________________
૪૬
પૂ. શ્રી જૂઠાભાઈ
વ. ૯૪
આપણે જેમ બને તેમ એક જ પદના ઈચ્છક થઈ પ્રયત્ની થઈએ છીએ, તે આ કે “બંધાયેલાને છોડવો” એ બંધન જેથી છૂટે તેથી છોડી લેવું, એ સર્વમાન્ય છે.
વ. ૯૫ “સર્વ ગુણાંશ તે સમ્યકત્વ” વ. ૯૮
“તમારું પતું આજે મળ્યું. કોઈ પ્રકારે તેમાં શોક કરવા જેવું કંઈ નથી. તમને શરીરે શાતા થાઓ એમ ઈચ્છું છું. તમારો આત્મા સભાવને પામો એ જ પ્રયાચના છે. મારી આરોગ્યતા સારી છે. મને સમાધિભાવ પ્રશસ્ત રહે છે. એ માટે પણ નિશ્ચિત રહેશો.
એક વીતરાગ દેવમાં વૃત્તિ રાખી પ્રવૃત્તિ કર્યા રહેશો.” આ સોનેરી સૂત્ર આપી કૃપાળુદેવે છેવટનું ધ્યેય દર્શાવી દીધું. જેના રોમે રોમે વીતરાગતાપ્રશસ્ત સમાધિભાવ- રમે છે એવા ભગવાન ભક્તને પોતા સમાન બનાવવા ઈચ્છે છે. ટૂંકા વાક્યમાં અપૂર્વ દર્શન. અહો ! અહો !
વ. ૧૦૪
તમારું પત્ર ગઈ કાલે મળ્યું. ખંભાતવાળા ભાઈ મારી પાસે આવે છે. તેઓ કોઈ રીતે મતાગ્રહી હોય એવું મને હજુ સુધી તેઓએ દેખાડ્યું નથી.
જીવ ધર્મજિજ્ઞાસુ જણાય છે. તમારી જિજ્ઞાસા માટે હું નિરૂપાય છું. વ્યવહાર ક્રમ તોડીને હું કંઈ નહીં લખી શકું.
તમારી આત્મચર્યા શુધ્ધ રહે તેમ પ્રવર્તજો. વ. ૧૧૪
“તમારા પ્રશસ્ત ભાવ માટે આનંદ થાય છે. ઉત્તરોત્તર એ ભાવ તમને સફળદાયક થાઓ.” (આ રીતે કૃ.દેવ આશીર્વાદ આપે છે.)
જૂઠાભાઈનો અતિપ્રશસ્ત રાગ - તેને કેવળ જ્ઞાનની નજીક લઈ ગયો.