________________
પાપ-પુણ્ય
૪૮
પાપ-પુણ્ય
પ્રશ્નકર્તા : પણ આમ મનથી ભાવ કર્યા કરે કે મને લક્ષ્મી મળે, તો આવતા ભવમાં, આ ભાવ કર્યા એ “ચાર્જ કર્યું. તો એને કુદરત લક્ષ્મી પૂરી ના પાડે ?
દાદાશ્રી : ના, ના. એનાથી લક્ષ્મી ના મળે. આ લક્ષ્મી મળવાના જે ભાવ કરે છે ને તેનાથી લક્ષ્મી મળતી હોય તો ય ના મળે. ઊલટાં અંતરાય પડે. લક્ષ્મી સંભારવાથી મળે નહીં, એ તો પુણ્ય કરવાથી મળે. | ‘ચાર્જ' એટલે પુણ્યનું ચાર્જ કરે તો લક્ષ્મી મળે. એ ય લક્ષ્મી એકલી ના મળે. પુણ્યના ચાર્જમાં જેની ઈચ્છા હોય, કે મને લક્ષ્મીની બહુ જરુર છે, તો એને લક્ષ્મી મળે. કોઈ કહેશે. મારે તો ફક્ત ધર્મ જ જોઈએ. તો ધર્મ એકલો મળી જાય અને પૈસા ના ય હોય. એટલે એ પુણ્યનું પાછું આપણે ટેન્ડર ભરેલું હોય કે આવું મારે જોઈએ છે. એ મળવામાં પુણ્ય વપરાય.
કોઈ કહેશે, “મારે બંગલા જોઈએ, મોટરો જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ.’ તો પુણ્ય એમાં વપરાઈ જાય. તો ધર્મમાં કશું ના રહે. અને કોઈ કહેશે, મારે ધર્મ જ જોઈએ. મોટરો ના જોઈએ. મારે તો આવડી બે રૂમો હશે તો ય ચાલશે પણ ધર્મ જ વધારે જોઈએ. તો એને ધર્મ વધારે હોય ને બીજું ઓછું હોય. એટલે એ પુણ્યનું પોતાના હિસાબે પાછું ટેન્ડર ભરે.
દાત એટલે વાવીતે લણો ! પ્રશ્નકર્તા આત્માને અને દાનને કંઈ સંબંધ નથી તો પછી આ દાન કરવું જરૂરી કે નહીં ?
દાદાશ્રી : દાન એટલે શું ? કે આપીને લ્યો. આ જગત પડઘા સ્વરૂપ છે. એટલે જે તમે કરો તેવાં પડઘા પડશે, એના વ્યાજ સાથે. એટલે તમે આપો અને લ્યો. આ ગયે અવતારે આપ્યું, સારા કામમાં પૈસો વાપરેલો એવું કંઈ કરેલું, તેનું આપણને ફળ મળ્યું, હવે ફરી આવું ના કરું તો પછી ધૂળધાણી થઈ જાય. આપણે ખેતરમાંથી ઘઉં તો લઈ આવ્યા ચારસો મણ, પણ ભઈ એ પચાસ મણ વાવવા ન ગયા તો પછી !?
દાદાશ્રી : એવું આ બધું. એટલે આપવાનું. આ પડઘો જ પડશે, પાછું આવશે, અનેકગણું થઈને. ગયે અવતારે આપેલું તેથી તો અમેરિકા અવાયું, નહીં તો અમેરિકા આવવાનું સહેલું છે કંઈ !? કેટલાં પુણ્ય કર્યા હોય ત્યારે આ પ્લેનમાં બેસવાનું મળે છે, કેટલાય લોકોએ પ્લેન તો જોયું ય નથી !
પ્રશ્નકર્તા ઃ જેમ ઇન્ડિયાની અંદર કસ્તુરભાઈ લાલભાઈની પેઢી હોય તો એ બે-ત્રણ-ચાર પેઢી સુધી ચાલ્યા કરે. એનાં છોકરાંઓના છોકરા સુધી, જ્યારે અહીંયા (અમેરિકામાં) કેવું છે ? કે પેઢી હોય, પણ બહુ બહુ તો છઆઠ વર્ષમાં બધું ખતમ થઈ જાય, કાં તો પૈસા હોય તો જતાં રહે અને ના હોય તો પૈસા આવી પણ જાય. તો એનું કારણ શું હશે ?
દાદાશ્રી : એવું છેને, ત્યાંની જે પુણ્ય છેને, ઇન્ડિયાની પુણ્ય, એ પુર્વે એવી ચીકણી હોય છે, કે ધો ધો કરીએ તો ય જાય નહીં, અને પાપે ય એવાં ચીકણા હોય છે કે ધો ધો કરીએ તો ય જાય નહીં, એટલે વૈષ્ણવ હોય કે જૈન હોય, પણ એણે પુણ્ય એવી સજ્જડ બાંધેલી હોય છે કે ધો ધો કરે તો ય જાય નહીં. તે પેટલાદના દાતાર શેઠ, રમણલાલ શેઠ તે સાત પેઢીથી એ ઘર આવેલું. પાવડેથી ખોંપી ખોંપીને ધન આપ આપ કરે લોકોને, તો ય કોઈ દહાડો ખૂટ્યું નહીં. એમણે પુણ્ય સજ્જડ બાંધેલી, સચોટ, અને પાપેય એવા સચોટ બાંધે, સાત-સાત પેઢી સુધી ગરીબાઈ ના જાય. પાર વગરનાં દુઃખ ભોગવે, એટલે એક્સેસેય (વધારે) થાય છે અને મિડિયમય રહે છે.
અહીં (અમેરિકામાં) તો ઉભરાય છે ય ખરું, પાછું બેસી ય જાય, ને પાછું ઉભરાય છે ય ખરું. બેસી ગયેલાં પછી ય પાછું ઉભરાય. અહીં વાર નથી લાગતી ને ત્યાં (ઈન્ડીયામાં) તો બેસી ગયા પછી ઉભરાતા બહુ ટાઈમ જાય. એટલે ત્યાં તો સાત-સાત પેઢી સુધી ચાલતું. હવે બધી પુચ્ચેઓ ઘટી ગઈ છે. કારણ કે શું થાય છે ? કસ્તુરભાઈને ત્યાં જન્મ કોણ લે ? ત્યારે કહે, એવાં પુણ્યશાળી એમનાં જેવાં જ હોય તે જ ત્યાં જન્મ લે. પછી એને ત્યાં કોણ જન્મે ? એવો જ પુણ્યશાળી પાછો ત્યાં જન્મે. એ કસ્તુરભાઈની પુણ્ય નથી કામ કરતી. એ પાછો બીજો એવો આવ્યો હોય તે પછી એની પુણ્યું, એટલે કહેવાય કસ્તુરભાઈની પેઢી,
પ્રશ્નકર્તા : તો ઉગે નહીં.