Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 20
________________ પાપ-પુણ્ય ૩૧ પાપ-પુણ્ય ચલાવવું છે. કાળા બજાર કરીને જ ચલાવવું છે.' કોઈ કહેશે, ‘આપણે ચોરી કયારેય નથી કરવી.’ કોઈ કહે, ‘મારે આવું ભોગવી લેવું છે, તે ભોગવી લેવા માટે એકાંતની જગ્યા હલ તૈયાર કરી આપે. તેમાં પાછું પાપ-પુણ્ય કામ કરે છે. જે બધું ભોગવવાની ઇચ્છા કરી હોય એવું બધું એને મળી આવે. માન્યામાં ના આવે એવું બધું પણ એને મળી જાય. કારણ કે એના બુદ્ધિના આશયમાં હતું અને પુણ્ય ભેગું થાય તો કોઈ એને પકડી ય ના શકે, ગમે તેટલા ચોકીપહેરા કરો તોય ! અને પુણ્ય પૂરું થાય ત્યારે એમ ને એમ પકડાઈ જાય. નાનું છોકરું ય એને ખોળી કાઢે કે, “ઐસા ગોટાલા હૈ ઈધર !' બે ચોર ચોરી કરે છે, તેમાંથી એક પકડાઈ જાય છે ને બીજો આબાદ છૂટી જાય છે, એ શું સૂચવે છે ? ચોરી કરવી એમ બુદ્ધિના આશયમાં તો બન્નેય ચોર લાવ્યા હતા. પણ એમાં જે પકડાઈ ગયો તેનું પાપફળ ઉદયમાં આવ્યું ને વપરાયું. જ્યારે બીજો છૂટી ગયો તેનું પુણ્ય તેમાં વપરાઈ ગયું. તેમ દરેકના બુદ્ધિના આશયમાં જે હોય છે, તેમાં પાપ અને પુણ્ય કાર્ય કરે છે. બુદ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી છે એમ ભરી લાવ્યો તે એનું પુણ્ય વપરાય તો લક્ષ્મીના ઢગલે ઢગલા થાય. બીજો બુદ્ધિના આશયમાં લક્ષ્મી પ્રાપ્ત કરવી એવું લઈને તો આવ્યો પણ એમાં પુણ્ય કામ લાગવાને બદલે પાપફળ સામું આવ્યું. તે લક્ષ્મીજી મોટું જ ના દેખાડે. અલ્યા, આ તો એટલો બધો ચોખે ચોખો હિસાબ છે કે કોઈનું જરાય ચાલે તેમ નથી. ત્યારે આ અક્કરમીઓ એમ માની લે છે કે હું દસ લાખ રૂપિયા કમાયો. અલ્યા, આ તો પુણ્ય વપરાઈ અને તે ય અવળે રસ્તે. એના કરતાં તારો બુદ્ધિનો આશય ફેરવ. ધર્મ માટે જ બુદ્ધિનો આશય બાંધવા જેવો છે. આ જડ વસ્તુઓ મોટર-બંગલા- રેડિયો એ બધાની ભજના કરી તેના જ માટે બુદ્ધિનો આશય બાંધવા જેવો નથી. ધર્મ માટે જ - આત્મધર્મ માટે જ બુદ્ધિનો આશય રાખો. અત્યારે તમને જે પ્રાપ્ત છે તે ભલે હો, પણ હવે તો માત્ર આશય ફેરવીને સંપૂર્ણ સો ટકા ધર્મ માટે જ રાખો. અમને જે જે મળ્યા અને જ્ઞાન લઈ ગયા, તેમણે બે-પાંચ ટકા ધર્મ માટે-મુક્તિને માટે નાખેલા. તેથી અમે મળ્યા. અમે સોએ સો ટકા ધર્મમાં નાખ્યા, તેથી બધેથી જ અમને ધર્મ માટે ‘નો ઓજેકશન સર્ટિફિકેટ મળ્યું છે. અનંત અવતારથી મોક્ષનું નિયાણું કર્યું છે પણ બરાબર પાકું નિયાણું કર્યું નથી. જો મોક્ષ માટેનું જ પાકું નિયાણું કર્યું હોય તો બધી પુર્વે તેમાં જ વપરાય. આત્મા માટે જીવ્યા તે પુણ્ય છે ને સંસાર માટે જીવ્યા તો નવું પાપ છે. પસંદગી પઐતી વહેંચણી તણી.. એટલે આ પુણ્ય છેને, તે આપણે જેમ માગણી કરીએને, તેમાં વહેંચાઈ જાય. કોઈ કહેશે, મારે આટલો દારુ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. તો તેમાં વહેંચાઈ જાય. કોઈ કહેશે, મારે મોટર જોઈએ અને ઘર. ત્યારે કહે, બે રૂમ હશે તો ચાલશે. બે રૂમના એને સંતોષ હોય અને મોટર વાપરવાની મળે. આ લોકોને સંતોષ રહેતો હશે, નાની નાની છાપરડીઓમાં રહેતા હશે, તે બધાંને ? ખરો સંતોષ. તેથી તો એને એ ઘર ગમે. એ હોય તો જ ગમે. હમણે પેલા આદિવાસીને આપણે ત્યાં તેડી લાવો જોઈએ. ચાર દહાડા રાખો જોઈએ ! એમને ચેન ના પડે એમાં, કારણ કે એનો બુદ્ધિનો આશય છે ને તો તે પ્રમાણે પુણ્યનું ડિવિઝન થાય. ટેન્ડરના પ્રમાણે આઈટમ મળે. પ્રશ્નકર્તા : પુણ્ય-પાપને જ આધીન હોય તો પછી ટેન્ડર ભરવાનું ક્યાં રહ્યું ? દાદાશ્રી : એ ટેન્ડર ભરાય છે તે પાપ-પુણ્યના ઉદય પ્રમાણે જ ભરાય છે. એટલે હું કહું ખરો કે ‘ટેન્ડર' ભરો, પણ હું જાણું કે શેના આધારે ‘ટેન્ડર’ ભરાય છે. આ બે કાયદાની બહાર ચાલી શકે એમ નથી. હું ઘણા જણને મારી પાસે ‘ટેન્ડર’ ભરી લાવવાનું કહું છું. પણ કોઈ ભરી લાવ્યા નથી. શી રીતે ભરે ? એ પાપ-પુણ્યને આધીન છે. એટલે પાપનો ઉદય હોય ત્યારે બહુ આંટીઓ વાળવા જઈશ તો ઊલટું અમે અમારા બુદ્ધિના આશયમાં પંચાણું ટકા ધર્મ અને જગત કલ્યાણની ભાવના લાવ્યા છીએ. બીજે ક્યાંય અમારું પુણ્ય ખર્ચાયું જ નથી. પૈસા, મોટર, બંગલા, દીકરો, દીકરી ક્યાંય નહીં.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40