Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 30
________________ પાપ-પુણ્ય ૫૧ પાપ-પુણ્ય જ નહીંને ? પછી તો કશું દુઃખ હોય જ નહીંને ? પણ આ તો દુઃખ પાર વગરનું પડે છે. માફી માગવાનો અર્થ શું કે તમે માફી માગો તો તમારા પાપનું મૂળ બળી જાય. એટલે ફરી એ ફૂટે નહીં, પણ એનું ફળ તો ભોગવવું જ પડેને ! પ્રશ્નકર્તા: કોઈ કોઈ મૂળ તો પાછાં ફરી ફરી નીકળે. દાદાશ્રી : બરાબર બળ્યું ના હોય તો પાછું ફૂટ્યા કરે. બાકી, મૂળ ગમે તેટલું બળી ગયું હોય પણ ફળ તો ભોગવવાં જ પડે. ભગવાનને હઉ ભોગવવાં પડે ! કૃષ્ણ ભગવાનને ય અહીં (પગમાં) તીર વાગ્યું હતું. એમાં ચાલે નહીં, મારે હઉ ભોગવવું પડે ! દરેકના ધર્મમાં માફીનું હોય છે. ક્રિશ્ચિયન, મુસ્લિમ, હિન્દુ બધામાં હોય, પણ જુદી જુદી રીતે હોય. પ્રશ્નકર્તા : પાદરીઓ પણ કહે છે કે અમારી પાસે કન્વેશન કરી જાવ તો બધાં પાપો નાશ થઈ જાય. દાદાશ્રી : એ કન્સેસ કરવું સહેલું છે ? તમારાથી કન્વેસ થાય ખરું? એ તો અંધારી રાતમાં અંધારામાં કરે છે, પેલો માણસ અજવાળામાં મોટું નથી દેખાડતો. રાતે અંધારું હશે તો કન્વેશન કરીશ, કહેશે. અને મારી પાસે તો ચાલીસ હજાર માણસોએ, છોકરીઓએ એમનું બધું કન્ટેશન કરેલું છે. એકેએક ચીજ કન્ટેસ ! આમ લખી આપેલું છે. ઉઘાડા છોગે કન્ટેસ, તો પછી પાપ નાશ થઈ જ જાયને ?! કન્સેસ કરવું સહેલું નથી. પ્રશ્નકર્તા : એટલે આ પ્રતિક્રમણ કરે છે અને એ કન્સેસ સરખું જ થયુંને પછી ? દાદાશ્રી : ના, એ સરખું ન હોય. પ્રતિક્રમણ તો અતિક્રમણ થાય ને પછી ધો ધો કરવું અને પાછું ડાઘ પડે, પાછું ધોવું અને પાપ કન્ટેસ કરવાં, જાહેર કરવા એ તો વસ્તુ જુદી છે. પ્રશ્નકર્તા : પ્રતિક્રમણ ને પશ્ચાતાપમાં ફેર શો ? દાદાશ્રી : પશ્ચાતાપ એ બાધે ભારે છે. ક્રિશ્ચિયનો રવિવારે ચર્ચમાં પશ્ચાતાપ કરે છે. જે પાપ ક્યાં તેનો બાધ ભારે પશ્ચાતાપ કરે છે અને પ્રતિક્રમણ તો કેવું છે કે, જેણે ગોળી મારી, જેણે અતિક્રમણ કર્યું, તે પ્રતિક્રમણ કરે. તે જ ક્ષણે ! “શૂટ ઓન સાઈટ’ તેને ધોઈ નાખે. એ ભાવ પ્રતિક્રમણ કહેવાય. પસ્તાવાથી ઘટે દંડ ! પ્રશ્નકર્તા : પાપને નિર્મૂળ કરવા માટે તો ઉત્તમ માર્ગ પ્રાયશ્ચિત્ત છે. આ બહુ સુંદર વાત છે, તેમ પુરાણમાં સત્પુરુષોએ કહ્યું છે. શું ખૂની માણસ ખૂન કર્યા બદલ પસ્તાવો કરે તો તેને માફી મળી શકે ? દાદાશ્રી : ખૂની માણસ ખૂન કર્યા પછી ખુશ થાય તો એનો જે દંડ બાર મહિનાનો થવાનો હોય, તો તે ત્રણ વર્ષનો થઈ જાય અને ખૂની માણસ ખૂન કર્યા પછી પસ્તાવો કરે તો બાર મહિનાનો જે દંડ થવાનો હોય તે છ મહિનાનો થઈ જાય. કોઈ પણ ખોટું કાર્ય કરીને પછી ખુશ થશો તો તે કાર્ય ત્રણ ગણું ફળ આપશે. કાર્ય કર્યા પછી પસ્તાવો કરશો કે ખોટું કાર્ય કર્યું તો દંડ ઘટી જાય. જ્ઞાતીતા જ્ઞાતથી, નિવેડો કર્મોનો ! પ્રશ્નકર્તા : ઘણી વખત વ્યવહારમાં જુદી જુદી જાતનાં કર્મો કરવાં પડે છે, જેને ખરાબ કર્મો અથવા પાપકર્મ કહે છે. તો એ પાપકર્મથી કેવી રીતે બચી શકાય ? દાદાશ્રી : પાપકર્મ સામે જેટલું જ્ઞાન હોય એમને, એ જ્ઞાન હેલ્પ કરે. આપણે અહીંથી સ્ટેશને પહોંચવું હોય, તો સ્ટેશને જવાનું જ્ઞાન આપણને હોય તો તે આપણને પહોંચાડે. પાપકર્મોથી કેવી રીતે બચી શકાય ? એટલે જ્ઞાન જેટલું હોય આમાં, પુસ્તકમાં જ્ઞાન કે બીજા કોઈની પાસે જ્ઞાન હોતું નથી. એ તો વ્યવહારિક જ્ઞાન હોય છે. નિશ્ચય જ્ઞાન એ ફક્ત જ્ઞાનીઓની પાસે હોય. એ પુસ્તકમાં નિશ્ચય જ્ઞાન હોતું નથી. જ્ઞાનીઓના હૃદયમાં છુપાયેલું હોય છે. એ નિશ્ચય જ્ઞાન જ્યારે આપણે વાણીરૂપે સાંભળીએ ત્યારે આપણો નિવેડો આવે. નહીં તો પુસ્તકમાં વ્યવહારિક જ્ઞાન હોય છે, એય પણ ઘણા ખુલાસા આપી શકે છે. એનાથી

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40