Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 11
________________ 90 પૂ. શ્રી જૂઠાભાઈ ઋણ સ્વીકૃતિ પરમ ઉપકારી પ.પૂ.શ્રી પરમકૃપાળુદેવના પ્રથમ શિષ્ય અને પરમ પાત્ર એવા શ્રી જૂઠાભાઈ-સત્યપરાયણની તત્ત્વજિજ્ઞાસા અને સત્સંગની પિપાસા જાણીને સ્વયં ભગવાને કરૂણા કરીને પાઠવેલ પત્રનું પોતે રસપાન કર્યું અને (મુમુક્ષુઓને) એની રસલહાણી કરી. એમની પાસેના સત-વચનોની મૂડીના આપણને સહભાગી બનાવ્યા. - તેમણે કૃપાળુદેવના વચનો વાંચ્યાં, વિચાર્યા ને આત્મસાત કર્યા. તેમાં જ આત્મા ઉલ્લાસિત થતો ગયો તેવામાં પોતાની શરીર પ્રકૃતિ વધુ નરમ થવા લાગી. પૂર્વ પુણ્યોદયે પૂ. અંબાલાલભાઈ આવી મળ્યા. આવકાર દઈ દિલ ખોલ્યું – મારો તમારી સાથે પૂર્વનો સંબંધ હોય એવું લાગે છે. તે જ દિવસે પૂ.સત્યપરાયણને ભૂતકાળમાં પૂ.અંબાલાલભાઈને આપેલો કોલ યાદ આવ્યો. તેથી પરસ્પર ધર્મમંત્રીની પ્રીતિ બંધાણી. હવે આયુષ્ય વધારે બચ્યું નથી જાણી પૂ.શ્રી અંબાલાલભાઈને પ્રેમથી પત્રોના ઉતારા કરવા આપ્યા. પાત્ર જોઈને વચનરૂપી રત્નખજાનો ખુલ્લો મૂક્યો. ત્યારથી શ્રી વચનામૃતજી ગ્રંથના ‘શ્રી ગણેશાય' મંડાણા. એ રીતે પ્રથમ પૂ.અંબાલાલભાઈએ પૂ.શ્રી જૂઠાભાઈએ આપેલા પત્રોના જ ઉતારા કર્યા અને એ પ્રથમ આવૃત્તિના પ્રકાશનમાં પૂ.શ્રી સત્યપરાયણનો ઉપકાર મોટો છે. આપણા પ્રત્યે તેમણે પરોક્ષપણે સહાયકપણું કર્યું છે. અહો ! કેવી ચમત્કારી સિધ્ધિ ! શ્રી પરમ કૃપાળુદેવ લખે છે કે “યોગાનુયોગે બનેલું કૃત્ય બહુ સિધ્ધિને આપે છે.” આ સિધ્ધિ શ્રી સત્યપરાયણની કૃપાનું ફળ છે. શ્રી સત્યપરાયણજી ‘સત્'નું સેવન કરી, આસ્વાદન કરાવવામાં ખંભાતવાસીને અપ્રગટપણે જ્ઞાનદાન દઈ – ભોમિયા બન્યાં. પૂ.શ્રી અંબાલાલભાઈને શ્રી સત્યપરાયણ ન મળ્યા હોત તો આપણને શ્રી વચનામૃતજી કેવી રીતે પ્રાપ્ત થાત ? અને તે વિના આપણો ભવ કેમ સુધરત ? ખરેખર ! “શ્રી સત્યપરાયણના સન્માર્ગનું સેવન કરીશું તો સુખી થઈશું, પાર પામીશું.” શ્રી વચનામૃતજીની પાયાની ઈંટ છે શ્રી સત્યપરાયણ ! વચનામૃતજીની

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68