Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 32
________________ ૧૫ પાપ-પુણ્ય પાછલાં બધા જન્મોના પાપ માટેનું પ્રતિક્રમણ થાય છે ? દાદાશ્રી : એ હિસાબ આપણે તોડી નાખીએ છીએ. એટલે આપણાં લોક ‘શૂટ ઓન સાઈટ’ પ્રતિક્રમણ કરે છે. એટલે આપણા દોષ તરત નિર્મળ થઈ જાય છે. ખેતીના પાપો ધોવાતી વિધિ ! પ્રશ્નકર્તા : અમે ખેડૂત રહ્યા, તે તમાકુનો પાક પકવીએ ત્યારે અમારે ઉપરથી દરેક છોડની કૂંપળ એટલે એની ડોક તોડી જ નાખવી પડે. એનું પાપ તો લાગે જ ને ? તો આ પાપનું નિવારણ કેવી રીતના કરવું ? દાદાશ્રી : એ તો મહીં મનમાં એમ થવું જોઈએ કે બળ્યો આ ધંધો, ક્યાંથી ભાગે આવ્યો ? બસ એટલું જ. છોડવાની કૂંપળ કાઢી નાખવાની. પણ મનમાં આ ધંધો ક્યાંથી ભાગમાં આવ્યો, એવો પશ્ચાતાપ થવો જોઈએ. આવું ના કરવું જોઈએ, એવું મનમાં થવું જોઈએ, બસ. પ્રશ્નકર્તા : પણ આ પાપ તો થવાનું જ ને ? દાદાશ્રી : એ તો છે જ. એ તમારે જોવાનું નહીં. થયા કરે છે એ પાપ જોવાનું નહીં. આ નહીં થવું જોઈએ એવું તમારે નક્કી કરવાનું. નિશ્ચય કરવો જોઈએ. આ ધંધો ક્યાં મળ્યો ? બીજો સારો મળ્યો હોત તો આપણે આવું કરત નહીં. આ ના જાણ્યું હોયને ત્યાં સુધી પશ્ચાતાપ ના થાય. ખુશ થઈને છોડવાને ફેંકી દે. અમારા કહ્યા પ્રમાણે કરજોને, પછી તમારી બધી જવાબદારી અમારી. છોડવો ફેંકી દો તેનો વાંધો નથી, પશ્ચાતાપ થવો જોઈએ કે આ ક્યાંથી આવ્યું મારે ભાગે. પ્રશ્નકર્તા : કપાસમાં દવા છાંટવી પડે છે તો શું કરવું ? એમાં હિંસા તો થાય જ ને ? દાદાશ્રી : ના છૂટકે જે જે કાર્ય કરવું પડે, તે પ્રતિક્રમણ કરવાની શરતે કરવું. તમને આ સંસારવ્યવહારમાં કેમ ચાલવું તે ના આવડે. એ અમે તમને શિખવાડીએ, એટલે નવાં પાપ બંધાય નહીં. ખેતીવાડીમાં જીવજંતુ મરે, તેનો દોષ તો લાગેને ? એટલે પાપ-પુણ્ય ખેતીવાડીવાળાએ દરરોજ પાંચ-દસ મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે આ દોષ થયા તેની માફી માગું છું. ખેડૂત હોય તેને કહીએ કે તું આ ધંધો કરું છું, તેના જીવ મરે છે. તેનું આ રીતે પ્રતિક્રમણ કરજે. સો ટકા ધોવાય પાપ ! ૫૬ પ્રશ્નકર્તા : એટલે માફી માગવાથી આપણા પાપનું નિવારણ થઈ જાય ખરું ? દાદાશ્રી : એનાથી જ પાપનું નિવારણ થઈ જાય, બીજો કોઈ રસ્તો જ નથી. પ્રશ્નકર્તા : તો પછી ઘડીએ ઘડીએ માફી માગે ને ઘડીએ ઘડીએ પાપ કરે. દાદાશ્રી : ઘડીએ ઘડીએ માફી માગવાની છૂટ છે. ઘડીએ ઘડીએ માફી માગવી પડે. હા, સો ટકાનો રસ્તો આ ! માફી માગવા સિવાય બીજા કોઈ રસ્તે છૂટે જ નહીં આ જગતમાં. પ્રતિક્રમણથી બધાં પાપો ધોવાઈ જાય. પ્રશ્નકર્તા ઃ પ્રતિક્રમણ કરવાથી પાપ નાશ થાય છે, તેની પાછળ સાયન્સ શું છે ? દાદાશ્રી : અતિક્રમણથી પાપ થાય છે ને પ્રતિક્રમણથી પાપ નાશ થાય છે. પાછાં વળવાથી પાપ નાશ થાય છે. પ્રશ્નકર્તા : તો પછી કર્મનો નિયમ ક્યાં લાગુ પડે ? આપણે માફી માગીએ અને કર્મ છૂટી જાય તો પછી એમાં કર્મનો નિયમ ના રહ્યોને ? દાદાશ્રી : આ જ કર્મનો નિયમ ! માફી માગવી એ જ કર્મનો નિયમ !! પ્રશ્નકર્તા : તો તો બધા પાપ કરતાં જાય ને માફી માગતા જાય. દાદાશ્રી : હા. પાપ કરતાં જવાનું ને માફી માગતા જવાનું, એ જ ભગવાને કહેલું છે.

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40