Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 33
________________ પૂ. શ્રી જૂઠાભાઈ ૧૪. સુજ્ઞ જૂઠાભાઈ સં. ૧૯૪૬ - મુંબઈ - મહા તમારૂં શુભ પત્ર આઠેક દિવસ પહેલાં પ્રાપ્ત થયું હતું. મોક્ષમાળાની પેટી પણ મળી છે. બાહ્ય ઉપાધિને લીધે પહોંચ લખી શકાઈ નહોતી. તમારી આરોગ્યતા લખશો. ખંભાતવાળા ભાઈઓ હોય તો પ્રણામ કહેશો, નહીં તો પત્ર લખતા હો'તો પ્રણામ લખશો.... નિગ્રંથ ગુરૂને સેવો. ત્વરાથી ઉત્તર. લી.રા.ના.પ્રણામ ૧૫. સને ૧૮૮૯ સં.૧૯૪૬ ફા.વદ ૧૨ સોમ. મુંબઈ ચિ. “તાર મળ્યો (સાયંકાળે) ઘણો જ પરતંત્ર છઉં. અતિશય જરૂર લાગે અને ન ચાલે એમ જ હોય તો જણાવો એટલે ગમે તેમ કરી એક રાત આવી જઉં.' - રાયચંદના પ્રણામ પૂ.જૂઠાભાઈને સંસારના બંધન બંધનરૂપ વેદાય છે. એ અલખ દેશના પંખી શ્રીરાજ ચરણમાં મુક્ત વિહારી બનવા ઈચ્છે છે. તે દિવસની રાહ જુએ છે પણ પૂર્તિત કર્મોદયે વિરહ વેઠવો પડે છે. વ્યવહારની પ્રતિકૂળતાથી કૃદેવના પત્રો પણ તેમને મળતા નથી. સમય વીત્યો જાય છે. એ પરતંત્રતા જોઈ જતી નથી, સહી જતી નથી. તેથી પરમસ્નેહીને ઓલંભા દે છે. વીતરાગ શું રે રાગ તે એક પખો કીજે કવણ પ્રકારોજી, હોડી હોડે રે બિહુ રસ રીઝથી મનના મનોરથ સીઝેજી. - ધરજો ધર્મ સનેહ ૮. વિરહી ચાતક પૂજ્યશ્રી જૂઠાભાઈનું જીવન વિરહી ચાતક જેવું હતું. “પિયુ પિયુ કરી તુમને જપું રે, હું ચાતક તુમે મેહ” એવી રીતે કૃપાળુદેવને યાદ કરતા હતા. “અણદીઠે અલજો ઘણો, દીઠે તે તૃપ્તિ ન હોય” એવા શબ્દોમાં એના વિરહની ઝાંખી થાય છે. તેની તીવ્ર આકાંક્ષા પ્રભુ સાથે જ રહેવાની હતી તે એવી કે પરમાત્માની અલખ લીલાને ભજવાની. તે હરીરસ અખંડપણે આસ્વાદવાની,

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68