અંબાલાલભાઈ બોલી ઊઠ્યા કે આ પુરૂષ કોઈ મોક્ષગામી વિચક્ષણ પુરૂષ છે. તેમનો સંગ હવે જરૂર કરવો. તેમની પાસેથી આપણને કંઈ અપૂર્વ-નહીં સાંભળેલી તત્ત્વની વાતો