Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 38
________________ પાપ-પુણ્ય પાપ-પુણ્ય હશે, એનું જાગશે જ. અક્રમ માર્ગની લોટરી વિજેતા...... જ્યારે આ પુણ્યાનુબંધી પુણ્યશાળીઓ માટે આવો માર્ગ નીકળે છેને ! પ્રત્યક્ષ વગર કાંઈ વળે નહીં. ‘વીતરાગ વિજ્ઞાન’ પ્રત્યક્ષ સિવાય કામ લાગે તેવું નથી અને આ તો “અક્રમ વિજ્ઞાન’ તેમાં તો કેશ ડિપાર્ટમેન્ટ, કેશ બેન્ક અને ક્રમિકમાં તો ત્યાગ કરે પણ કેશ ફળ ના આવે અને આ તો કેશ ફળ ! આવું જ્ઞાન આ સાડા ત્રણ અબજની વસતીમાં કોને ના જોઈએ ? બધાને જોઈએ. પણ આ જ્ઞાન બધાને માટે ના હોય. એ તો મહા પુણ્યશાળીઓ માટે છે. આ ‘અક્રમ જ્ઞાન’ ઊભું થયું, એમાં લોકોની કંઈ પુણ્ય હશેને ! એક ફક્ત ભગવાન ઉપર આશરાવાળા રઝળતા-ભટકતા ભક્તો માટે અને જેમની પુર્યો હશે ને તેમને માટે ‘આ’ માર્ગ નીકળ્યો છે. આ તો બહુ પુણ્યશાળી માટે છે અને અહીં સહેજા સહેજ આવી પડે ને સાચી ભાવનાથી માગણી કરે તેને આપી દઈએ. પણ લોકોને આના માટે કંઈ કહેવા જવાનું નથી હોતું. આ ‘દાદા'ની અને તેમના મહાત્માઓની હવાથી જ જગત કલ્યાણ થઈ જશે. હું નિમિત્ત છું, કર્તા નથી. અહીં જેને ભાવના થઈ ને ‘દાદા'નાં દર્શન કર્યા તો એ દર્શન ઠેઠને પહોંચે છે. ‘દાદા’ એ આ દેહના નિકટના પાડોશીની માફક રહે છે ને આ બોલે છે એ રેકર્ડ છે. આ ‘અક્રમ જ્ઞાન’ તો અમુક જ બહુ પુણ્યશાળી હશે તેને માટે છે, અહીં તો ‘સહજાસહેજ' જે આવી ચઢે અને એનો પુણ્યનો પાસપોર્ટ લઈ આવે, તેને અમે જ્ઞાન આપી દઈએ. ‘દાદાની કૃપા મેળવી ગયો તેનું કામ થઈ ગયું ! અહીં આવેલા માણસો બધા પુણ્ય કેવી સરસ લાવ્યા છે ! ‘દાદાની લિફટમાં બેસીને મોક્ષે જવાનું. કોટિ જન્મોની પચ્ચે ભેગી થાય ત્યારે તો ‘દાદા’ ભેગા થાય ! ને એ પછી ગમે તેવું ડિપ્રેશન હશે એ જતું રહેશે. બધી રીતે ફસાયેલા માટે ‘આ’ સ્થાન છે. આપણે અહીં તો ક્રોનિક રોગ મટેલા. આપણે ત્યાં તો બસો-ત્રણસો માણસો ભેગું થયું. બનતાં સુધી છેલ્લા સ્ટેશનની ટિકિટ કોણ કઢાવે ? એ ઓછા હોય ને વચલાં સ્ટેશનની ટિકિટો તો બધા કઢાવે. એટલે એક જણ મને કહે કે, “આવું કેમ ?” ત્યારે મેં કહ્યું, આખી દુનિયામાં અબજોપતિના નામ ગણવા જઈએ તો કેટલાં થાય ? ત્યારે કહે, ‘એ તો બહુ થોડા થાય.” મેં કહ્યું, અને સામાન્ય માણસો ?” ત્યારે કહે, ‘એ તો ઘણાં.’ ત્યારે આ જે ધર્મમાં મહા પુણ્યશાળી હોય તે અમને ભેગા થાય અને પૈસાના પુણ્યશાળી હોય, એ તો અબજોપતિ હોય. અને અબજોપતિ કરતાં ય ઊંચી પુર્વે આ તો ! એ તો બહુ જૂજ હોય. પુણ્યાનુબંધી પુણ્ય ‘જ્ઞાની પુરુષ'નો ભેટો કરાવી આપે ! હવે એ પુણ્યાનુબંધી પુણ્ય કોનું નામ કહેવાય ? કે જેને દાદા ભગવાન ભેગા થાય. કરોડો અવતારે ભેગા ના થાય એવા ‘દાદા', તે આ એક કલાકમાં આપણને મોક્ષ આપે. મોક્ષનું સુખ ચખાડે, અનુભૂતિ કરાવડાવે, એ કો'ક ફેરો દાદા ભગવાન ભેગા થાય, મને હઉ ભેગા થયા અને તેમનેય ભેગા થયા, જુઓને ! પ્રશ્નકર્તા: અમે ક્યાં કંઈ કમાઈને લાવ્યા છીએ ? આ તો આપની કૃપા છે. દાદાશ્રી : પુણ્ય એટલે શું કે તમે મને ભેગા થયા એ કોઈક તમારી પાસે હિસાબ હતો તેના આધારે ! નહીં તો મને ભેગા થવું એ બહુ મુશ્કેલ છે. એટલે ભેગા થવું એ તમારી પુણ્ય છે એક જાતની અને ભેગું થયા પછી વળે-ટકે, તો બહુ ઊંચી વાત છે. પુર્વે સાથે ખપે કષાય મંદતા ! પ્રશ્નકર્તા : સમકિત માટેનો પ્રયત્ન જરૂરી નથી ? દાદાશ્રી : નહીં, પ્રયત્ન તો એની મેળે, સહજ પ્રયત્ન હોવો જોઈએ. આ તો ખેતરાં ખેડે છે આ લોકો. એટલે આવતો ભવ ફળ લેવા માટે. સમકિતમાં ફળ રહિતનું હોવું જોઈએ. આ તો જપ-તપ બધું જે જે કરે છે ને, તેનું પુણ્ય બંધાય છે અને તેનું ફળ મળે છે. પ્રશ્નકર્તા: એનું કંઈ પણ ફળ મળે તો એ સમકિત રૂપે જ મળવું વિશ્વમાં અબજોપતિ કેટલા ? એક મહારાજ ત્યાં આવ્યા હતા ત્યાં લાખો માણસ ભેગા થયા. ત્યારે

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40