________________
૪૨
પૂ. શ્રી જૂઠાભાઈ
શ્રી સત્યપરાયણનું જીવન કૃપાળુદેવના સત્સંગમાં આવવાથી નિર્મળતાને વર્યું. સંપ્રદાયના લોકો અને કુટુંબિઓ એમ માનવા લાગ્યા કે જૂઠાભાઈ તેમને જ્ઞાની સદ્ગુરૂ માને છે અને આપણો ધર્મ મૂકી દીધો. કવિરાજે તેમને નિશ્ચયનો ધર્મ સમજાવી વ્યવહાર ધર્મ ઉત્થાપી દીધો. કવિરાજ શાસ્ત્ર શું જાણતા હોય ? ત્યાગ તો લીધો નથી. સંપ્રદાયના સાધુ વિચારવા લાગ્યા કે અમારા શિષ્ય થાય તો અમે તેમને ભણાવી-ગણાવી પટ્ટાધિકારી બનાવીએ. આ વાતથી જૂઠાભાઈને ખેદ થયો હતો. તેથી કૃ.દેવ તેમને સમભાવ રાખવા શિક્ષા દે છે :
-
અને લખે છે કે, “અત્યારે એ વગેરે એમના પક્ષના લોકોના જે વિચારો મારે માટે પ્રવર્તે છે તે મને ધ્યાનમાં સ્મૃત છે પણ વિસ્તૃત કરવા એ જ શ્રેયસ્કર છે. તમે નિર્ભય રહેજો, મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો, તેઓને માટે કંઈ શોક-હર્ષ કરશો નહીં.’’
“પાર્શ્વનાથાદિક યોગીશ્વરની દશાની સ્મૃતિ કરજો. આ અલ્પજ્ઞ આત્મા પણ તે પદનો અભિલાષી અને તે પુરૂષના ચરણકમળમાં તલ્લીન થયેલો દીનશિષ્ય છે. તમને તેવી શ્રદ્ધાની જ શિક્ષા દે છે. આત્મભાવમાં સઘળું રાખજો.... પરમ શાંતિ પદને ઈચ્છીએ એ જ આપણો સર્વસંમત ધર્મ છે અને એ જ ઈચ્છામાં ને ઈચ્છામાં તે મળી જશે માટે નિશ્ચિંત રહો.’’
અત્યારે અમારી પાર્શ્વનાથ પ્રભુ જેવી વીતરાગ સમદશા છે. જેમ પાર્શ્વ પ્રભુને પરમભક્તિથી સ્તુતિ કરનાર ધરશેંદ્ર પ્રત્યે રાગ ન હતો અને પરમ દ્વેષથી ઉપસર્ગ કરનાર કમઠ પ્રત્યે દ્વેષ ન હતો તેમ અમને તમારા પર રાગ નથી અને વિરોધ દર્શાવનાર પ્રત્યે દ્વેષ પણ નથી. અમે પાર્શ્વનાથ સમાન દશાવાન છીએ.
વ. ૪૦માં આગળ એજ વાતનું અનુસંધાન મળે છે.
શ્રી પ.કૃ.દેવે સં. ૧૯૪૪માં પ્રતિમા સિધ્ધિનો લઘુગ્રંથ લખ્યો. તેમાં પ્રતિમાનું દર્શન પૂજન કરવાનું શાસ્ત્ર વિધાન બતાવ્યું. આગમ પ્રમાણ વિ. પાંચ પ્રમાણો આપ્યા. છેવટે અનુભવ પ્રમાણથી સિધ્ધિ બતાવી દીધી છે, તે માન્ય