Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ પાપ-પુણ્ય te ખાતાં ખાતાં, શું ખાવું પડશે, એ ખબર નથી તેથી આ બધું ચાલે છે. પાપાનુબંધી પુણ્ય છે. આખો દહાડો ય હાય પૈસા, હાય પૈસા ! કંઈથી પૈસા ભેગાં કરું, આખો એમાં જ તાનમાં ને તાનમાં, કંઈથી વિષયોનું સુખ ભોગવી લઉં, કંઈ આમ કરું, તેમ કરું, પૈસા ! હાય, હાય, હાય, હાય. અને જો મોટા મોટા ડુંગર પુણ્યના ઓગળવા માંડ્યા છે. એ પુણ્ય ખલાસ થઈ જવાનું, પાછાં હતા તે બે હાથે ખાલી ને ખાલી. પછી ચાર પગમાં જઈને ઠેકાણું નહીં પડે. એટલે જ્ઞાનીઓ કરુણા ખાય કે અરેરેરે, આ દુઃખોમાંથી છૂટે તો સારું. કંઈક સારો સંજોગ બેસી જાય તો સારું. જો ને આમને સંજોગ સારો બેસી ગયો. આ શેઠ તે ક્યારે ત્યાંથી છૂટે ને અહીં આવી જાય, એવી અમારી ઇચ્છા ખરી પણ કંઈ તાલ ખાતો નથીને અને જેને તાલ ખાય છે તે આવે છે ય ખરા પાછાં. પ્રશ્નકર્તા : દાદા, બીજા વાંચનારાઓને મોક્ષની બીજી વાતો ન સમજાય, પણ આ દુઃખની વાતનું તો બહુ સમજાય. દાદાશ્રી : એ તો સમજાય, બધાને સમજાય, આ દીવા જેવી વાત ! બળી, મોક્ષની વાત મેલો છેટે, પણ દુઃખનું નિવારણ તો થયું આજ ! સંસારી દુઃખનો અભાવ તો થયો ! અને એ જ મુક્તિની પહેલી નિશાની. દુઃખમુક્ત થયા સંસારી દુ:ખોથી. ઓવરડ્રાફ્ટ વાપર્યો એડવાન્સમાં ! ચાર ઘરના માલિક, પણ ઘેર પાંચ રૂપિયા ના હોય ને ભાવનગરનાં રાજા જેવો રોફ હોય ! ત્યારે એ અહંકારને શું કરવાનો ? પ્રશ્નકર્તા : દાદા, પણ કેટલીક વાર વ્યવહારમાં એવું બને છે કે માણસ આવું બધું રાખે છેને, એને એવું મળી આવે છે. દાદાશ્રી : મળી આવે પણ બધા પાપ બાંધીને મળી આવે છે. એનો નિયમ જ એવો છે, બધું તારું ખર્ચીને તારું કાઉન્ટર વેઈટ મૂકીને તું આ લે અને આજે હોય નહીં તો ઓવરડ્રાફટ લે. એ ઓવરડ્રાફટ લઈને પછી મનુષ્યમાંથી જાનવરમાં જ જાય છે. ઠોકાઠોક કરીને લીધેલું કામનું નહીં, એ તો આપણી પુણ્યનું સહજ મળેલું હોવું જોઈએ. પાપ-પુણ્ય એટલે મળી રહે છે પણ બધા ઓવરડ્રાફટ લે છે. મનમાં ચોરીનાં વિચારો ખસતાં નથી, જૂઠ્ઠનાં વિચારો, કપટનાં વિચારો ખસતાં નથી, પ્રપંચનાં વિચારો ખસતાં નથી. પછી શું, નર્યુ પાપ જ બંધાયા કરે ને ? આ તો બધું ના હોવું જોઈએ, મળી જાય તો પણ ! એટલા માટે હું તો ભેખ (સંન્યાસ) લેવા તૈયાર હતો કે આમ જો દોષ બંધાતા હોય તો ભેખ લેવો સારો. નર્યું ભયંકર ઉપાધિઓ, આટલા તાપમાં બફાયા ! અજ્ઞાનતામાં તો બહુ સમજણવાળો માણસ, એક કલાક જે બફાય છે, એ બફારાને લઈને મનમાં એમ થાય કે બળ્યું, હવે કશું જોઈતું નથી. જાડી બુદ્ધિવાળાને બફારો ઓછો સમજણ પડે, પણ સૂક્ષ્મ બુદ્ધિવાળાને બફારો સહન કેમ કરીને થાય ? એ તો અજાયબી છે ! ૧૦ પુણ્યાનુબંધી પુણ્ય ! એક પુણ્ય રખડાવી ના મારે એવું હોય છે, તે પુણ્ય આ કાળમાં બહુ જ જૂજ હોય અને તે હજુ થોડા વખત પછી ખલાસ થઈ જશે. એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. જે પુણ્યના કર્મ કરીએ, સારા કર્મ અને તેમાં સંસારિક હેતુ ના હોય, સંસારિક કોઈ પણ ઈચ્છા ના હોય, તે વખતે જે પુણ્ય બાંધીએ એ પુણ્યાનુબંધી પુણ્ય. પુણ્ય ભોગવે ને સાથે આત્મકલ્યાણ અર્થે અભ્યાસ, ક્રિયા કરે. પુણ્ય ભોગવે ને નવું પુણ્ય બાંધે, જેથી અભ્યુદયથી મોક્ષફળ મળે. પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય ? કે જે આજ પુણ્ય હોય છે, મસ્ત સુખ ભોગવતાં હોઈએ, કોઈ અડચણ પડતી ના હોય અને પછી પાછું ધર્મનું ને ધર્મનું, આખો દિવસ કર્યા કરે એ પુણ્યાનુબંધી પુણ્ય. એવા વિચાર આવે ને ધર્મના ને ધર્મના, સત્સંગમાં રહેવાના જ વિચાર આવે. અને જે પુણ્યથી સુખસગવડો બહુ ના હોય, પણ વિચારો ઊંચા આવે કે કેમ કરીને કોઈને દુઃખ ના થાય એવું વર્તન કરું, ભલે પોતાને થોડી અડચણ પડતી હોય, તેનો વાંધો નહીં. પણ કોઈને ઉપાધિમાં ના મૂકું એ પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય એટલે નવા અનુબંધ પણ પુણ્યનાં થાય. પ્રશ્નકર્તા : પુણ્યાનુબંધી પુણ્યનો દાખલો આપો. દાદાશ્રી : આજે કોઈ માણસને મોટર-બંગલા બધાં સાધનો છે,

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40