Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ ૨૧ પાપ-પુણ્ય ઘેર પાછાં આવેને, ત્યારે બાઈસાહેબ શું કહેશે, દોઢ કલાક લેટ થયા, ક્યાં ગયા હતા ?” આ જુઓ પુણ્યશાળી (!) પુણ્યશાળીને આવું હોતું હશે ? પુણ્યશાળીને એક અવળો પવન ના વાગે. નાનપણમાંથી જ એ ક્વૉલિટી જુદી હોય. અપમાનનો જોગ ખાધેલો ના હોય. જ્યાં જાય ત્યાં ‘આવો, આવો ભાઈ’ એવી રીતે ઉછરેલાં હોય અને આ તો જ્યાં ને ત્યાં અથડાયો ને અથડાયો. એનો અર્થ શો છે તે ? પાછું પુણ્ય ખલાસ થાયને એટલે હતા એના એ ! એટલે તું પુણ્યશાળી નથી તો આખી રાત પાટા બાંધીને ફરે, તો ય સવારમાં કંઈ પચાસ મળી જાય ? માટે તરફડિયાં માર નહીં ને જે મળ્યું તેમાં ખા-પીને સૂઈ રહેને છાનોમાનો. પ્રશ્નકર્તા : એ તો પ્રારબ્ધવાદ થયોને ! દાદાશ્રી : ના, પ્રારબ્ધવાદ નહીં. તું તારી મેળે કામ કર. મહેનત કરીને રોટલા ખા. બાકી, બીજાં તરફડિયાં શું કરવા માર માર કરે છે ? આમ ભેગા કરું ને તેમ ભેગા કરું ! જો તને ઘરમાં માન નથી, બહાર માન નથી, તો શાનો તરફડિયાં મારે છે ? અને જ્યાં જાય ત્યાં એને ‘આવો બેસો’ કહેનાર હોય, એવી મોટામાં મોટી પુણ્યે લાવેલા હોય એની વાત જ જુદી હોયને ? આ શેઠ આખી જિંદગીના પચ્ચીસ લાખ લઈને આવ્યા હોય, તે પચ્ચીસ લાખના બાવીસ લાખ કરે છે પણ વધારતા નથી. વધુ ક્યારે ? હંમેશાં ય ધર્મમાં રહે તો. પણ જો પોતાનું મહીં ડખો કરવા ગયો તો બગડ્યું. કુદરતમાં હાથ ઘાલવા ગયો કે બગડ્યું. લક્ષ્મી આવે છે પણ કશું મળતું નથી. રેન્ક, પુણ્યશાળીઓતી..... આ મોટા મોટા ચક્રવર્તી રાજાઓ હતા, તેમને આ દહાડો છે કે રાત છે, તેની ખબર ન હતી. તે ય સૂર્યનારાયણે ય ના જોયો હોય તો ય મોટું રાજ કરતા'તા. કારણ કે પુણ્ય કામ કરે છે. પ્રશ્નકર્તા : શાલિભદ્ર શેઠને ઉપરથી દેવો સોનાના મહોરની પેટીઓ આપતા, તો એ સાચું ? દાદાશ્રી : હા, આપે. બધું આપે. એનું પુણ્ય હોય ત્યાં સુધી શું ના ૨૨ પાપ-પુણ્ય આપે ? અને દેવો જોડે ઋણાનુબંધ હોય, એમના સગાવહાલા ત્યાં ગયા હોય ને પુણ્ય હોય તો એમને શું ના આપે ? પુણ્યશાળીઓને ઓછી મહેનતે બધું ફળે. એટલે સુધી પુણ્ય થઈ શકે છે. સહજ વિચાર્યું, કશું આઘાપાછાં ના થયા તો બધી વસ્તુઓ વિચાર પ્રમાણે મળી આવે એ સહજ પ્રયત્ન. પ્રયત્ન નિમિત્ત છે, પણ સહજ પ્રયત્ન એટલે એને પુરુષાર્થ કહેવો, એ વ્યાખ્યા બધી ભૂલભરેલી છે. લક્ષ્મી એટલે પુણ્યશાળી લોકોનું કામ છે. પુણ્યનો હિસાબ આવો છે કે ખૂબ મહેનત કરે અને ઓછામાં ઓછું મળે, એ બહુ જ થોડુંક અમથું પુણ્ય કહેવાય. પછી શારીરિક મહેનત બહુ ના કરવી પડે અને વાણીની મહેનત કરવી પડે, વકીલોની પેઠે, એ થોડી વધારે પુણ્ય કહેવાય, પેલા કરતાં અને એથી આગળનું શું ? વાણીની યે માથાકૂટ કરવી ના પડે, શરીરની માથાકૂટ ના કરવી પડે, પણ માનસિક માથાકૂટથી કમાય. એ વધારે પુણ્યશાળી કહેવાય અને એનાથી યે આગળ ક્યું ? સંકલ્પ કરતાંની સાથે જ તૈયાર થઈ જાય. સંકલ્પ કર્યો એ મહેનત. સંકલ્પ કર્યો કે બે બંગલા, આ એક ગોડાઉન. એવો સંકલ્પ કર્યો કે તૈયાર થઈ જાય એ મહાન પુણ્યશાળી. સંકલ્પ કરે એ મહેનત, બસ. સંકલ્પ કરવો પડે. સંકલ્પ વગર ના થાય. થોડીકેય મહેનત કંઈક જોઈએ. પ્રશ્નકર્તા : પણ એ મનુષ્યમાં એમ ન થઈ શકે. દાદાશ્રી : મનુષ્યમાં હઉ થાય. કેમ ના થાય ? મનુષ્યમાં તો જોઈએ એટલું થાય. પ્રશ્નકર્તા : એ તો એમ કહેલું કે દેવલોકમાં એમ થાય ? દાદાશ્રી : દેવલોકનું બધું સિદ્ધ થાય, પણ અહીંયા ય કોઈ કોઈ સંકલ્પસિદ્ધિ થઈ જાય. બધું થાય, આપણું પુણ્ય જોઈએ. પુણ્ય નથી. પુણ્ય ખૂટી પડ્યાં છે. જેટલી મહેનત એટલા અંતરાય, કારણ કે મહેનત કેમ કરવી પડે છે !

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40