Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 26
________________ પાપ-પુણ્ય ૪૩ ૪૪ પાપ-પુણ્ય કુસંગથી પાપ પેસે ! આ દુનિયામાં મોટામાં મોટો પુણ્યશાળી કોણ? જેને કુસંગ ના અડે. જેને પાપ કરતાં બીક લાગે છે, એ મોટું જ્ઞાન કહેવાય ! કુસંગથી પાપ પેસે અને પછી પાપ કૈડે. આ નવરો પડે ને કોઈ કુસંગ મળી જાય, તે પછી કુસંગથી કૂથલી વધે અને કૂથલીના ડાઘા પડી જાય. આ બધાં દુઃખો છે તે એનાં જ છે. આપણને કોઈનુંય બોલવાનો અધિકાર શો છે ? આપણે આપણું જોવાનું. કોઈ દુ:ખી હોય કે સુખી, પણ આપણને એની સાથે શી લેવાદેવા ? આ તો રાજા હોય તો ય તેની કૂથલી કરે. પોતાને કશું જ લાગે-વળગે નહીં એવી પારકી વાત ! ઉપરથી વૈષ અને ઈર્ષા અને તેનાં જ દુઃખો છે. ભગવાન શું કહે છે કે વીતરાગ થઈ જા. તું છે જ વીતરાગ, આ રાગ-દ્વેષ શાને માટે ? તું નામમાં પડીશ તો રાગ-દ્વેષ છેને ? અને અનામી થઈ જઈશ તો વીતરાગ થઈ ગયો ! સઉિપયોગ, આત્માર્થે જ... એવું છે કે, આ પુર્વે જાગી છે તે ખાવા-પીવાનું ઘેર બેઠાં મળે છે એટલે આ બધું ટી.વી. જોવાનું છે, નહીં તો ખાવા-પીવાનું ઠેકાણું ના હોય તો આખો દહાડો મહેનત કરવા જાય કે ટી.વી જુએ ? એટલે આ પુણ્યનો દુરુઉપયોગ કરે છે. આ પુણ્યનો સદ્ધપયોગ તો એવો કરવો જોઈએ કે ટાઈમ છે તે આત્મા માટે કાઢવો જોઈએ. છતાં ટી.વી. ના જ જોવો એવો આગ્રહ નહીં, થોડીવાર જોઈએ ખરું, પણ એમાંથી રસ કાઢી નાખવો બધો કે ખોટું છે, આ જોઈએ છીએ તે. પોપકારથી બંધાય પુણ્ય ! પ્રશ્નકર્તા : પુણ્ય કેવી રીતે સુધરે ? દાદાશ્રી : જે આવે તેને “આવ ભઈ, બેસ.' તેની આસના-વાસના કરીએ. આપણી પાસે ચા હોય તો ચા ને નહીં તો જે હોય તે, ઢેબરું કકડો હોય તો તે આપીએ. પૂછીએ કે, ‘ભાઈ, ઢેબરું થોડું લેશો?’ આવો પ્રેમથી વ્યવહાર કરીએ એટલે પુર્વે બધી ભેગી થાય. પારકા સારુ કરવું, એનું નામ પુણ્ય. ઘરનાં છોકરાં માટે તો સહુ કોઈ કરે. પ્રશ્નકર્તા : પુણ્યની વૃદ્ધિ થાય એટલા માટે શું કરવું ? દાદાશ્રી : આખો દહાડો લોકો પર ઉપકાર કર કર કરવા. આ મનોયોગ, વાણીયોગ અને દેહયોગ લોકોને માટે વાપરવા, એનું નામ પુણ્ય. પુણ્ય-પાપ, પતિ-પત્ની વચ્ચે... પ્રશ્નકર્તા : પતિ-પત્ની બન્ને લગભગ આખો વખત સાથે ને સાથે હોય છે, એમનો વ્યવહાર તો કે એમના બન્નેના કર્મો પણ જોઈન્ટ બંધાય છે, તો એનાં ફળ એમને કેવી રીતે ભોગવવાના હોય છે ? દાદાશ્રી : ફળ તો તમારો ભાવ જેવો હોય એવું તમે ફળ ભોગવો અને એમના ભાવ હોય તેવું એને ફળ ભોગવવાનું છે. પ્રશ્નકર્તા : એવું બને ખરું કે પત્નીના પુણ્યથી પુરુષનું ચાલતું હોય ? કહે છે ને બૈરીના પુણ્યથી આ લક્ષ્મી છે કે ઘરમાં બધું સારું છે, એવું બને ખરું ? દાદાશ્રી : એ તો આપણા લોકોએ, એક કોઈક માણસ બૈરીને બહુ મારતો હતોને, તો તેને સમજણ પાડી કે મૂઆ, આ તારી બૈરીનું નસીબ તો જો, શું કામ માર મારે છે. એનાં પુણ્યનું તો તું ખઉં છું. ત્યાર પછી વાત ચાલુ થઈ ગઈ. બધા જીવમાત્ર પોતાના પુણ્યનું જ ખાય છે. સહુ સહુના પોતાના પુણ્યનું જ બધું ભોગવે છે. કોઈને કશું લેવા-દેવા ય નથી પાછી. એક કિંચિત્ વાળ પૂરતી ય ભાંજગડ નથી. પ્રશ્નકર્તા : આમ દાન કરે, કોઈ શુભ કર્મ કરે, દાખલા તરીકે પુરુષ દાન કરે, સ્ત્રી એમાં સહમત હોય. તેનો સહકાર હોય, તો બન્નેને ફળ મળે ! દાદાશ્રી : પુરુષ એટલે કરનાર અને સહકાર હોય એટલે કર્તા પ્રત્યે અનુમોદનાર. કરનાર, કરાવનાર અને કર્તા પ્રત્યે અનુમોદનાર, કોઈએ તમને કહ્યું હોય કે આ કરજો, કરવા જેવું છે, એ કરાવનાર કહેવાય. તમે કરનાર કહેવાઓ અને સ્ત્રી વાંધો ના ઉઠાવે એ કર્તા પ્રત્યે

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40