Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 39
________________ પાપ-પુણ્ય ૬૯ પાપ-પુણ્ય જોઈએ ને ? દાદાશ્રી : ના, ના. સમકિતને ને આને લેવા-દેવા નથી. એ ભૌતિક ફળો મળે બધા. દેવગતિ મળે, સમકિતની તો જુદી વસ્તુ છે. એ ત્રણ કાયદા પુણ્યાનુબંધી પુણ્વતા ! સમકિત પ્રાપ્તિ માટે પુણ્યાનુબંધી પુણ્ય જોઈએ. મોહ છે તે તૂટવો જોઈએ, ક્રોધ-માન-માયા-લોભ ઘટવાં જોઈએ. તો એ સમકિત ભણી જાય. નહીં તો પછી સમકિત થાય જ કેવી રીતે ? આ લોકોને તો ક્રોધમાન-માયા-લોભ વધે એવી ક્રિયાઓ છે બધી. પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ કેવી રીતે ઘટે અને પુણ્યાનુબંધી પુણ્ય કેવી રીતે બંધાય ? દાદાશ્રી : આપણે મોક્ષમાં જવાની જ એકલી ઇચ્છા હોવી જોઈએ અને એ ઈચ્છાર્થે જે જે કરવામાં આવે છે તે ક્રિયા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે કારણ કે હેતુ મોક્ષનો છેને માટે. પછી પોતાની પાસે આવ્યું હોય તે પારકાને માટે ભેલાડે ! એનું નામ જીવતાં આવડ્યું કહેવાય. ગાંડપણથી નહીં, ડહાપણથી ભેલાડે. ગાંડપણથી દારુ-બારુ પીતો હોય. એમાં ભલીવાર જ ના આવે. કોઈ દહાડો વ્યસન હોય નહીં ને પારકાને માટે ભેલાડે, એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. એથી આગળ પુણ્યાનુબંધી પુણ્ય કયું ? દરેક ક્રિયામાં બદલાની ઇચ્છા ના રાખે, સામાને સુખ આપતી વખતે કોઈ પણ જાતના બદલાની ઇચ્છા ના રાખે, એનું નામ પુણ્યાનુબંધી પુણ્ય ! જ્ઞાત જ છોડાવે ભટકામણમાંથી ! લોકોએ જાણેલું એ લૌકિક જ્ઞાન છે. સાચું જ્ઞાન તો વાસ્તવિક હોય અને વાસ્તવિક જ્ઞાન હોય તે કોઈ જાતનો અજંપો ના થવા દે. એ મહીં કોઈ જાતનું પઝલ ઊભું ના થવા દે. આ ભ્રાંતિજ્ઞાનથી તો નર્યા પઝલ જ ઊભાં થયા કરે અને એ પઝલ પાછું સોલ્વ થાય નહીં. વાત સાચી છે, પણ એ સમજ પડવી જોઈએ ને ! એટલે ગેડ પડ્યા વગર કોઈ દહાડો ય ઉકેલ ના આવે. ગેડ બેસાડવી પડે. ગેડ બેસવા માટે પાપો ધોવાં પડે. પાપ ધોવાય નહીં ત્યાં સુધી ઠેકાણે આવે નહીં. આ બધાં પાપો જ ગૂંચવે છે. પાપરૂપી અને પુણ્યરૂપી ફાચર છે વચ્ચે, એ જ માણસને ગૂંચવે છે ને ! અનંત અવતારથી ભટક ભટક કરીને આ ભૌતિકની જ પાછળ પડ્યા છીએ. આ ભૌતિકમાં અંતરશાંતિ થાય નહીં. રૂપિયાની પથારી પાથરીએ તો કઈ ઊંઘ આવે ? આ તો પોતાની બધી અનંત શક્તિઓ વેડફાઈ ગઈ ! જ્ઞાની પુરુષો પાપો ધોઈ નાખે. કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે, જ્ઞાની પુરુષ પાપનો ગોટો વાળીને નાશ કરી નાખે છે. એ પાપ નાશ થાય ત્યારે આત્મા પ્રગટ થાય, નહીં તો આત્મા પ્રગટ થાય નહીં કોઈ વાતે. પોતે શી રીતે પાપને નાશ કરી શકે ? પુણ્ય બાંધી શકે ખરો નવું, પણ જૂનાં પાપને નાશ ન કરી શકે. જ્ઞાની પુરુષનું જ્ઞાન એ જ પાપને નાશ કરી નાખે. બાકી, પુણ્ય અને પાપ, પાપ અને પુણ્ય એના અનુબંધમાં જ મનુષ્યો માત્ર ભટક્યા કરે છે. તેને ક્યારેય તેમાંથી મુક્તિ મળે નહીં. બહુ પુણ્ય કરે તો બહુ બહુ તો દેવગતિ મળે પણ મોક્ષ તો ના જ મળે. મોક્ષ તો જ્ઞાની પુરુષ મળે ને તમારાં અનંતકાળનાં પાપોને બાળીને ભસ્મીભૂત કરી તમારા હાથમાં શુદ્ધઆત્મા આપે ત્યારે થાય. ત્યાં સુધી ચોર્યાસી લાખ યોનિમાં ભટક ભટક કયાં જ કરવાનું. અમે જ્ઞાન આપીએ છીએ ત્યારે ચિત્ત શુદ્ધ કરી આપીએ છીએ. પાપનો નાશ કરીએ છીએ અને દિવ્યચક્ષુ આપીએ છીએ, બધી રીતે એના આત્મા ને અનાત્માને છૂટા પાડીએ છીએ ! વિઝા, મહાવિદેહ ક્ષેત્રનો ! પ્રશ્નકર્તા : મહાવિદેહ ક્ષેત્રમાં કેવી રીતે જવાય ? પુર્થ્યથી ? દાદાશ્રી : આ જ્ઞાન મળે પછી અમારી પાંચ આજ્ઞા પાળે, તેનાથી

Loading...

Page Navigation
1 ... 37 38 39 40