Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 21
________________ પાપ-પુણ્ય ૩૩. ૩૪ પાપ-પુણ્ય છે એ પણ જતું રહશે. માટે ઘેર જઈને સૂઈ જા અને થોડું થોડું સાધારણ કામ કર, અને પુણ્યનો ઉદય હોય તો ભટકવાની જરુર જ શી છે ? ઘેર બેઠા સામસામી સહેજે કામ કરવાથી બધું ભેગું થઈ જાય, એટલે બંને વખતે આંટીઓ વાળવાનું ના કહીએ છીએ. વાત ખાલી સમજવાની જરુર છે. પુણ્યેતા ખેલ સામે ફાંફાં શાને ? પુણ્ય ફળ આપવા સન્મુખ થયું છે તો શું કરવા ફાંફા માર માર કરે છે ? અને જો પુણ્ય ફળ આપવા સન્મુખ થયું નથી તો ડખલ શું કરવા કરે છે વગર કામનો ? સન્મુખ નથી થયું ને તું ડખલ કરીશ તો ય કશું વળવાનું નથી. અને સન્મુખ થયું હોય તો ડખલ શું કરવા કરે છે તું ? પુણ્ય ફળ આપવા તૈયાર થશે તો વાર નહીં લાગે. પાપ-પુણ્યતી લિન્ક... કોઈ બહારનો માણસ મારી પાસે વ્યવહારથી સલાહ લેવા આવે કે, ‘હું ગમે તેટલી માથાકૂટ કરું છું તો ય કશું વળતું નથી.' એટલે હું કહું, “અત્યારે તારો ઉદય પાપનો છે. તે કોઈને ત્યાંથી ઉછીના રૂપિયા લાવીશ તો રસ્તામાં તારું ગજવું કપાઈ જશે ! માટે અત્યારે તું ઘેર બેસીને નિરાંતે તું જે શાસ્ત્ર વાંચતો હોય તે વાંચ ને ભગવાનનું નામ લીધા કર.” અમે જયગઢની જેટી ૧૯૬૮ની સાલમાં બાંધતા હતા. ત્યાં એક કોન્ટ્રાક્ટર મારી પાસે આવ્યો. તે મને પૂછવા લાગ્યો, ‘હું મારા ગુરુ મહારાજ પાસે જાઉં છું. દર સાલ મારા પૈસા વધ વધ કરે છે. મારી ઇચ્છા નથી તો ય વધે છે, તો શું એ ગુરુકૃપા છે ?” મેં એને કહ્યું, ‘એ ગુરુની કૃપા છે એવું માનીશ નહીં. જો એ જતા રહેશે તો તને એમ લાગશે કે લાવ, ગુરુને પથરો મારું !” આમાં ગુરુ તો નિમિત્ત છે, એમના આશિષ નિમિત્ત છે. ગુરુને જ જોઈતા હોય તો ચાર આના ના મળને ! એટલે પછી એણે મને પૂછયું કે, મારે શું કરવું?” મેં કહ્યું, ‘દાદાનું નામ લેજે.' હવે અત્યાર સુધી તારી પુણ્યની લિન્ક આવી હતી. લિન્ક એટલે અંધારામાં પત્તાં ઉઠાવે તો ચોક્કો આવે, ફરી પંજો આવે, પછી ફરી ઉઠાવે તો છક્કો આવે. તે લોકો કહે કે, વાહ શેઠ, વાહ શેઠ, કહેવું પડે.” તે તને એકસો સાત સુધી સાચું પડ્યું છે. પણ હવે બદલાવાનું છે. માટે ચેતતો રહેજે. હવે તું કાઢીશ તો સત્તાવન પછી ત્રણ આવશે ને ત્રણ પછી એકસો અગિયાર આવશે ! તે લોક તમને બુદ્ધ કહેશે, માટે આ દાદાનું નામ છોડીશ નહીં. નહીં તો માર્યો જઈશ. પછી અમે મુંબઈ આવતા રહ્યા. પેલો બે-પાંચ દહાડા પછી આ વાત ભૂલી ગયો. તેને પછી બહુ મોટી ખોટ આવી. તે ધણી બૈરી બંનેએ માંકડ મારવાની દવા પી લીધી ! પણ પુણ્યશાળી એટલો કે એનો ભાઈ જ ડૉકટર હતો તે આવ્યો ને બચી ગયો ! પછી એ મોટર લઈને દોડતો મારી પાસે આવ્યો. મેં એને કહ્યું, ‘આ દાદાનું નામ લીધા કરજે ને ફરી આવું ક્યારેય ના કરીશ.” ત્યારે પછી એણે નામ લેવાનું ચાલુ રાખ્યું. તેનાં પાપ બધાં ધોવાઈ ગયાં ને રાગે પડી ગયું. ‘દાદા’ બોલે તે ઘડીએ પાપ પાસે આવે જ નહીં. ચોગરદમ ભમ્યા કરે પણ અડે નહીં તમને. તમે ઝોકું ખાવ તો તે ઘડીએ અડી જાય. રાત્રે ઊંઘમાં ના અડે. જો ઠેઠ જાગતા સુધી બોલ્યા અને સવારમાં ઊઠવાની સાથે બોલ્યા હો તો વચ્ચેનો ગાળો એ સ્વરૂપ કહેવાય. ધર્મની પુણ્ય તો એવું છે, ધર્મ દરેક જગ્યાએ મદદ કરે, ગમે તેવી મુશ્કેલીમાં મદદ કરે. એવી ધર્મની પુણ્ય હોય છે. પુણ્ય હેલ્પ કરે જ. આપણું જ્ઞાન તો જુદી જાતનું જ્ઞાન છે. હાજરાહજુર જ્ઞાન છે ! પુણ્ય પણ ફાઈલ છે ને પાપ પણ ફાઈલ છે. પુણ્ય પ્રમાદ કરાવડાવે ને પાપ જાગ્રત રાખે. પુર્વે તો ઊલટું આ આઈસ્ક્રીમ ખાવ, આ ફૂટ ખાવ, એ બધું પ્રમાદ કરાવડાવે, એના કરતાં કડવી દવા પાઈ દોને, તો જાગ્રત તો રહે ! ઘરાક મોકલતાર કોણ ? આ બધા લોકો મોટેલો ચલાવે છે, એમાં મોટેલમાં છે તે આવનારાને કોણ મોકલતું હશે ?! તમે મોટેલ ચલાવો છો ને, કોણ મોકલતું હશે ?

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40