________________
પૂ. શ્રી જૂઠાભાઈ
૧૯
-6
૪. વિદ્યાભ્યાસ
તેમનો ગુજરાતી અભ્યાસ પાંચ ધોરણ અને અંગ્રેજી ચાર ધોરણ | સુધીનો હતો. ત્યારનું શિક્ષણનું ધોરણ ઊંચું એટલે ઈંગ્લીશમાં વાતચીત કરી શકે. સાત વર્ષની ઉંમરથી ચૌદ વર્ષની ઉંમર સુધી અભ્યાસ કર્યો. તેઓ વયમાં પ.કૃ.દેવથી એક વર્ષ મોટા હતા. તેમનો જન્મ સ્થાનકવાસી જૈન વણિક કુળમાં થયો હતો. પરંતુ તેમનું નાની વયથી લક્ષ ભક્તિ ઉપાસનામાં હતું. પરમાત્માની ભક્તિના સંસ્કાર સાથે લઈને આવ્યા હતા. તેથી મતભેદના દૂરાગ્રહથી તેઓ દૂર રહેતા. રૂઢી ધર્મને આગ્રહરૂપે ગ્રહણ કર્યો ન હતો. માત્ર સ્વયં સ્કૂરણાથી સત-ચિત-આનંદ સ્વરૂપ પરમાત્માની ભક્તિ જ તેમને પ્રિય હતી, સહજ સ્વભાવરૂપ હતી, તેથી તેમના જ ઘરમાં સાથે રહેલા તેમની સમાન વયના એક વૈષ્ણવધર્મના બંધુની સાથે તેમને ધર્મબંધુ તરીકેની મૈત્રી થઈ અને તેના પરિણામે વૈષ્ણવ સંપ્રદાયના ઈષ્ટદેવની (રામની) ભજન મંડળીમાં જતા અને ભજન ગાતા. આ પ્રસંગ સગાઓથી ગુપ્ત રાખતા. શિયાળામાં પણ ઠંડા પાણીમાં સ્નાન કરતા. મોડી રાત સુધી જાગવાથી તબિયત બગડી. શરદી, તાવ લાગુ પડ્યો, કુટુંબિઓને ખબર પડી એટલે ઠપકો આપ્યો અને આપણા જૈન ધર્મમાં ઘણું સારું જાણવાનું છે, જૈન ધર્મ ઊંચો છે, તેના જેવો દયાપૂર્ણ ધર્મ એકેય નથી એમ સત્ય સમજાવીને ત્યાંથી પાછા વાળ્યા અને તે સમયના વિદ્વાન ગણાતા આર્યાજી દિવાળીબાઈ મહાસતીજીના પ્રસંગમાં છીપા પોળના ઉપાશ્રયે જતા આવતા કર્યા. પણ તેથી જૂઠાભાઈનું દિલ કુળધર્મમાં ભાવથી ક્યાંય લાગ્યું નહીં. જેમ પૂ.શ્રી.મોહનવિજયજી મ.સાહેબે સ્તવનમાં જણાવ્યું છે કે, “દેવ ઘણાં દુનિયા માંય છે, પણ દિલ મેળો નહિ થાય’ સાહીબા.” પિતાજીએ ત્રણે પુત્રોને ભણાવી ગણાવી ધંધે ચઢાવ્યા અને પરલોક સિધાવ્યા. કૃપાળુદેવ તેમના ઘેર સં.૧૯૪૩માં પધાર્યા ત્યારે તેમના પિતાશ્રી હયાત નહીં. પિતાજીને કાપડનો ધંધો હતો. માણેકચોકમાં તેમની પેઢી હતી. પૈસા પાત્ર અને સુખી કુટુંબના એ પુણ્યવંતા નબીરા હતા. મોટાભાઈ જેસીંગભાઈ શેઠ વહીવટી કામ સઘળું સંભાળતા. સત્યપરાયણ તો