Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 18
________________ ૨૮ પાપ-પુણ્ય પાપ-પુણ્ય ખાંડને લઈ જાય ને કીડીઓનું ભલું થઈ જાય. હવે આને તમે દાન કર્યું કહેવાય. ભલે અણસમજણથી, પણ દાન થાય છેને ?! આપણી જાણમાં નથી, છતાં દાન થયા કરે છેને ?! અને કીડીને સુખ પડેને ? એનાથી તમને પુણ્ય બંધાય. તેનું ફળ પણ અજાણમાં ભોગવાઈ જાય ! કેટલાંક કહે છે કે અજાણતાં પાપ થાય તો તેનું ફળ કંઈ ના આવે. ના કેમ આવે ? મૂઆ, અજાણતાથી દેવતા પર હાથ મૂક એટલે ખબર પડશે કે ફળ આવે છે કે નહીં. જાણીને કરેલું પાપ અને અજાણથી કરેલું પાપ એ બંનેય સરખાં છે. પરંતુ અજાણતા કરેલા પાપનું ફળ અજાણતામાં અને જાણીને કરેલાં પાપનું ફળ જાણીને ભોગવવું પડે એટલો ફેર. બસ આ રીત છે. આ કાયદેસર છે બધું, આ જગત બિલકુલ કાયદેસર છે, ન્યાયસ્વરૂપ છે. અણસમજણથી થયેલાનું અણસમજણ પૂર્વકનું ફળ મળે. એ તમને સમજણ પાડું. એક માણસ સાત વર્ષ રાજ કરે છે ને બીજો એક માણસ સાત વર્ષ રાજ કરે છે. હવે બેઉ માણસોનું રાજ કરવાનું સરખું જ છે અને રાજેય બેઉ સરખાં છે પણ આમાં એક માણસ ત્રણ વર્ષની ઉંમરે ગાદીએ બેસે છે અને દસ વર્ષની ઉંમરે રાજ જતું રહે છે અને બીજો માણસ વીસ વર્ષની ઉંમરે ગાદીએ બેસે છે તે સત્તાવીસ વર્ષની ઉંમરે ઊઠી જાય તો કોણે રાજ સાચું ભોગવ્યું કહેવાય ? પેલાનું છોકરમતમાં જતું રહ્યું. એને રમકડાં આપો તો એ રમકડાં રમવા બેસી જાય ! એટલે આ અણસમજણથી કરેલા પચનું ફળ. આ દર્શન કરેલાં અણસમજણથી, તો એ અણસમજણથી ફળ ભોગવે. સમજણથી કરેલાનું ફળ સમજણથી ભોગવે ! એવું જાગ્રત માઈન્ડથી કરેલાં પાપ એ જાગૃતિપૂર્વક ભોગવવાં પડે અને અજાગૃતિપૂર્વકનું પાપ અજાગૃતિપૂર્વક ભોગવવું પડે. એમાં નાનપણમાં ત્રણ વર્ષ મા મરી જાય તો રડે-કરે નહીં. એને ખબરેય ના હોય. સમજતો જ નથી ત્યાં આગળ શું કરે ?! અને પચ્ચીસ વર્ષનો હોય ને તેની મા મરી જાય તો ? એટલે આ જાણીને દુ:ખ ભોગવે છે ને પેલો અજાણે ભોગવે છે. વાંક શેઠતો કે આપણા પાપતો ? શેઠ ઈનામ આપતા હોય તે આપણું વ્યવસ્થિત અને આપણું વ્યવસ્થિત અવળું આવે ત્યારે શેઠના મનમાં થાય કે આ ફેરા એનો પગાર કાપી લેવો જોઈએ. એટલે શેઠ પગાર કાપી લે એટલે પેલાને મનમાં એમ થાય કે આ નાલાયક શેઠિયો છે. આ નાલાયક મને મળ્યો. પણ આવાં ગુણાકાર કરતાં માણસને આવડે નહીં કે આ નાલાયક હોત તો ઈનામ શું કામ આપતા હતા ! માટે કંઈક ભૂલ છે. શેઠિયો વાંકો નથી. આ તો આપણું ‘વ્યવસ્થિત' ફરે છે. - આ બધું પુણ્ય ચલાવે છે. તને હજાર રૂપિયા પગાર કોણ આપે છે ? પગાર આપનારો તારો શેઠ પણ પુણ્યને આધીન છે. પાપ ફરી વળે એટલે શેઠને ય કર્મચારીઓ મારે. જાગૃતિ, પુણ્યને પાપતા ઉદયમાં... પ્રશ્નકર્તા ઃ લોકોની પુણ્ય હશે તો એમને આ સંપત્તિ ભેગી થઈ. દાદાશ્રી : એ બધી પુર્વેને, જબરજસ્ત પુર્વેને પણ સંપત્તિ સાચવવી મુશ્કેલ પડી જાય. પ્રશ્નકર્તા : એટલે એ બરોબર છે. ઉપાધિ તો ખરી જ ને ? શરુઆત પછી ત્યાંથી જ થાય છે. દાદાશ્રી : સંપત્તિ ના હોય તેના જેવું તો એકુંય નહીં. પ્રશ્નકર્તા : પૈસા ના હોય, સંપત્તિ ના હોય, તો એના જેવું એક્ય નહીં ? દાદાશ્રી : હા, એના જેવું એકુંય નહીં. સંપત્તિ એ તો ઉપાધિ છે. સંપત્તિ જો આ બાજુ ધર્મમાં વળી જ ગઈ હોય તો વાંધો નથી, નહીં તો ઉપાધિ થઈ પડે. કોને આપવી ? હવે ક્યાં મૂકવી ? એ બધી ઉપાધિ થઈ પડે ! એટલે બહુ પુણ્યે પણ કામની નહીં. પુણ્ય પણ રીતસર હોય તો

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40