Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 22
________________ પાપ-પુણ્ય ૩૫ પાપ-પુણ્ય પ્રશ્નકર્તા: ખબર નથી. દાદાશ્રી : એ જ તમારું પુણ્ય છે. ભગવાન મોકલતો નથી, બીજો કોઈ મોકલતો નથી. તમારું પુણ્ય મોકલે છે અને પાપનો ઉદય હોય તો બધાની મોટેલો ભરાય પણ તમારી ભરાય નહીં. સરસમાં સરસ કરી હોય તો ય ના ભરાય. કોઈને દોષ દેવાય એમ છે ?' કોઈ ચીજ એવી નથી કે જે આ પુણ્યશાળીને ના મળે, પણ પુણ્ય એવી પૂરી લાવ્યા નથી તેથી. નહીં તો હરેક ચીજ જેવી જોઈએ એવી મળે એવું છે, પણ લોકો લૌકિક જ્ઞાનમાં પડ્યા છે અને ત્યાં સુધી કોઈ દહાડો ‘વસ્તુ’ પ્રાપ્ત થાય નહીં. એક તો મગજનો જરા આકરો હોય, એમાં પછી એને આવું જ્ઞાન મળે કે બૂધ નાર પાંસરી. એટલે એને જોઈતું હતું તે મળ્યું ! આ જ્ઞાન મળ્યું એ જ્ઞાન એને ફળ આપે કે ના આપે ? પછી શું થાય ? જે સ્ત્રીના પેટે તીર્થંકરો જન્મ્યા એ સ્ત્રીની દશા તો જુઓ, તમે કેવી કરી ?! કેટલો અન્યાય છે ?! કારણ કે જે સ્ત્રીને પેટે ચોવીસ તીર્થકરો જન્મ, બાર ચક્રવર્તીઓ જન્મે, વાસુદેવ જન્મે ત્યાં ય પણ આવું કર્યું ? ભલે તમને કડવો અનુભવ થયો. તેમાં સ્ત્રી જાતિને શા માટે વગોવી ?! તમે બાર રૂપિયા ડઝનના ભાવની કેરી લાવો પણ એ ખાટી નીકળે અને ત્રણ રૂપિયા ડેઝનના ભાવની કેરી બહુ મીઠી નીકળે. એટલે ઘણી વખત વસ્તુ ભાવ ઉપર આધાર નથી રાખતી, તમારી પુણ્ય ઉપર આધાર રાખે છે. તમારી પૂર્વે જો જોર કરેને, તો કેરી એવી મીઠી નીકળે ! ને આ ખાટી નીકળી એમાં તારી પુણ્યએ જોર ના કર્યું, તેમાં કોઈને દોષ કેમ અપાય ! એટલે આ તો પુણ્ય કાચી પડે છે, બીજું શું છે તે આ ? મોટો ભાઈ મિલકત આપતો ના હોય તો કંઈ મોટાભાઈનો દોષ છે ? આપણી પુણ્ય કાચી પડી ગઈ. એમાં દોષ કોઈનો છે નહીં. આ તો પુણ્યને એ સુધારતો નથી અને મોટાભાઈ જોડે નયા પાપ બાંધે છે ! પછી પાપના દડિયા ભેગા થાય છે. આપણને મકાનની અડચણ હોય ને કોઈ માણસ મદદ કરે અને મકાન આપણને રહેવા આપે, તો જગતના મનુષ્યોને એની પર રાગ થાય અને જ્યારે એ મકાન લઈ લેવા ફરે તો એની પર દ્વેષ થાય. આ રાગવૈષ છે, હવે ખરેખર તો રાગ-દ્વેષ કરવાની જરુર નથી, એ નિમિત્ત જ છે. એ આપનારો ને લઈ લેનારો, બન્ને નિમિત્ત છે. તમારો પુણ્યનો ઉદય હોય ત્યારે એ આપવા માટે ભેગાં થાય, પાપનો ઉદય હોય ત્યારે લેવા માટે ભેગો થાય. એમાં કશો એનો દોષ નથી. તમારા ઉદયનો આધાર છે. સામાનો કિંચિત્માત્ર દોષ નથી. એ નિમિત્ત માત્ર છે. એવું આપણું જ્ઞાન કહે છે, કેવી સુંદર વાત કરે છે ! અજ્ઞાનીને તો કોઈક મીઠું મીઠું બોલે ત્યાં આગળ રાગ થાય ને કડવું બોલે ત્યાં વૈષ થાય. સામો મીઠું બોલે છે તે પોતાની પુણ્ય પ્રકાશિત છે ને સામો કડવું બોલે છે, તે પોતાનું પાપ પ્રકાશિત છે. તેથી મૂળ વાતમાં, બેઉ સામા માણસને કશી લેવાદેવા નથી. બોલનારને કશી લેવાદેવા નથી. સામા માણસ તો નિમિત્ત જ થાય છે. જે જશનો નિમિત્ત હોય એનાથી જશ મળ્યા કરે અને અપજશન નિમિત્ત હોય એનાથી અપજશ મળ્યા કરે. એ નિમિત્ત જ છે ખાલી. એમાં કોઈનો દોષ નથી. પ્રશ્નકર્તા : બધા નિમિત્ત જ ગણાય ને ? દાદાશ્રી : નિમિત્ત સિવાય આ જગતમાં કોઈ ચીજ બીજી છે જ નહીં. જે છે તે ય નિમિત્ત જ છે. એતો આધાર છે પુષ્ય અને પાપતો ! પ્રશ્નકર્તા : કેટલાંક જૂઠું બોલે તો સત્યમાં ખપી જાય છે અને કેટલાંક સાચું બોલે તો પણ જૂઠામાં ખપી જાય છે. એ શું પઝલ (કોયડો) છે ?! દાદાશ્રી : એ એનાં પાપ અને પુણ્યના આધારે બને છે. એનાં પાપનો ઉદય હોય તો એ સાચું બોલે તો પણ જૂઠમાં ખપે. જયારે પુણ્યનો ઉદય હોય ત્યારે જૂઠું બોલે તો પણ લોકો એને સાચું સ્વીકારે, ગમે તેવું જૂઠું કરે તો ય ચાલી જાય. પ્રશ્નકર્તા ઃ તો એને કંઈ નુકસાન નહીં ?

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40