Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 40
________________ - પૂ. શ્રી જૂઠાભાઈ કહાં જાનુ કહા તેરો, કોવિદો-ને ગુનો કિયો, તાકી ખરી ખબર સો, મોકું તો હરામ હૈ; અહો અવિનાશી ઐસે, અયોગ ઉપાયો કહા, બુધ્ધિ દીની તાકે કહા, રિધ્ધિકો ના નામ હૈ // ૧૧. બોધ-સુધા કૃપાળુદેવ પ્રત્યે ગુણાનુરાગ સાથે શ્રી જૂઠાભાઈને અંગોપાંગની યોગઅવસ્થા, મીઠી વાણી અને દિવ્યરૂપ પ્રત્યે મોહિની હતી તેથી વ્યથા પામતા હતા. શરીર પર તેની અસર થતી તેના જવાબમાં કૃપાળુદેવ લખે છે – વ.૪પ “જૂઠાભાઈની સ્થિતિ વિદિત થઈ..... જો ન ચાલે તો પ્રશસ્ત રાગ રાખો....” - લી.રા.ના.પ્રણામ વ.૪૬ “ઉત્તરમાં આ સંક્ષેપ છે કે જે વાટેથી આત્મત્વ પ્રાપ્ત થાય તે વાટ શોધો.. મારાથી દૂર રહેવામાં તમારી આરોગ્યતા હાનિ પામે તેમ ન થવું જોઈએ. સર્વ આનંદમય જ થશે. અત્યારે એ જ.” - લી.રાયચંદના પ્રણામ ત્રણ જગતને તારવા સમર્થ ભગવાન ભક્તને કેવી મોટાઈ આપે છે તે આશ્ચર્ય છે. જગતનો નિયંતા પરમાત્મા ભક્તના પ્રેમને આધીન પ્રસન્ન થઈ ભક્તને પોતાનો કરી લે છે પ્રભુ આખા અઢળક ઢળી જાય છે. પ.કૃ.દેવે મોક્ષમાળાની પ્રતો અને બીજો કાંઈ જરૂરી સામાન જૂઠાભાઈ પાસે મંગાવેલ તે સ્ટેશન પર મોકલવા લખ્યું હતું, મુંબઈ જતાં લેતાં જશું પણ તે કામ જૂઠાભાઈથી ન બન્યું તેનો ખેદ જૂઠાભાઈને ઘણો થયો તેના જવાબમાં લખે છે – વ.૪૯ – ગઈકાલે સવારે તમારો પત્ર મળ્યો. કોઈપણ રીતે ખેદ કરશો નહીં. એમ થનાર હતું તો એમ થયું એ કંઈ વિશેષ કામ ન હતું.

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68