Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 37
________________ પાપ-પુણ્ય પાપ-પુણ્ય વગર કામનાં તરફડિયાં મારે છે. બહુ પુણ્ય, વધારે અહંકાર... એવું છેને, આ કળિયુગ છે, એમાં ઇચ્છાઓ જે થાય ને તેની પ્રાપ્તિ થાય તો એનો અહંકાર વધી જાય ને પછી ગાડું ઊંધું ચાલે. આ કળિયુગમાં હંમેશાં એને ઠોકર વાગેને તો સારું. એટલે દરેક યુગમાં આ વાક્ય જુદી જુદી રીતે હોય છે. એટલે આ યુગને અનુસરીને આવી રીતે કહેવાય. અત્યારે જો ઇચ્છા પ્રમાણે ભેગું થાય તો એનો અહંકાર વધે. મળે છે બધું પુણ્યના હિસાબે અને વધે છે શું ? કે અહંકાર ‘હું છું.’ એટલે આ જેટલી ઇચ્છાઓ થાયને એ પ્રમાણે ના થાય ત્યારે એનો અહંકાર ઠેકાણે રહે ને વાતને સમજતો થાય. ઠોકર વાગે ત્યારે સમજાય, નહીં તો સમજાય જ નહીંને ! ઇચ્છા થાય ને મળ્યું. તેથી તો આ લોક ઊંચાં ચઢી ગયાં. ઇચ્છા પ્રમાણે મળ્યું ત્યારે આ દશા થઈ બિચારાંની ! જે પચ્ચે હતી, તે તો વપરાઈ ગઈ ને ઊલટું ફસામણમાં આવી ગયાં ને અહંકાર ગાઢો થઈ ગયો ! અહંકાર વધતાં વાર ના લાગે. ફળ કોણ આપે છે ? પુણ્ય આપે છે અને મનમાં શું જાણે કે ‘હું જ કરું છું.’ તે અહંકારીને તો માર જ પડેલો સારો. ઇચ્છા થઈ ને તરત મળ્યું કે ઘરમાં પગ તો ઊંચો ને ઊંચો મૂકે. બાપને ય ગણકારે નહીં ને કોઈને ય ગણકારે નહીં. એટલે ઇચ્છા થઈ ને મળે તો જાણવું કે અધોગતિમાં જવાનું છે, એનું મગજ વધતું વધતું ચક્રમ થઈ જાય. થોડા ઘણાંને અત્યારે ઇચ્છા પ્રમાણે મળ્યું છે, તે તો અત્યારે પાંચ-દસ લાખના ફલેટમાં છે ને તે બધાંની જાનવર જેવી દશા થઈ ગઈ છે. ફલેટ હોય દસ લાખનો, પણ એમાં એમને હિતકારી નથી એ, પણ આ તો એમની દયા ખાવા જેવી સ્થિતિ છે. પુયૅ થી પણ વધે સંસાર.. પ્રશ્નકર્તા ઃ પુણ્યના બંધનથી સંસાર તો વધે, એમ ભાવાર્થ થાયને ? દાદાશ્રી : પુણ્ય આમ હિતકારી નથી. પુણ્ય એ એક રીતે હેલ્ડિંગ કરે છે. પાપ હોય તો જ્ઞાની પુરુષ ભેગા જ ના થાય. જ્ઞાની પુરુષને મળવું હોય પણ આખો દહાડો મિલમાં નોકરી કરતો હોય તો શી રીતે મળે ? એટલે એવી રીતે પુર્ય હેલ્પ કરે છે, અને તે ય પુણ્યાનુબંધી પુણ્ય હોય તે જ હેલ્પ કરે. પ્રશ્નકર્તા : જેવું પાપથી સંસાર વધે એવું પુણ્યથી પણ સંસાર વધેને ? દાદાશ્રી : પુણ્યથી પણ સંસાર તો વધે છે, પણ અહીંથી જે મોક્ષ ગયેલાને, તે જબરજસ્ત પુણ્યશાળી હતા. એમની આજુબાજુ રાણીઓ જોવા જાય તો બસ્સો-પાંચસો તો રાણીઓ હોય અને રાજ તો મોટું હોય. પોતાને ખબરે ય ના હોય કે ક્યારે સૂર્યનારાયણ ઊગ્યા ને ક્યારે આથમ્યા, આવી સાહેબીમાં પુણ્યશાળી તો જન્મેલા હોય ! આ રાણીઓ બધી બહુ હોય, સાહેબી હોય તોય પણ એમને કંટાળો આવી જાય કે આ સંસારમાં શું સુખ છે તે ? પાંચસો રાણીઓમાં પચાસ રાણી એમની પર ખુશ હોય. બાકીની મોઢાં ચઢાવીને ફર્યા કરતી હોય, કેટલીક તો રાજાને મરાવી નાખવા ફરતી હોય. એટલે આ જગત તો મહામુશ્કેલીવાળું છે. આમાંથી, પાર નીકળવું તે મહામુશ્કેલ છે. જ્ઞાની પુરુષ મળે તો તે એકલાં છૂટકારો કરાવે, બાકી કોઈ છૂટકો કરાવે નહીં. જ્ઞાની પુરુષ છૂટેલા છે માટે આપણને છૂટકો કરાવડાવે. એ તરણતારણ થયેલા છે, માટે એ છોડાવી શકે. હતું પુણ્યશાળી, ન પામે જ્ઞાતીને ! પ્રશ્નકર્તા : આપણે ઘણાં માણસોને સમજાવીએ છીએ કે ‘દાદા’ પાસે આવો, પણ એ આવતાં નથી. દાદાશ્રી : પણ આવવું સહેલું નથી. એ તો બહુ પુણ્ય જોઈએ. જબરજસ્ત પુણ્ય હોય ત્યારે ભેગો થાય. પુર્વે વગર ભેગા થાય ક્યાંથી ? તમે કેટલાં પુણ્ય કરેલાં ત્યારે મને ભેગા થયા છો. એટલે પુણ્ય કાચી પડે છે કે જેથી હજુ ભેગા થઈ શકતાં નથી. પ્રશ્નકર્તા : લોકોનાં પુણ્ય ક્યારે જાગશે ? નિમિત્ત તો ઉત્કૃષ્ટ છે. દાદાશ્રી : હા. પણ પુણ્ય જાગવું સહેલી વસ્તુ નથીને એટલી બધી. પુણ્યશાળી હશે, તેનું પુણ્ય જાગ્યા વગર રહેવાનું નથી. હજુ જે પુણ્યશાળી

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40