________________
પાપ-પુણ્ય
પાપ-પુણ્ય
દાદાશ્રી : નુકસાન તો ખરું, પણ આવતા ભવનું. આ ભવમાં તો એને ગયા અવતારનું ફળ મળ્યું. અને આ જૂઠું બોલ્યાને, તેનું ફળ એને આવતા ભવે મળે. અત્યારે આ એણે બીજ રોપ્યું. બાકી, આ કંઈ પોપાબાઈનું રાજ નથી કે ગમે તેવું ચાલે !
એ કપલમાં કોણ પુણ્યશાળી ? એક ભાઈ મારી પાસે આવેલા. તે મને કહે, ‘દાદા, હું પરણ્યો તો ખરો પણ મને મારી બૈરી ગમતી નથી.' ત્યારે મેં કહ્યું, ‘કેમ ભાઈ, ના ગમવાનું શું કારણ ?” ત્યારે ભઈ કહે છે, “એ જરા પગે લંગડી છે, લંગડાય છે.” પછી મેં પૂછ્યું, ‘તે તારી બૈરીને તું ગમે છે કે નહીં.” ત્યારે એ કહે છે, “દાદા હું તો ગમું તેવો જ છુંને ! રૂપાળો છું, ભણેલો-ગણેલો છું ને ખોડ-ખાંપણ વગરનો છું.” ત્યારે મેં કહ્યું, ‘તે એમાં ભૂલ તારી જ. તેં એવી તે કેવી ભુલ કરેલી કે તને લંગડી મળી ને એણે એવાં કેવાં સરસ પુણ્ય કરેલાં કે તું આવો સારો તેને મળ્યો ! અલ્યા, આ તો પોતાના કરેલાં જ પોતાની આગળ આવે છે, તેમાં સામાનો શો દોષ જુએ છે ? જા તારી ભૂલ ભોગવી લે ને ફરી નવી ભૂલ ના કરતો.'
દર્દમાં પુણ્ય-પાપનો રોલ... પ્રશ્નકર્તા : મનુષ્યને રોગ થાય છે, તેનું શું કારણ ? દાદાશ્રી : તે પોતે ગુના કરેલા બધા, પાપ કરેલા, તેનું આ રોગ થાય. પ્રશ્નકર્તા : પણ આ નાના નાના છોકરાઓએ શું ગુનો કર્યો ?
દાદાશ્રી : બધાએ પાપ કરેલા, તેનાં આ રોગ બધા. પૂર્વભવમાં જે પાપો કરેલા છે, તેનું ફળ આવ્યું અત્યારે. નાના છોકરાઓ દુ:ખ ભોગવે એ બધું પાપનું ફળ અને શાંતિ ને આનંદ ભોગવે છે એ પુણ્યનું ફળ. પાપ ને પુણ્યનું ફળ, બે મળે છે. પુણ્ય છે તે ક્રેડીટ છે અને પાપ એ ડેબીટ છે.
પ્રશ્નકર્તા : આપણને અત્યારે આ ભવમાં કંઈ દર્દ થાય, રોગ થાય તો એ આપણા ગયા ભવના કર્મનું ફળ છે, તો પછી આપણે અત્યારે કોઈ પણ દવા લઈએ, તો એ આપણને કેવી રીતે સુધારે, એ વ્યવસ્થિત જ
છે તો પછી ?
દાદાશ્રી : એ દવા લો છો તે ય વ્યવસ્થિત હોય તો જ લેવાય નહીં તો લેવાય નહીં. આપણને ભેગી જ ના થાય.
પ્રશ્નકર્તા : અને કેટલી બધી જાતની દવાઓ લે તો ય એને દવા અસર ના કરે, મટે નહીં એનાથી. એવું ય બને, દાદા.
દાદાશ્રી : ઉલ્ટા પૈસા ખૂટી પડે અને મરવાનું થાય. જ્યારે પુણ્ય પ્રકાશવાનું થાય ત્યારે સહેજે અમથી અમથી વાત વાતમાં ટામેટાનો રસ પીવે તો ય મટી જાય. એટલે પુણ્ય ઉપર આધાર રાખે છે. તમારું પુણ્ય ફળ આપવા તૈયાર થઈ જાય તો બધું એમ ફ્રી ઓફ કોસ્ટ મળી જાય અને પાપ ફળ આપવા તૈયાર થઈ જાય, તો સારી વસ્તુ હોય તે ય અવળી પડે.
માંદગીમાં પુણ્યથી ભોગવટો ઓછો થઈ જાય. માંદગીમાં પાપથી ભોગવટો વધારે થઈ જાય. પુષ્ય ના હોય તો આખું ય ભોગવવું પડે.
હવે પુણ્ય હોય તો, વૈદરાજ સારા મળી આવે. ટાઈમ ભેગો થાય. બધું ભેગું થઈ અને શાંતિ રહે. દર્દ ડૉક્ટરે મટાડ્યું ? પચ્ચે મટાડી દીધું અને પાપથી ઊભું થયું'તું. ત્યારે બીજું કોણ મટાડે ? ડૉક્ટર નિમિત્ત છે !
પ્રશ્નકર્તા : રોગ થવો એ પાપનો ઉદય કહેવાય ?
દાદાશ્રી : ત્યારે બીજું શું છે ? આ રોગ તે પાપ ને નિરોગીપણું એ પુણ્ય.
આયુષ્ય લાંબુ સારું કે ટુકું ? પ્રશ્નકર્તા : વધારે પડતી આવરદા, વધારે પડતું આયુષ્ય એ પુણ્યનું ફળ છે કે પાપનું ફળ છે ?
દાદાશ્રી : હા. લોકોને ગાળો દેવા ને લોકોને નિંદા કરવા જો અવતાર હોય તો પાપનું ફળ ! પોતાના આત્માના ભલા માટે કે બીજાના ભલા માટે એ વધુ જીવે, એ પુણ્યનું ફળ.