Book Title: Param Mumukshu Juthabhai
Author(s): Subodhak Pustakshala Trust Mandal
Publisher: Subodhak Pustakshala Trust Mandal

View full book text
Previous | Next

Page 21
________________ ૨ ) પૂ. શ્રી જૂઠાભાઈ મોકળા મનથી ઉદાસીન રહી સત્ય સાધનામાં ગરકાવ રહેતા. પેઢીએ જતાબેસતા પણ તેમને સંસારના કાર્યોનો કે જુવાનીનો રંગ ચઢ્યો ન હતો, એટલે પૈસાની કે જીવનની કશી ચિંતા ન રાખતા. પરભવ સુધરે અને આ જીવનું ભવરણમાં આવન-જાવન કેમ મટે ? એવી ચિંતાથી ચિંતિત રહેતા. આ ભવે જ આ દેહે જ આત્મહિત કરી લેવું, ગમે તે ભોગે, એવો એમનો નિશ્ચય હતો. જે ઊગતી જુવાનીમાં રંગરાગ સૂઝે તેને બદલે તે વયમાં તત્ત્વની ઝંખના જાગ્રત થઈ હતી. ૫. ગૃહસ્થાશ્રમ પ્રવેશ સંવત ૧૯૩૯ આસપાસ પંદર કે સોળમે વરસે કલોલના સ્વધર્મી મગનલાલભાઈના સુપુત્રી ઉગરીબહેન સાથે વડીલે સગપણ કર્યું હતું. વિરક્ત હૃદય હોવાથી પરણવા માટે પરાણે ઘોડા પર બેસાડ્યા હતા એમ સાંભળ્યું છે. શૃંગાર રસના ઉપેક્ષિત અને વૈરાગ્ય રંગથી તેઓ શોભિત હતા, એટલે ગૃહસ્થાશ્રમમાં તેમનું ચિત્ત ચોંટતું નહીં. તેઓ તો બાહ્યભાવે વર્તતા અને નિર્લેપ રહેતા. ઉગરીબહેન પણ પૂર્વભવથી ભક્તિના સંસ્કાર સાથે લઈને આવ્યા હતાં, જેથી શ્રી જૂઠાભાઈને અનુકૂળ રહેતા. વ્રત નિયમ પાળતા. દયા-દાનની રૂડી ભાવના બંનેને હતી. ખાન-પાનના શોખ અને શ્રીમંત છતાં વૈભવ વિલાસની વૃત્તિ વિલય પામી હતી. સંવત ૧૯૪૫માં છીપા પોળના ઘરે કૃપાળુદેવ પધાર્યા ત્યારે પુણ્યાત્મા ઉગરીબહેન પણ હાજર હતાં. લગ્ન જીવનને પાંચ વર્ષ થયાં હતાં. કૃપાળુદેવના પરિચયમાં આવતાં પ.કૃ.દેવની અભુત જ્ઞાનચર્યા તેમના જોવામાં આવી, તેમનાથી પ્રભાવિત થયાં અને ત્યારથી જ કોઈ સત્પરૂષના અનુગ્રહથી કૃપાળુદેવના આશ્રિત થઈ ગયાં હતાં. તેમની વાણીથી તેઓ ભક્તિ રંગમાં રંગાયા. પહેલાંના જમાનામાં બહેનોથી બહાર પડાતું ન હતું એટલે ઉગરીબહેને કૃ. દેવને અંતરંગમાં સદ્દગુરૂ તરીકે ધાર્યા હતા. જૂઠાભાઈના સ્વર્ગવાસ બાદ ઉગરીબહેન કૃપાળુદેવને ધર્મ પત્ર પણ લખતા. તેમાંના એક પત્રનો જવાબ પ.કૃ.દેવશ્રીએ વચનામૃત ૨૬૨માં

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68