________________
પૂ. શ્રી જૂઠાભાઈ
૩૫
ગોપી જનના રે પ્રાણ, તે તો પ્રભુજીની પાસે, આરે રહ્યા છે તે તો, સુના શરીર. ગોપી જનના રે પ્રાણ ....
‘મિન મરે જ્યારે નવ મળે નીર.” ગોપી જનના રે પ્રાણ હવે થાકીને ભક્ત હૃય જોષીડાને બોલાવે છે. પ્રેમ ઘેલી મીરાં ગાય છે
કાગદ કોણ લઈ જાય રે, જોષીડા જોશ જુઓને કે-દાડે મળશે મુને કાન રે, જોષીડા જોશ જુઓને ૧ દુ:ખડાની મારી હું તો દૂબળી થઈ છું, પીડામાં થઈ છું પીળી પાન રે... જોષીડા પ્રીત કરીને વ્હાલે, પાંગળા કીધા, વિરહ વિધ્યા છે મારા પ્રાણ રે... જોષીડા ૩ અંતરનાદ :દિલની જે વાતો હો કુણને દાખવું જી; ક્ષણ એક આવી હો પંડે સાંભળોજી, સાહીબ સુણજો હો મારી વિનતી જી.
૯. સત્સંગ નૌકા
પૂજ્યશ્રી સત્યપરાયણને એ નૌકાવિહારનો લ્હાવો સં.૧૯૪૪ થી ૧૯૪૬ સુધીના ૩ વર્ષ મળ્યો હતો. એ નૌકા વિહારથી શ્રી રાજ ખેવૈયાની જોડાજોડ છ-સાત વખત અપૂર્વ રસલ્હાણ માણી હતી. એનો આત્મજોગ ગ્રહી જુગાજુગ જીવનાર બન્યા હતા.
૧. સં.૧૯૪૪ના ચૈત્રમાં મોક્ષમાળાના કામ માટે અમદાવાદ મુકામે શેઠ પન્નાલાલના માતુશ્રી ચંચળબેનને ઘેર ટંકશાળમાં બે-અઢી મહીના કૃપાળુદેવ રહ્યા હતા ત્યારે પૂ.શ્રી જૂઠાભાઈને વધુ વખત મળવાનું થયું હતું અને તે અરસામાં પૂ.શ્રી જૂઠાભાઈ – શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડે કુ.દેવે અવધાન કર્યા તે જોવા ગયા હતા.