Book Title: Pap Punya Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 5
________________ પાપ-પુણ્ય પાપ-પુણ્ય પાપ-પુણ્યતી ત મળે ક્યાંય આવી વ્યાખ્યા ! પ્રશ્નકર્તા : પાપ અને પુણ્ય એ વળી શું છે ? દાદાશ્રી : પાપ અને પુણ્યનો અર્થ શો ? શું કરીએ તો પુણ્ય થાય ? પુણ્ય-પાપનું ઉત્પાદન ક્યાંથી છે ? ત્યારે કહે, ‘આ જગત જેમ છે તેમ જાણ્યું નથી લોકોએ, એટલે પોતાને ફાવે એમ વર્તે છે. એટલે કોઈ જીવને મારે છે, કોઈને દુઃખ દે છે, કોઈને ત્રાસ આપે છે.’ કોઈ પણ જીવમાત્રને કંઈ પણ ત્રાસ આપવો કે દુ:ખ આપવું એનાથી પાપ બંધાય. કારણ કે ગોડ ઈઝ ઈન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઈન્વિઝિબલ. (આંખે દેખાય એવા કે ના દેખાય એવા, દરેક જીવ માત્રમાં ભગવાન છે.) આ જગતનાં લોકો, દરેક જીવમાત્ર એ ભગવાન સ્વરૂપ જ છે. આ ઝાડ છે, એમાંય જીવ છે. હવે આમ લોકો મોઢે બોલે ખરાં કે બધામાં ભગવાન છે, પણ ખરેખર એની શ્રદ્ધામાં નથી. એટલે ઝાડને કાપે, એમ ને એમ અમથા તોડ તોડ કરે, એટલે બધું નુકસાન કરે છે. જીવમાત્રને કંઈ પણ નુકસાન દેવું, એનાથી પાપ બંધાય છે અને કોઈ પણ જીવને કંઈ પણ સુખ આપવું, એનાથી પુણ્ય બંધાય છે. તમે બગીચામાં પાણી છાંટો છો તો જીવોને સુખ પડે કે દુઃખ ? એ સુખ આપો એનાથી પુણ્ય બંધાય છે. બસ, આટલું જ સમજવાનું છે. આખા જગતના જે ધર્મો છે, એને સરવૈયારૂપે કહેવું હોય તો એક જ વાત સમજાવી દઈએ બધાને, કે જો તમારે સુખ જોઈતું હોય તો આ બીજા જીવોને સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે અનુકૂળ આવે તે કરો, આનું નામ પુણ્ય અને પાપ. સુખ જોઈતું હોય તો સુખ આપો, તેથી ક્રેડિટ બંધાશે અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો તો ડેબિટ બંધાશે. એનું ફળ તમારે ચાખવું પડશે. સારું-ખોટું. પાપ-પુણ્યતા આધારે ! કોઈ ફેરા સંજોગો સારા આવે છે ખરાં કે ? પ્રશ્નકર્તા: સારા ય આવે છે. દાદાશ્રી : એ ખરાબ ને સારા સંજોગોને કોણ મોકલતું હશે ? આપણાં જ પુણ્ય ને પાપના આધારે સંજોગો ભેગા થાય છે. એવું છે, આ દુનિયાને કોઈ ચલાવનારો નથી. જો કોઈ ચલાવનાર હોત તો પાપપુણ્યની જરૂર નથી. પ્રશ્નકર્તા: આ જગતને ચલાવનારા કોણ ? દાદાશ્રી : પુણ્ય ને પાપનું પરિણામ. પુણ્ય ને પાપનાં પરિણામથી આ જગત ચાલી રહ્યું છે. કોઈ ભગવાન ચલાવતા નથી. કોઈ આમાં હાથ ઘાલતો નથી. પુણ્ય પ્રાપ્તિતાં પગથિયાં ! પ્રશ્નકર્તા: હવે પુણ્યો અનેક જાતનાં છે તો કઈ કઈ જાતનાં કાર્યો કરીએ તો પુણ્ય કહેવાય અને પાપ કહેવાય ?! દાદાશ્રી : જીવમાત્રને સુખ આપવું તેમાં ફર્સ્ટ પ્રેફરન્સ (પ્રથમ મહત્ત્વતા) મનુષ્યો. એ મનુષ્યનું પરવારી ગયાં એટલે પછી બીજા પ્રેફરન્સમાં પાંચ ઇન્દ્રિય જીવો. ત્રીજા પ્રેફરન્સમાં ચાર ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, એક ઇન્દ્રિય એવી રીતે એમને સુખ આપવું, એનાથી જ પુણ્ય થાય છે અને એને દુ:ખ આપવું, એનાથી પાપ થાય છે. પ્રશ્નકર્તા : ભૌતિક સુખો મળે છે, તેમણે કઈ જાતનાં કર્મો કર્યા હોય તો તે મળે ?Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40