Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 31
________________ 30 માટે સૂચવન, વિશેષ શું કહું ? ૭. વવાણીયા મહા વદ ૭ સં. ૧૯૪૫ પૂ. શ્રી જૂઠાભાઈ વિ. રા. તમારો ચારેક દાડા પહેલાં પત્ર એક મળ્યો હતો. બીજો પત્ર લખવાની વાટથી તમે મને પત્ર લખતાં અટકાવ્યો છે. તમારી આરોગ્યતાના ખચીત કરી લખશો. આરોગ્યતા ત્યાં રહેવાથી ખામીવાળી રહેશે. લખો તો મહાસતીજી આગળ મારાં સમીપ રહેવા માટે જેસિંગભાઈને વિનંતી કરૂં. મારા સમાગમમાં નિરંતર રહેવાની જે તમારી ચાહના છે તે કોઈપણ વાટેથી થોડા કાળમાં મારૂં ચાલતા સુધી પાર પાડી શકીશ. ખરું જ્ઞાની ગમ્ય. - લી. રાયચંદના પ્રણામ ૮. સં. ૧૯૪૫ અમદાવાદ - મોરબીથી - જેઠ વદ “મોરબીથી પરમ દિવસ સવારે તમારો પત્ર વવાણીયા બંદરે મળ્યો હતો. આજે સવારે અત્રે મળ્યો. મારૂં રાજનગરમાં આગમન બનતા સુધી ચારેક રોજ પછી થશે કારણ રા.રા.રેવાશંકર જગજીવન પણ સાથે આવી શકશે. જેસિંગભાઈ કાલ સાયંકાળે મોરબી આવ્યા છે. મને મળ્યા હતા.” - વિ. રા. વચન પ્રમાણે કૃ. દેવ જેઠ વદ ૧૨ અમદાવાદ પધાર્યા છે અને પંદર દિવસ સ્થિરતા કરી છે, જૂઠાભાઈની આશા પૂર્ણ કરી છે. ૧.૬૬ ૯. સં. ૧૯૪૫ના વૈશાખમાં શ્રી જૂઠાભાઈ ઘણા બિમાર પડ્યા. ભગંદરનું ઓપરેશન કરાવ્યું, તે વિશે કૃ.દેવને પૂછાવ્યું હતું તેનો જવાબ : દાક્તરો, ગુમડા જેવા - ‘ભગંદર’ દરદ પર બહુ ઉપયોગી થાય છે. તેથી જ્ઞાની દ્રષ્ય તો ઠીક જ થશે. ઉત્તરમાં શુભ સમાચાર લખશો. ચિ.મનસુખ (રવજીભાઈ) ચોથા ધોરણમાં પાસ થવાથી ઈંગ્લીશ અભ્યાસ કરાવવા પિતાજીનો પૂર્ણ વિચાર છે તો અમદાવાદની હાઈસ્કુલમાં એક વર્ષમાં કેટલા ધોરણ ચલવી શકતા હશે ? તે શોધ કરાવી લખશો.

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68