Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ પાપ-પુણ્ય લક્ષ્મી તો પુણ્યની આવે છે. બુદ્ધિ વાપરવાથીય નથી આવતી. આ મિલમાલિકો ને શેઠિયાઓમાં છાંટોય બુદ્ધિ ના હોય પણ લક્ષ્મી ઢગલાબંધ આવતી હોય ને એમનો મુનીમ બુદ્ધિ વાપર વાપર કરે, ઈન્કમટેક્ષની ઓફિસમાં જાય, ત્યારે સાહેબની ગાળોય મુનીમ જ ખાય, જ્યારે શેઠ તો લહેરથી ઊંઘતો હોય. ૧૯ એક શેઠ હતા. શેઠ ને એમનો મુનીમજી બેઉ બેઠેલા, અમદાવાદમાં સ્તોને ! લાકડાનું પાટિયું ને ઉપર ગાદી, એવો પલંગ, સામે ટિપાઁય ! અને એના ઉપર ભોજનનો થાળ હતો. શેઠ જમવા બેસતા હતા. શેઠની ડિઝાઈન કહું. બેઠેલા તે ત્રણ ફૂટ જમીન ઉપર, જમીનની ઊંચે દોઢ ફૂટે માથું. મોઢાનો ત્રિકોણ આકાર અને મોટી મોટી આંખો ને મોટું નાક અને હોઠ તો જાડા જાડા ઢેબરા જેવા અને બાજુમાં ફોન. તે ખાતાં ખાતાં ફોન આવે ને વાત કરે. શેઠને ખાતાં તો આવડતું નહોતું. બે-ત્રણ ટુકડા પૂરીના નીચે પડી ગયેલા અને ભાત તો કેટલોય વેરાયેલો નીચે. ફોનની ઘંટડી વાગે ને શેઠ કહે કે ‘બે હજાર ગાંસડી લઈ લો' ને બીજે દહાડે બે લાખ રૂપિયા કમાઈ જાય. મુનીમજી બેઠા બેઠા માથાફોડ કરે ને શેઠ વગર મહેનતે કમાય. આમ શેઠ તો અક્કલથી જ કમાતા દેખાય છે. પણ એ અક્કલ ખરા વખતે પુણ્યને લઈને પ્રકાશ મારે છે. આ પુણ્યથી છે. તે તો શેઠને અને મુનીમજીને ભેળા રાખો તો સમજાય. ખરી અક્કલ તો શેઠના મુનીમને જ હોય, શેઠને નહીં. આ પુણ્યે ક્યાંથી આવી ? ભગવાનને સમજીને ભજયા તેથી ? ના, ના સમજીને ભજયા તેથી. કોઈની ઉપર ઉપકાર કર્યા, કોઈનું ભલું કર્યું, એ બધાથી પુણ્ય બંધાઈ. શ્રીમંતાઈ કોને વરે ? શ્રીમંતાઈ શું કર્યું હોય તો આવે ? કેટલી બધી લોકોને માટે હેલ્પ કરી હોય ત્યારે લક્ષ્મી આપણે ત્યાં આવે ! નહીં તો લક્ષ્મી આવે નહીં. લક્ષ્મી તો આપવાની ઇચ્છાવાળાને ત્યાં જ આવે. જે ઘસાઈ છૂટે છે, છેતરાય, નોબિલિટી વાપરે, એને લક્ષ્મી આવે. જતી રહેલી આમ લાગે ખરી, પણ આવીને પાછી ત્યાં જ ઊભી રહે. પ્રશ્નકર્તા : આપે લખ્યું છે કે જે કમાય છે તે મોટા મનવાળો જ પાપ-પુણ્ય કમાય છે. આપવા-લેવામાં જે મોટું મન રાખે એ જ કમાણી કરે છે. બાકી, સાંકડા મનવાળો કમાતો જ નથી કોઈ દહાડો ! ૨૦ દાદાશ્રી : હા બધી રીતે નોબલ હોય, તો લક્ષ્મી ત્યાં જાય. આ પાજી પાસે લક્ષ્મી જતી હશે ?! આવે. પ્રશ્નકર્તા : એટલે પુણ્યને લીધે માણસ ધનવાન બને ? દાદાશ્રી : ધનવાન થવા તો પુણ્ય જોઈએ. પુણ્ય હોય તો પૈસા પ્રશ્નકર્તા : પૈસા માટે તો લખ્યું છેને કે બુદ્ધિની જરુર પડે. દાદાશ્રી : ના. બુદ્ધિ તો નફો-તોટો બે જ દેખાડે. જ્યાં જાવ ત્યાં નફો-તોટો એ દેખાડી દે. એ કંઈ પૈસા-પૈસા આપતી નથી. બુદ્ધિ જો પૈસા આપતી હોય ને તો આ ભૂલેશ્વરમાં એટલા બધા બુદ્ધિશાળી મહેતાજી હોય છે, શેઠને સમજણ પડતી નથી એ બધી એને સમજણ પડે છે. પણ ચંપલ બિચારાનાં પાછળ અડધાં ઘસાઈ ગયેલાં હોય અને શેઠ તો સાડી ત્રણસો રૂપિયાના બૂટ પહેરીને ફરતા હોય, છતાં ડફોળ હોય ! પૈસા કમાવા માટે પુણ્યની જરુર છે. બુદ્ધિથી તો ઊલટાં પાપો બંધાય. બુદ્ધિથી પૈસા કમાવા જાવ તો પાપ બંધાય. મારે બુદ્ધિ નહીં એટલે પાપ બંધાય નહીં. અમારામાં બુદ્ધિ એક સેન્ટ પરસેન્ટ નહીં ! લક્ષ્મીજી કોતી પાછળ ? લક્ષ્મીજી તો પુણ્યશાળી પાછળ જ ફર્યા કરે છે અને મહેનતુ લોકો લક્ષ્મીજીની પાછળ ફરે છે. એટલે આપણે જોઈ લેવું કે પુણ્ય હશે તો લક્ષ્મીજી પાછળ આવશે. નહીં તો મહેનતથી તો રોટલા મળશે, ખાવાપીવાનું મળશે અને એકાદ છોડી હશે તો પૈણશે. બાકી, પુણ્ય વગર લક્ષ્મી ના મળે. એટલે ખરી હકીકત શું કહે છે કે ‘તું જો પુણ્યશાળી છો તો તરફડિયાં શું કરવા માટે છે ? અને તું પુણ્યશાળી નથી તો પણ તરફડિયાં શું કરવા મારે છે ?” પુણ્યશાળી તો કેવા હોય ? આ અમલદારો ય ઓફિસેથી અકળાઈને

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40