Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 27
________________ પાપ-પુણ્ય પાપ-પુણ્ય અનુમોદનાર. આ બધાને પુણ્ય મળે. પણ કરનારને ભાગે પચાસ ટકા અને પચાસ ટકા અનુમોદનાર એ બે જણમાં વહેંચાઈ જાય. પ્રશ્નકર્તા : બેન કહે છે અમને પચીસ ટકા આપો એ ના ચાલે. દાદાશ્રી : તો જાતે કરો. ઘરના માણસો તો ધણીને કહે છે કે તમે આ બધું ઊંધા-છતાં કરીને પૈસા લાવો તે તમારું પાપ તમને લાગે, અમારે કંઈ ભોગવવું નથી. અમારે જોઈતું નથી આવું. જે કરે એ ભોગવે અને પેલા કહે છે અમારે નહીં જોઈતું એટલે અનુમોદના ના કરી એટલે એનાથી મુક્ત થઈ ગયા. અને ‘આવું કરજે' કહે છે અને ભાગીદાર થઈ ગયો, પાર્ટનરશીપ કરવી હોય તો આપણી મરજીની વાત છે. એમાં કાંઈ ડીડ કરવું પડતું નથી કે સ્ટેમ્પ લાવવો પડતો નથી. વગર સ્ટેમ્પ ચાલે છે. પ્યાલા ફૂટ્યા તો ય પુણ્ય બાંધ્યું ?' કોઈ કહેશે કે, ‘અમને જ્ઞાન મળ્યું નથી, સમકિત થયું નથી તો મારે શું કરવું ? મારે બીજી ખોટ નથી ખાવી !' તો હું એને કહી દઉં કે, ‘એ મંતર શીખી જા, કે પ્યાલા ફૂટી જાય એટલે બોલજો કે, ‘ભલું થયું ભાંગી જંજાળ, હવે નવા પ્યાલા લાવીશું.’ તે એનાથી પુણ્ય બંધાય. કારણ કે ચિંતા કરવાની જગ્યાએ એણે આનંદ કર્યો માટે પુણ્ય બંધાય. આટલું જરા આવડી જાયને તો બહુ થઈ ગયું ! અમને નાનપણથી આવી સમજણ હતી, કોઈ દહાડો ચિંતા જ નથી કરી. કશુંક બને કરે કે તે ઘડીએ આવું કંઈક મહીં આવી જ જાય. આમ શિખવાડીને ના આવડે, પણ તરત જ હાજરજવાબ બધો આવી જ જાય. કોઈતા તિમિતે કોઈને મળે ? પ્રશ્નકર્તા : જેને માટે વાપર્યું એને ભાગે પુણ્ય જાયને ? નહીં કે તમને. તમે જેને માટે જે કાર્ય કરો છે, એનું ફળ એને જાય ? આપણે જેના માટે જે કાર્ય કરીએ એનું પુણ્ય કરીએ, તે એને મળે, આપણને ના મળે ? કરે એને ના મળે ? દાદાશ્રી : આપણે કરીએ ને પેલાને મળે ? એવું સાભળ્યું છે કોઈ દાડો ? પ્રશ્નકર્તા : એના નિમિત્તે આપણે કરીએ છીએને ? દાદાશ્રી : એના નિમિત્તે આપણે કરોને, એના નિમિત્તે આપણે ખાતા હોય તો શો વાંધો ? ના, ના. એ બધું આમાં ફેર નથી. આ તો બનાવટ કરીને લોકોને અવળે રસ્તે ચઢાવે, એના નિમિત્તે ! એને ખાવાનું ના હોય ને આપણે ખાઈએ તો શું ખોટું ? બધું કાયદેસર જગત છે આખું ! તમે કરો તો તમારે જ ભોગવવાનું. બીજા કોઈને લેવા-દેવા નથી. વાહ વાહમાં વપરાયું પુણ્ય ! પ્રશ્નકર્તા : આ કહો છો એવો કાયદો હોય તો તો હીરાબાની પાછળ તમે વાપર્યું એટલે તમને પુણ્ય મળે. દાદાશ્રી : મને શું મળે ? અમારે લેવાદેવા નહીં, મારે તો કશી લેવાદેવા જ નહીંને ! આમાં પુણ્ય બંધાય નહીં આ. આ તો પુણ્ય ભોગવાઈ જાય. વાહ વાહ બોલાઈ જાય. અગર તો કોઈ ખરાબ કરી જાય તો, ‘મૂઆએ જુઓને, બગાડ્યું બધું” કહેશે. એટલે અહીંનું અહીં જ બધું થઈ જાય. હાઈસ્કુલ બંધાવી'તી, તે અહીંને અહીં જ વાહ વાહ થઈ ગઈ. ત્યાં કંઈ મળે નહીં. પ્રશ્નકર્તા : સ્કૂલ તો છોકરાઓ માટે બનાવી, એ લોકો ભણ્યાગમ્યા, સદ્વિચાર ઉત્પન્ન થાય. દાદાશ્રી : એ જુદી વસ્તુ છે. પણ તમારી વાહ વાહ મળે, તે થઈ ગયું. વપરાઈ ગયું. ટેન્ડર પાસ કરવા ખપે પુર્વે... પ્રશ્નકર્તા : બધા લોકો લક્ષ્મીની પાછળ બહુ દોડે છે. તો એનું ‘ચાર્જ વધારે થાયને, તો એને આવતા ભવે લક્ષ્મી વધારે મળવી જોઈએ ને ? દાદાશ્રી : આપણે લક્ષ્મી ધર્મને રસ્તે વાપરવી જોઈએ, એવું ચાર્જ કર્યું હોય તો વધારે મળે.

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40