Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 17
________________ પાપ-પુણ્ય ૨૫ દાદાશ્રી : હા. ખરાબમાં ખરાબ જગ્યાએ તમને કોઈ પણ જગ્યામાં જ્યાં ફસાયા, ત્યાં પુણ્ય કામ કરીને ઊભું રહે. પ્રશ્નકર્તા : પાપ ઘરમાં ય દુ:ખી કરે. દાદાશ્રી : પાપ ઘરમાં ગાદીમાં મારી નાખે. ગાદીમાં ચિંતા કરાવડાવે, ફર્સ્ટ કલાસ ગાદી પાથરી, તેની મહીં ચિંતા કરાવડાવે. પાપ છોડે નહીં ને ! એટલા માટે સંતોએ કહેલું પાપથી ડરો. કેવું પુણ્ય ખપે મોક્ષ માટે ? પ્રશ્નકર્તા : જ્યાં સુધી મોક્ષના માર્ગે ના પહોંચીએ, ત્યાં સુધી પુણ્ય નામના ભોમિયાની તો જરુર પડેને ? દાદાશ્રી : હા, એ પુણ્યના ભોમિયા માટે તો લોક શુભાશુભમાં પડ્યા છેને ! એ ભોમિયાથી બધું મળશે. પણ મોક્ષના માર્ગે જતાં એનું પુણ્ય બંધાય છે પણ આવાં પુણ્યની જરુર નથી. મોક્ષે જનારાની પુણ્યે તો કેવી હોય ? એને જગતમાં સૂર્યનારાયણ ઊગ્યો કે નહીં, તે ય ખબર ના પડે ને આખી જિંદગી જાય, એવાં પુણ્ય હોય. તો પછી આવાં કચરા પુણ્યને શું કરવાનું ? ત'તી બાદબાકી પાપતી કદિ ! પ્રશ્નકર્તા : આ માર્ગ ના મળે ત્યાં સુધી તો એ પુણ્યની જરુર છેને ? દાદાશ્રી : હા, એ બરાબર છે. પણ લોકોની પાસે પુછ્યું ક્યાં સાબુત છે ? કશું જ ઠેકાણું નથી. કારણ કે તમારી શી ઇચ્છા છે ? ત્યારે કહે કે પુણ્ય કરું તો પાપનો ઉદય ના આવે. ત્યારે ભગવાન શું કહે છે ? તેં સો રૂપિયાનું પુણ્ય બાંધ્યું, તો તારે ખાતે સો રૂપિયા જમા થાય. ત્યાર પછી બે રૂપિયા જેટલું પાપ કર્યું એટલે કે કોઈ માણસને ‘હટ, હટ, આઘો ખસ’ એવું કહ્યું, તેમાં સહેજ તિરસ્કાર આવી ગયો. હવે આનું જમે-ઉધાર ના થાય. ભગવાન કંઈ કાચી માયા નથી. જો પુણ્ય-પાપનું જમે-ઉધાર થતું હોત તો તો આ વિણક કોમને ત્યાં સહેજે દુઃખ ના હોત ! પણ આ તો સુખેય ભોગવો ને દુઃખેય ભોગવો, કેવા પાકા ભગવાન ! ૨૬ પાપ-પુણ્ય પ્રશ્નકર્તા : પુણ્યને રસ્તે માણસ જો જાય તો પછી પાપ શું કરવા આવે ? દાદાશ્રી : એ તો હંમેશાં ય કાયદો એનો છેને, કે કોઈ પણ કાર્ય તમે કરો તો પુણ્યનું કાર્ય હોય તો તમારા સો રૂપિયા જમે થાય અને પાપનું કાર્ય હોય તો ભલે થોડુંક જ, એક જ રૂપિયાનું હોય તો પણ એ તમારા ખાતે ઉધારી જાય છે અને એ સોમાંથી એક બાદ નથી થતું. એવું જો બાદ થતું હોત તો કોઈ પાપ લાગત જ નહીં. એટલે બન્ને જુદે જુદું રહે છે અને બન્નેનાં ફળ પણ જુદે જુદાં આવે છે. પાપનું ફળ આવે ત્યારે કડવું લાગે. પુણ્યમાંથી પાપ એવાં નથી બાદ થતાં. જો બાદ કરતાં હોય તો તો લોકો તો બહુ જ ચોક્કસ. બિલકુલેય દુઃખ ના આવે. એકુંય છોકરો મરી જાય નહીં કે છોડી મરી જાય નહીં. નોકર ચોરી ના કરે. કશું જ ના કરે, મઝા હોય. આ તો પુણ્ય ફરી વળેને તો મોટરોમાં મોજશોખ કરવાનું ય આપે છે, પછી પાપ ફરી વળેને ત્યારે એ જ મોટરોમાં એક્સિડન્ટ કરાવે. આ તો બધું ફરી વળશે. મહીં હશે એટલો સામાન ફરી વળશે. નહીં હોય તો ક્યાંથી ફરી વળે ? જે છે એ હિસાબ છે. એમાં કશું ફેરફાર નહીં થાય. અજાણતા થયેલાં પાપોતું (?) પ્રશ્નકર્તા : આ મેં પાપ કર્યું કે પુણ્ય કર્યું એવી સમજણ ના હોય તો પાપ-પુણ્ય થાય ? એને સમજણ જ ના હોય કે આ મેં પાપ કર્યું અને આ મેં પુણ્ય કર્યું તો એની બિલકુલ અસર એને ન જ થાયને ? દાદાશ્રી : કુદરતનો નિયમ એવો છે કે તમને સમજણ હોય અગર સમજણ ના હોય, તો ય એની અસર તો થયા વગર રહે નહીં. આ ઝાડને કાપો એટલે તમે આમાં કંઈ પાપ કે પુણ્ય સમજતા ના હો, પણ તેથી કરીને ઝાડને દુઃખ તો થયું જ ને ? માટે તમને પાપ લાગ્યું. તમે રેશનમાંથી કંટ્રોલની ચાર કલાક લાઈનમાં ઊભા રહીને ખાંડની થેલી લઈને જતા હોય અને થેલીમાં કાણું હોય તો એમાંથી ખાંડ વેરાતી હોય તો એ ખાંડ કોઈકને કામ લાગે કે ના લાગે ? નીચે કીડીઓ હોય એ


Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40