________________
પૂ. શ્રી જૂઠાભાઈ
39
૪. સં.૧૯૪પના જેઠ માસમાં ૫.કૃ.દેવ અમદાવાદ શ્રી સત્યપરાયણને ત્યાં પધાર્યા અને થોડા દિવસ રહી એટલે કે ૭ દિવસ રહી અપૂર્વ લાભ આપ્યો ત્યારે શ્રી રેવાશંકરભાઈ પણ તેમની સાથે હતા. તેનું કારણ પૂ.જૂઠાભાઈની શરીર પ્રકૃતિ નરમ હતી તે હતું.
૧૯૪૫ જેઠ સુદ-૧૦
વ.૬૫ “તમારો અતિશય આગ્રહ છે અને ન હોય તો પણ એક ધર્મનિષ્ઠ આત્માને જો કંઈ મારાથી શાંતિ થતી હોય તો એક પુન્ય સમજી આવવું જોઈએ અને જ્ઞાની દષ્ટ હશે તો હું જરૂર ગણ્યા દિવસમાં આવું છું. વિશેષ સમાગમે.”
આ પછી કૃ.દેવ જેઠ વદ છકે અમદાવાદ પધાર્યા છે. વ.૬૬ અમદાવાદથી શ્રી મનસુખરામ સૂર્યરામને પત્ર લખે છે.
૫. સં. ૧૯૪૫માં ભરૂચ પૂજ્યશ્રી જૂઠાભાઈ સત્સંગ અર્થે શ્રાવણ સુદ ૩ રવિ સં. ૧૯૪૫માં ૭ દિવસ કૃ.દેવ સાથે રહ્યા હતા. વ. ૭૧
૬. સં.૧૯૪૬માં શ્રી પ.કૃ.દેવને બે દિવસ તાર કરી બોલાવ્યા હતા.
તેથી પ.કૃ.દેવ અષાઢ સુદ આઠમની રાત્રે આવી પહોંચ્યા હતા અને એક રાત શ્રી સત્યપરાયણની સાથે એકાંતમાં રહ્યા હતા અને શુભલેશ્યાથી સત્યપરાયણને આત્મવીર્ય સ્કુરાવી અનંત સમાધિ સુખ પ્રદાન કર્યું હતું.
એ અનુપમ નાવથી પૂ.શ્રી સત્યપરાયણ સંસાર પાર ઉતર્યા. સત્સંગતકી જહાજ ગુરૂરાજ ચલાવે, બેઠે કલ્પના ત્યાજ, તાકું પાર લગાવે. – પૂ.શ્રી રત્નરાજ
નોંધ :- કલોલવાળા શ્રી કુંવરજીભાઈ કહેતા હતા કે સં.૧૯૪૪ના ચોમાસામાં રાત્રે વરસાદ વરસતો હતો ત્યારે શ્રી .પ.કૃ.દેવ ચંચળબેનના ઘેર હતા. પાસે છત્રી હતી નહીં, ઘોડાગાડી ન હતી ને શ્રી જૂઠાભાઈના ઘરના બારણા વાસેલા હતા, રાત્રે બાર વાગ્યે તેઓશ્રી વગર ભીંજાયે-કોરા કપડે-શ્રી જૂઠાભાઈના મકાનમાં પધારેલ હતા.
એક વખત કહેતા કે પ.કૃ.શ્રીના ખોળામાં માથું નાંખી શ્રી જૂઠાભાઈ રોયા હતા. તે વખતે તેઓશ્રી બોલ્યા કે ‘આ’ સ્ત્રી સ્વભાવ છે.