________________
પાપ-પુણ્ય
હોય. આથી અનેકગણું વિશેષ સુખ હોય એટલે તે ભાનમાં જ ના હોય. તેમને આત્મા ખ્યાલમાં જ ના હોય. પણ દેવગતિમાં ય કઢાપો-અજંપો
ને ઈર્ષા હોય. દેવલોકો ય પછી તો નર્યા સુખોથી કંટાળી જાય. તે કેમનું ? ચાર દિવસ લગ્નમાં લાડવા રોજ જમ્યા હોય તો પાંચમે દિવસે ખીચડી સાંભરે તેવું છે ! તે લોકો ય ઇચ્છે કે ક્યારે મનુષ્યદેહ મળે ને ભરતક્ષેત્રે સારા સંસ્કારી કુટુંબમાં જન્મ થાય ને જ્ઞાની પુરુષનો ભેટો થઈ જાય. જ્ઞાની પુરુષ મળે તો જ ઉકેલ આવે તેમ છે. નહીં તો ચતુર્ગતિની ભટકામણ તો છે જ.
૪૧
પાપતાં ફળ કેવાં ?!
આત્મા ઉપર એવાં પડે છે, આવરણ છે કે એક માણસને અંધારી કોટડીમાં ગોંધી રાખે ને તેને માત્ર બે વખત ખાવાનું નાખે અને જે દુઃખનો અનુભવ થાય તેવાં અપાર દુ:ખોનો અનુભવ આ ઝાડ-પાન વગેરે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવોને થાય. આ પાંચ ઇન્દ્રિયવાળા મનુષ્યોને આટલું દુ:ખ છે તો જેને ઓછી ઇન્દ્રિય છે તેને કેટલું દુઃખ હશે ? પાંચથી છઠ્ઠી ઇન્દ્રિયવાળો કોઈ નથી. આ ઝાડ-પાન ને જાનવર એ તિર્યંચ ગતિ. તે તેમને સખત કેદની સજા છે. આ મનુષ્યગતિ તે સાદી કેદવાળા અને આ નર્કગતિમાં તો ભયંકર દુઃખ, તેનું જેમ છે તેમ વર્ણન કરું તો સાંભળતાં જ મનુષ્ય મરી જાય. ચોખા ઉકાળે ને ઊછળે તેનાથી લાખગણું દુ:ખ થાય. એક અવતારમાં પાંચ-પાંચ વખત મરણવેદના અને છતાં પણ મરણ ના થાય. ત્યાં દેહ પારા જેવા હોય. કારણ કે તેમને વેદવાનું હોય, એટલે મરણ ના થાય. તેમનાં અંગેઅંગ છેદાય ને પાછાં જોડાય. વેદના ભોગવ્યે જ છૂટકો. નર્કગતિ એટલે જન્મટીપની સજા.
પાપ-પુણ્યતા ગલત ટાણે.....
પાપનું પૂરણ કરે છે તે જ્યારે ગલન થશે ત્યારે ખબર પડશે ! ત્યારે તારાં હાજાં ગગડી જશે ! દેવતા ઉપર બેઠા હોઈએ તેવું લાગશે !! પુણ્યનું પૂરણ કરીશ ત્યારે ખબર પડશે કે કેવી ઓર મજા આવે છે ! માટે જેનું જેનું પૂરણ કરો તે જોઈ વિચારીને કરજો, કે ગલન થાય ત્યારે પરિણામ કેવું થાય છે ! પૂરણ કરતાં સતત ખ્યાલ રાખજો, પાપ કરતાં
પાપ-પુણ્ય
કોઈને છેતરીને પૈસો ભેગો કરતાં સતત ખ્યાલ રાખજો કે એ ય ગલન થવાનું છે. એ પૈસા બેન્કમાં મૂકશો તો તેય જવાના તો છે જ. એનું ય ગલન તો થશે જ. અને એ પૈસો ભેગો કરતાં જે પાપ કર્યું, જે રૌદ્રધ્યાન કર્યું, તે તેની કલમો સાથે આવવાની તે વધારામાં અને જ્યારે એનું ગલન થશે ત્યારે તારી શી દશા થશે ?
૪૨
પુણ્ય પરવાર્યું તે પાડે વિખૂટા જ્ઞાતીથી....
પુણ્યનો સ્વભાવ કેવો ? ખર્ચાઈ જાય. કરોડ મણ બરફ હોય પણ તેનો સ્વભાવ કેવો હોય ? ઓગળી જાય તેવો.
તારો અમારી સાથેનો સંયોગ પુણ્યના આધારે છે. તારું પુણ્ય ખલાસ થાય એમાં અમે શું કરીએ ? અને તું માની બેસે કે આ સંજોગો જ મારે જોઈએ પછી શું થાય ? માર ખાઈ જશે. માથું હઉ તૂટી જશે. જેટલો મળ્યો એટલો લાભ. એનો આનંદ માણવો કે મારું પુણ્ય જાગ્યું છે. તું એમ માને છે કે આ ધારેલો સંયોગ ભેગો થાય ?
પ્રશ્નકર્તા : એવું નહીં.
દાદાશ્રી : ત્યારે ? આ કાયદેસર જ છેને ? કે ગેરકાયદેસર હશે ? પ્રશ્નકર્તા : કાયદેસર જ.
દાદાશ્રી : ત્યાર પછી માની બેસીએ તો શું થાય ? એ તો કો’ક ફેરો પુણ્ય જાગે ત્યારે ભેગો થઈ જાય. પછી વિખૂટા પડે ત્યારે ખબર પડી જાય. માટે વિખૂટા પડેલી સ્થિતિમાં અનુભવ કર્યો હોય તો પછી વાંધો નહીં ને આપણને ? ભાગેડુ વૃત્તિથી કંઈ કર્મથી છૂટાય ? હું વડોદરામાં હોઉં, તું વડોદરામાં હોઉં, તો ય કર્મ ભેગાં નહીં થવા દે ! આ જ્ઞાન આપેલું છે, જે વખતે જે ભેગું થયું તે ‘વ્યવસ્થિત’ ને તેનો સમભાવે નિકાલ કર. બસ, આટલી જ વાત છે.
પુણ્ય હોય ત્યાં સુધી દાદાની પાસે બેસવાનો વખત મળી આવે, એ પુણ્યનો ઉપકાર માનવાનો. આ કાયમનું હોતું હશે કંઈ ? એવી આશા ય કેમ રખાય ?