Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 10
________________ પાપ-પુણ્ય ૧૧ પાપ-પુણ્ય સ્ત્રી સારી, છોકરાં સારાં, નોકરો સારાં, એ જે સારું મળ્યું છે તેને શું કહેવાય ? લોકો કહે કે, ‘પુણ્યશાળી છે. હવે એ પુણ્યશાળી શું કરી રહ્યો છે, તે આપણે જોઈએ તો આખો દહાડો સાધુસંતોની સેવા કરતો હોય, બીજાની સેવા કરતો હોય અને મોક્ષ માટે તૈયારી કરતો હોય. એવું તેવું કરતાં કરતાં એને મોક્ષનું સાધને ય મળી આવે. અત્યારે પુણ્ય છે અને નવું પુણ્ય બાંધે છે અને ઓછું પુણ્ય મળે પણ વિચાર પાછાં તેના તે જ આવે, “મોક્ષે જવું છે' એ પુણ્યાનુબંધી પુણ્ય. આ તમે મને ભેગા થયા એ તમારું કંઈ પુણ્યાનુબંધી પુણ્ય હશે ને, તેના આધારે ભેગા થયા. જરાક અમથો છાંટો પડી ગયો હશે, નહીં તો ભેગા જ ના થવાય. ખરાબ કર્મ કરે છે અને ભોગવટો શી રીતે સુખનો છે ? નહીં, ભોગવે છે એ તો પુણ્યનું છે, ખોટું નથી. કોઈ દા'ડો પાપનું ફળ સુખનો ભોગવટો ના હોય. આ તો નવેસર એની આવતી જિન્દગી ખલાસ કરી રહ્યો છે. એટલે તમને એમ લાગે કે આ માણસ આમ કેમ કરી રહ્યો છે ? અને પછી કુદરત એને હેલ્પ ય આપે. કારણ કે કુદરત એને નીચે લઈ જવાની છે, અધોગતિમાં એટલે એને હેલ્પ આપે. અને નવો ચોર હોય ને આજે ગજવામાં હાથ ઘાલ્યો હોય, તો એને પકડાવી દેવડાવે કે ભઈ ના, આમાં પડી જશે તો નીચે જતો રહેશે. નવા ચોરને પકડાવી દેવડાવે, શાથી ? ઉર્ધ્વગતિમાં લઈ જવાનો છે અને પેલો રીઢો ચોર છે. એને જવા દે, નીચલી ગતિમાં જાવ, બહુ માર ખાવ, થતો ચોર નવો હોય તો પકડાઈ જાય કે ના પકડાઈ જાય ? પ્રશ્નકર્તા : પકડાઈ જાય. દાદાશ્રી : હા, અને પેલા પકડાય નહીં પાછાં. સરકાર આમ કરે, તેમ કરે, બધાને કશામાં ય પકડાય નહીં. એ કોઈની જાળમાં જ ના આવે, બધાને વેચી ખાય એવા છે ! કેટલાંક કહે છે ને, ઈન્કમટેક્ષવાળાને ઓટીઓમાં ઘાલીને ફરું છું. એની જોખમદારી પર બોલે છે ને ! આ બધી ક્રિયા એની જોખમદારી પર કરે છે ને ? કંઈ આપણી જોખમદારી પર છે ? બધાં હઠથી કરેલાં કામ, હઠાગ્રહી તપ, હઠાગ્રહી ક્રિયા એથી પાપાનુબંધી પુણ્ય બંધાય. જ્યારે સમજીને કરેલું તપ, ક્રિયાઓ, પોતાના આત્મકલ્યાણ હેતુસર કરેલાં કર્મોથી પુણ્યાનુબંધી પુણ્ય બંધાય ને કો'ક કાળે જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય ને મોક્ષે જાય. બન્ને દ્રષ્ટિઓ જુદી જુદી ! પ્રશ્નકર્તા : ચાલુ સમયમાં સામાન્ય માણસને એમ લાગે છે કે ખરાબ રસ્તે અથવા ખરાબ કર્મો દ્વારા જ ભૌતિક સુખ અને સગવડતાઓ મળે છે એટલે એમનો કુદરતી ન્યાય ઉપરથી વિશ્વાસ ઉડતો જાય છે અને ખરાબ કર્મો કરવા પ્રેરાય છે. દાદાશ્રી : હા, એ બધું સામાન્ય માણસને એમ લાગે છે. ખરાબ રસ્તે અથવા ખરાબ કર્મો દ્વારા જ ભૌતિક સુખ-સગવડતા મળે છે, એ આ કળિયુગ છે ને દુષમકાળ છેને એટલે. લોકોને, ભૌતિક સુખો અને સગવડતાઓ એ પુણ્ય સિવાય મળે નહીં, કોઈ પણ સગવડતા પુણ્ય સિવાય મળે નહીં. એક પણ રૂપિયો પુણ્ય સિવાય હાથમાં આવે નહીં. પાપાનુબંધી પુણ્ય અને એક પુણ્યાનુબંધી પુણ્ય, એ બેને ઓળખવામાં આપણી સમજણશક્તિ જોઈએ. એટલે પોતે ભોગવે છે શું ? પુણ્ય, છતાં શું બાંધી રહ્યો છે ? પાપને બાંધી રહ્યો છે. એટલે આપણને એમ લાગે કે આવાં પાપનાં પાપાતુબંધી પુણ્યતી લક્ષ્મી ! પાપાનુબંધી પુણ્યની લક્ષ્મી એટલે કઈ ? એ લક્ષ્મી આવે ત્યારે પછી આ કંઈથી લઈ લેવું, કોનું લાવવું, અણહક્કનું ભોગવી લઉં, અણહક્કનું પડાવી લેવુંએ બધા પાશવતાના વિચારો આવે. કોઈને મદદ કરવાનો વિચાર તો નામે ય ના આવે. અને તે ય ધર્માદા કરેને તે ય નામ કાઢવા માટે, કઈ રીતે હું નામના લઉં ? બાકી, કોઈના દીલ હારે નહીં, અહીં દીલ ઠરે જ્ઞાની પુરુષની હાજરીમાં. આખી રાત દીલ ઠર્યા કરે અને દીલ હરે એ તો પાંચ-પાંચ લાખ રૂપિયા આપ્યા બરોબર છે, એક એક માણસને. તો ય દીલ ઠરે નહીં હંમેશાં. રૂપિયા આપવાથી ઉર્દુ ઉપાધિ થાય. માટે એ પાપાનુબંધી પુણ્ય છે, એમનાથી અહીં અવાય જ નહીં.

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40