Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 42
________________ પૂ. શ્રી જૂઠાભાઈ બળવાન છાપ પડી હતી. જન્માંતરે પણ એ પ્રભાવ અંતરમાંથી મંદ થાય તેમ ન હતું. તેમને વેદન થતું કે આ તો સાક્ષાત્ ધર્મમૂર્તિ છે ! સાક્ષાત્ ઉપશમ રસનો કંદ ને શાંત રસનો સાગર છે શું !! પૂજ્યશ્રી સત્યપરાયણને કૃપાનાથ સાથે નજીકના જ પૂર્વભવમાં – ‘તિબેટના રાજકુમાર હતા ત્યારે કૌટુંબિક સંબંધ હોવાના નિર્દેશે પ્રથમ પરિચય થતાં જ સત્યપરાયણનો આત્મા શ્રીમદ્ રાજચંદ્ર દેવ તરફ અનન્ય પ્રેમભક્તિભાવે ઢળી રહ્યો. નવો જન્મ, નવજીવન, નવીન ગતિ લાધી તેથી તેમનું નામ જૂઠાભાઈ બદલી પ.કૃ.દેવે સત્યપરાયણ નામાભિધાન કર્યું હતું. તેના ફળરૂપે તેમને દેહાત્માના ભિન્નપણાનો, મ્યાન અને તરવારવત્ વિવેક થઈ શક્યો હતો. ‘સતું' તત્ત્વનો સાક્ષાત્કાર થઈ શક્યો હતો. એ રહસ્યને પુષ્ટિ આપતાં શ્રી પ.કૃ.દેવ - પ્રથમ પત્ર મુંબઈથી લખે છે – વ.૩૬ “પ્રતિમાના કારણથી અહીં આગળનો સમાગમી ભાગ ઠીક પ્રતિકૂળ વર્તે છે. એમ જ મતભેદથી અનંતકાળે, અનંત જન્મ પણ આત્મા ધર્મ ન પામ્યો. માટે સત્પરૂષો તેને ઈચ્છતા નથી; પણ સ્વરૂપ શ્રેણિને ઈચ્છે છે.” આ પુરૂષ આત્મત્વ પ્રાપ્ત છે એમ જૂઠાભાઈ જાણે છે તેથી મતભેદનું વેદન જણાવી સ્વરૂપ-શ્રેણી ભણી વાળે છે. શ્રી સત્યપરાયણને આ પરમપુરૂષ ચૈતન્યમૂર્તિને મળતાં નિજ સ્વરૂપ ઉપલબ્ધિ-ચૈતન્યની પ્રાપ્તિની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ તેથી પ્રભુને પ્રશ્ન પૂછે છે - આનંદઘનજીના શબ્દમાં – શ્રી મુનિસુવ્રત પુનરાય, એક મુજ વિનતિ નિસુણો, આતમ તત્વ કયું જાણું જગતગુરૂ, એહ વિચાર મુજ કહીયો, આતમ તત્વ જાણ્યા વિણ નિર્મળ, ચિત્ત સમાધિ નવી લહીયો. મુનિ.૧ વળતું જગગુરૂ એણી પરે ભાખે, પક્ષપાત સબ ઠંડી, રાગ દ્વેષ મોહ પખ વર્જિત, આતમ શું રઢ મંડી.' મુનિ. ૨

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68