Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 34
________________ પાપ-પુણ્ય ૫૯ ૬૦ પાપ-પુણ્ય જાણું છું પણ અધર્મથી નિવૃત્તિ થતી નથી અને ધર્મમાં પ્રવૃત્તિ થતી નથી. પ્રશ્નકર્તા : એ શાથી નથી થતી ? દાદાશ્રી : એ અધર્મને એણે જાણ્યો જ નથી. પહેલું જાણવું જોઈએ કે “કોણ છું ?” આ બધું શેના માટે છે ? શાથી આ ભાઈ મને ફેણ માંડે છે ને મને બીજા ભાઈ કેમ ના મળ્યા ? આ રોજ ગાળો ભાંડે એવા ભાઈ કેમ મળ્યા ? પેલાને બહુ સારા ભાઈ મળ્યા છે. એ બધું કારણ શું છે આની પાછળ ? એવું બધું સમજવું ના પડે ? પ્રશ્નકર્તા : એ કેવી રીતે સમજવું ? દાદાશ્રી : એ પૂર્વજન્મના કર્મના આપણા હિસાબ છે, કોઈ ભગવાને આમાં હાથ ઘાલ્યો નથી. આ તો સહુ સહુના કર્મના હિસાબથી બધાં નફા-ખોટ છે. એમાં અહંકાર કરે છે તેથી નર્યા પાપ-પુણ્ય બંધાય છે. તે ફરી ભોગવવા જવું પડે છે. તે આ ગતિઓમાં ભટકવું પડે છે. જેલો છે બધી. એ જેલો ભોગવીને આવતાં રહે છે ને પાછો હતો તેનો તે. ફરી પાછો અહંકાર ના કરે તો છુટકારો થાય. એટલે મોક્ષે જવું હોય તો છૂટકારો મેળવી લે. એમાં ‘હું કોણ છું' તપાસ કરે ને એ જાણે તો છૂટકારો થાય. નફા-નુકસાતતો આધાર ? પાંચ ઇન્દ્રિયોથી જે જે અનુભવમાં આવે છે તે બધું જ ‘ડિસ્ચાર્જ) છે. આ તો પુણ્યના આધારે પોતાના ધાર્યા પ્રમાણે થાય ત્યારે અહંકાર કરે છે કે “મેં કર્યું ને પછી પાપનો ઉદય થાય ત્યારે ખોટ જાય ત્યારે ‘ભગવાને ઘાલી’ કહે ! નહીં તો કહે, કે મારા ગ્રહો રાશી છે !!! અને કમાણી એ તો સહજ કમાણી છે. માણસ કોઈ કમાઈ શકે નહીં. જો મહેનતથી કમાતા હોય તો મજૂરો જ કમાય ! આ તો તમારું પુણ્ય કમાય છે અને પોતે અહંકાર લે છે, ‘હું કમાયો, હું કમાયો.” એ દસ લાખ કમાય ત્યાં સુધી આમ છાતી કાઢીને ફર ફર કરે ને પાંચ લાખની ખોટ ગઈ, ત્યારે આપણે કહીએ, શેઠ કેમ આમ ?” ત્યારે કહે, ભગવાન રૂઠયો છે. જો એને કોઈ જડતું યે નથી પાછું. બીજો કોઈ જડતો નથી. ભગવાનને જ બિચારાને માથે ઘાલે છે. તમારી ધારણા પ્રમાણે જ થાય એ પુણ્યનું ફળ અને ધારણા, ધાર્યાથી અવળું થાય એ બધું પાપનું ફળ. પોતાની ધારણા ચાલે એવી જ નથી આ જગતમાં. આપણા ધાર્યા પ્રમાણે ફળ આવે તે પુણ્યનું પ્રારબ્ધ છે, ધાર્યા પ્રમાણે ના આવે તો પાપનું પ્રારબ્ધ છે. અહંકારથી બંધાય પુણ્ય-પાપ ! પ્રશ્નકર્તા : જો મને અહંકાર પણ ના હોય અને મમતા પણ ના હોય, અગર તો બેમાંથી એક વસ્તુ ના હોય તો હું કયું કર્મ કરું ? દાદાશ્રી : અહંકાર છે તો પાપ ને પુણ્ય હોય. અહંકાર ગયો એટલે પાપ-પુણ્ય ગયાં અને અહંકાર લોકો ઓછો કરે છેને, તેનું ફળ ભૌતિક સુખ આવે. અહંકાર ઓછો કર્યો તે કર્મ બંધાયું. તેનું ફળ ભૌતિક સુખ આવે. અહંકાર વધારે કર્યો તેનું કર્મ બંધાય, તે ભૌતિક દુઃખ આવે. અહંકાર ઓછો કરવાથી કંઈ અહંકાર જાય નહીં, પણ તે ભૌતિક સુખ આપનારું છે. જયાં જ્ઞાની હોય તો જ અહંકાર જાય, નહીં તો અહંકાર જાય નહીં. અમુક હદ સુધી જ ઘટી શકે અહંકાર, તેને સંસારમાં અડચણ ના પડે. મહાવીર ભગવાનની આજ્ઞામાં રહે, તો અમુક હદ સુધી અહંકાર ઘટી શકે ખરો પણ નોર્મલ રહે. નોર્મલ અહંકાર રહે ત્યાં સંસારમાં ક્લેશ ના થાય. ઘરમાં સહેજે ય ક્લેશ કે અંતર ક્લેશ એવું ના થાય. એવું હજુ ય આપણા ક્રમિકમાર્ગમાં છે. એટલું પણ તે ય કો'કને હશે. થોડા માણસને ક્લેશ ના થાય, અંતરમાં ક્લેશ ના થાય. પણ તે ય અહંકાર, મોક્ષ કરવા માટે કાઢવો પડશે. અને એ અહંકાર જાય અને ‘હું જે છું એ રીયલાઈઝ (ભાન) થાય તો થઈ રહ્યું. પછી કર્મ બંધાય નહીં. પછી જજ હોય તો ય કર્મ ના બંધાય. દાનેશ્વરી હોય તો ય કર્મ ના બંધાય. સાધુ હોય તો ય કર્મ ના બંધાય અને કસાઈ હોય તો ય કર્મ ના બંધાય. શું કહ્યું મેં ? કેમ ચમક્યા ? કસાઈ કહ્યો તેથી ? કસાઈને પૂછો ને તો એ કહે, સાહેબ મારા બાપ-દાદાથી ચાલુ આવેલો વેપાર છે ! પ્રશ્નકર્તા : અહંકાર કરતો હોય તો જ પુણ્ય શબ્દ વપરાય અને

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40