Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ પાપ-પુણ્ય પોતાના ભાગની પુણ્ય ભોગવતો હોય, એમાં આપણે શું કરવા ડખો કરીએ ?” ત્યારે એ મને કહે કે, એમને ડાહ્યા નથી કરવા ?' મેં કહ્યું, જગતમાં જે ભોગવે છે એ ડાહ્યો કહેવાય. બહાર નાખી દે એને ગાંડો કહેવાય ને મહેનત કર્યા કરે એ તો મજૂર કહેવાય. પણ મહેનત કરે છે તેને અહંકારનો રસ મળેને ! લાંબો કોટ પહેરીને જાય એટલે લોક ‘શેઠ ૧૫ આવ્યા, શેઠ આવ્યા' કરે એટલું જ બસ અને ભોગવનારાને એવી કંઈ શેઠ-બેઠની પડેલી ના હોય. આપણે તો આપણું ભોગવ્યું એટલું સાચું. અત્યારે છે એ તો લક્ષ્મી જ ના કહેવાય. આ તો પાપાનુબંધી પુણ્યવાળી લક્ષ્મી. તે પુણ્ય એવાં બાંધેલાં કે અજ્ઞાન તપ કરેલાં, તેનું પુણ્ય બંધાયેલું. તેનું ફળ આવ્યું, તેમાં લક્ષ્મી આવી. આ લક્ષ્મી માણસને ગાંડોઘેલો બનાવી દે. આને સુખ જ કહેવાય કેમ ? સુખ તો પૈસાનો વિચાર ના આવે, તેનું નામ સુખ. અમને તો વર્ષમાં એકાદ દિવસ વિચાર આવે કે ગજવામાં પૈસા છે કે નહીં. પ્રશ્નકર્તા : બોજારૂપ લાગે દાદાશ્રી : ના, બોજો તો અમને હોય જ નહીં. પણ અમને એ વિચાર જ ના હોયને ! શેને માટે વિચાર કરવાના ? બધું આગળ-પાછળ તૈયાર જ હોય છે. જેમ ખાવા-પીવાનું તમારા ટેબલ પર આવે છે કે નથી આવતું ? ભોગવટો, રૂપિયાતો કે વેદીયતો આ તો જેને ઢેખાળો વાગ્યો તેની જ ભૂલ. ભોગવે તેની ભૂલ એકલું જ નહીં પણ ભોગવવાનું ઇનામ પણ છે. પાપનું ઇનામ મળે તો એ એનાં બૂરા કર્તવ્યનો દંડ અને ફૂલાં ચઢે તો એનાં સારાં કર્તવ્યનું પુણ્યનું ઈનામ, છતાં બંને ભોગવટાં જ છે, અશાતાનો અથવા શાતાનો. કુદરત શું કહે છે ? એણે કેટલા રૂપિયા વાપર્યા એ અમારે ત્યાં જોવાતું નથી. એ તો વેદનીય શું ભોગવી ? શાતા કે અશાતા, એટલું જ અમારે અહીં આગળ જોવાય છે. રૂપિયા નહીં હોય તો ય શાતા ભોગવશે ને રૂપિયા હશે તો ય અશાતા ભોગવશે. એટલે શાતા કે અશાતા વેદનીય ભોગવે છે, તેનો રૂપિયા ઉપર આધાર નથી રહેતો. ૧૬ પાપ-પુણ્ય સાચુ તાણું સુખ આપે ! દસ લાખ રૂપિયા બાપે છોકરાને આપ્યા હોય અને બાપો કહેશે કે ‘હવે હું આધ્યાત્મિક જીવન જીવું !' ત્યારે હવે એ છોકરો કાયમ દારુમાં, માંસાહારમાં, શેરબજારમાં બધામાં એ પૈસા ખોઈ નાખે. કારણ કે જે પૈસા ખોટે રસ્તે ભેગા થયા છે તે પોતાની પાસે રહે નહીં. આજે તો સાચું નાણું જ – સાચી મહેનતનું જ નાણું રહેતું નથી તો ખોટું નાણું શી રીતે રહે ? એટલે પુણ્યનું નાણું જોઈશે, જેમાં અપ્રમાણિકતા ના હોય. દાનત ચોખ્ખી હોય એવું નાણું હોય તે સુખ આપશે. નહીં તો અત્યારે દુષમકાળનું નાણું એ ય પુણ્યનું જ કહેવાય છે પણ પાપાનુબંધીનું પુણ્યનું, તે નર્યા પાપ જ બંધાવે. એના કરતાં એ લક્ષ્મીજીને કહીએ કે, ‘તું આવીશ જ નહીં, એટલેથી જ છેટી રહેજે. એમાં અમારી શોભા સારી છે ને તારી ય શોભા વધશે.’ આ બંગલા બંધાય છે એ બધુંય પાપાનુબંધી પુણ્ય ઉઘાડું દેખાય છે. એમાં અહીં કો'ક હશે. હજારે એકાદ માણસ કે જેની પુણ્યાનુબંધી પુણ્ય હોય. બાકી, આ બધી પાપાનુબંધી પુણ્ય છે. આટલી લક્ષ્મી તો હોતી હશે કોઈ દહાડોય ? નર્યું પાપ જ બાંધે છે, આ તો તિર્યંચની રિટર્ન ટિકિટ લઈને આવેલાં છે. એક મિનિટ પણ રહેવાય નહીં એવો આ સંસાર ! જબરદસ્ત પુણ્ય હોય છે તો પણ મહીં અંતરદાહ શમતો નથી, અંતરદાહ નિરંતર બળ્યા જ કરતો હોય છે. અંતરદાહ શાથી હોય ? અંતરદાહ પાપ-પુણ્યને આધીન નથી. અંતરદાહ ‘રોંગ બિલિફ’ને આધીન છે. ચોગરદમથી બધા ફર્સ્ટકલાસ સંયોગો હોય તો પણ અંતરદાહ ચાલુ જ હોય. તે હવે કેમ મટે ? પુણ્ય પણ છેવટે ખલાસ થઈ જાય. દુનિયાનો નિયમ છે કે પુણ્ય ખલાસ થાય. એટલે શું થાય ? પાપનો ઉદય થાય. આ તો અંતરદાહ ઘડીએ તારી શી છે ને પાપના ઉદય વખતે બહારનો દાહ ઊભો થશે. દશા થશે ? માટે ચેતો, એમ ભગવાન કહે છે. પુણ્યથી જ પ્રાપ્ત પૈસો ! પ્રશ્નકર્તા : અત્યારે તો પાપી પાસે જ પૈસો છે. દાદાશ્રી : પાપી પાસે નથી. હું આપને સમજાવું બરોબર. તમે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40