Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 24
________________ પાપ-પુણ્ય ૪૦ પાપ-પુણ્ય પુણ્યશાળીને આયુષ્ય લાંબું હોય, જરા ઓછું પુણ્ય હોય તો આયુષ્ય તૂટી જાય, વચ્ચે રસ્તામાં ! હવે કોઈક માણસ બહુ પાપી હોય, ને આયુષ્ય લાંબું હોય તો ? તે ભગવાને શું કહ્યું કે પાપીનું આયુષ્ય કેવું હોવું જોઈએ ? આપણે પૂછીએ ભગવાનને કે “પાપીનું આયુષ્ય કેટલું સારું ગણાય ?” ત્યારે કહે કે, “જેટલો ઓછો જીવે એટલું સારું.' કારણ કે એવા પાપના સંજોગોમાં છે એટલે ઓછો જીવે તો એ સંજોગો બદલાય એના ! પણ એ ઓછો જીવે નહીંને ! આ તો લેવલ કાઢવા માટે આપણને કહે છે અને વધારે જીવે, તે સો વર્ષ પૂરાં કરે અને એટલાં બધાં પાપનાં દડિયાં ભેગાં કરે કે કેટલે ઊંડે જાય એ તો એ જ જાણે ! અને પુણ્યશાળી માણસ વધુ જીવે તે ઘણું સારું. પરભવતી પોટલીઓ શેતી ? પરદેશની કમાણી પરદેશમાં જ રહેશે. આ મોટર-બંગલા, મિલો, બૈરી-છોકરાં બધું જ અહીં મૂકીને જવું પડશે. આ છેલ્વે સ્ટેશને તો કોઈના ય બાપનું ચાલે તેમ નથીને ! માત્ર પુણ્ય અને પાપ સાથે લઈ જવા દેશે. બીજી સાદી ભાષામાં તને સમજાવું તો અહીં જે જે ગુના કર્યા તેની કલમો સાથે આવશે. એ ગુનાની કમાણી અહીં જ રહેશે અને પછી કેસ ચાલશે. કલમોના હિસાબે નવો દેહ પ્રાપ્ત કરી ફરીથી નવેસરથી કમાણી કરીને દેવું ચૂકવવું પડશે ! માટે મૂઆ પહેલેથી જ પાંસરો થઈ જાને ! “સ્વદેશમાં તો બહુ જ સુખ છે. પણ ‘સ્વદેશ’ જોયો જ નથીને ! પ્રશ્નકર્તા: મનુષ્ય અવતારમાં સત્કાર્યો કર્યા બાદ તેના દેહવિલય બાદ એ આત્માની પરિસ્થિતિ કઈ ? દાદાશ્રી : સત્કાર્યો કરે તો પુણ્ય બંધાય. એ ક્રેડિટ થાય, તો મનુષ્યમાં સારે ઘેર અવતાર મળે. રાજા થાય કે વડા પ્રધાન થાય અગર એથી ય વધારે સત્કાર્યો કર્યા હોય તો દેવગતિમાં જાય. સત્કાર્ય કરે એ ક્રેડિટ કહેવાય, એ પછી કેડિટ ભોગવવા જાય અને ખરાબ કાર્યો કરે એ ડેબિટ ભોગવવા જાય પછી, બે પગના ચાર પગ થાય ! આ તમે એસ.ઈ. થયા છો, તે ક્રેડિટને લઈને ! અને ડેબિટ હોય તો મિલમાં નોકરી કરવી પડે. આખો દહાડો મહેનત કરે તો ય પૂરું જ ના થાય. એટલે આ ક્રેડિટ ડેબિટના આધારે આ ચાર ગતિ અને ક્રેડિટ-ડેબિટ ઉત્પન્ન ના થયું તો મોક્ષગતિમાં જાય. સ્વાર્થ કરે ત્યારે પાપકર્મ બંધાય અને નિઃસ્વાર્થ કરે ત્યારે પુણ્યકર્મ બંધાય. પણ બન્નેય કર્મ છેને ? પેલું પુણ્યકર્મનું ફળ છે તે સોનાની બેડી અને પાપકર્મનું ફળ લોઢાની બેડી. પણ બેઉ બેડીઓ જ છેને ? ફેર સ્વર્ગ અને મોક્ષ તણો... પ્રશ્નકર્તા સ્વર્ગ અને મોક્ષની વચ્ચે શો ફરક છે ? દાદાશ્રી : સ્વર્ગ તો અહીં જે પુણ્ય કરીને જાય ને, પુષ્ય એટલે સારાં કામ કરે, શુભ કામ કરે, એટલે લોકોને દાન આપે, કોઈને દુ:ખ ના થવા દે, કોઈને મદદ કરે, ઓબ્લાઈઝિંગ નેચર રાખે, એવાં કર્મ નથી કરતાં લોકો ? પ્રશ્નકર્તા : કરે છે. દાદાશ્રી : એટલે સારાં કામ કરે તો સ્વર્ગમાં જાય અને ખરાબ કામ કરે તો નર્કમાં જાય. અને સારા-ખોટાનું મિલ્ચર કરે, પણ તેમાં ઓછાં ખોટાં કરે, તે મનુષ્યમાં આવે. આવી રીતે ચાર ભાગે કામ કર્યાના ફળ મળતાં રહે અને મોક્ષમાં કામ કરનાર જઈ શકે નહીં. મોક્ષ માટે તો કર્તાભાવ ના રહેવો જોઈએ. આત્મજ્ઞાન મળે એટલે કર્તાભાવ તૂટે અને કર્તાભાવ તૂટે એટલે મોક્ષ થઈ જાય. પુણ્યતાં ફળ કેવાં ? પુણ્ય એટલે જમે રકમ અને પાપ એટલે ઉધાર રકમ. જમે રકમ જ્યાં વાપરવી હોય ત્યાં વપરાય. દેવલોકને નજરકેદ હોય પણ તેમને ય મોક્ષ તો ના હોય. તમારે ઘેર લગ્ન હોય તો તમે બધું જ ભૂલી જાવ. સંપૂર્ણ મોહમાં તન્મય હોય. આઈસ્ક્રીમ ખાવ તે જીભ ખાવામાં હોય. બેન્ડ વાગે તે કાનને પ્રિય હોય. આંખો વરરાજાના તાનમાં હોય, નાક એ અગરબત્તી ને સેંટમાં જાય. તે પાંચેય ઇન્દ્રિય કામમાં રોકાઈ ગઈ હોય. મન ભાંજગડમાં હોય. આ બધું હોય ત્યાં આત્મા સાંભરે નહીં. તેમ દેવલોકોને સદાય એવું

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40