Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 7
________________ પાપ-પુણ્ય પાપ-પુણ્ય સીધો જ મોક્ષ મળી જાય. અહીં જ મોક્ષસુખ વર્તે. અહીં જ આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્તિ મળી જાય ને નિરંતર સમાધિ રહ્યા કરે. નિરાકુળતા ઉત્પન્ન થાય. અહીં તો આત્મા અને પરમાત્માની વાતો થાય. પરમાણુ ફળે સ્વયં સુખ-દુ:ખમાં ! પ્રશ્નકર્તા : પાપ અને પુણ્ય એના વિભાગ કોણે પાડેલા ? દાદાશ્રી : કોઈએ પાડ્યા નથી. પ્રશ્નકર્તા: આ પાપ છે, આ પુણ્ય છે એ બધું, બુદ્ધિ કહે છે, આત્માને તો પાપ-પુણ્ય કશું છે જ નહીં ને ! દાદાશ્રી : ના, આત્માને નથી. સામાને દુઃખ થાય એવી વાણી આપણે બોલીએને, ત્યારે તે વાણી જ પોતે પરમાણુને ખેંચે છે. એ પરમાણુને દુ:ખનો રંગ લાગી જાય છે, પછી એ પરમાણુ જ્યારે ફળ આપવા માંડે ત્યારે દુ:ખ જ આપે છે. બીજી વચ્ચે કોઈની ઘાલમેલ છે નહીં. એમાં જવાબદારી કોની ? પ્રશ્નકર્તા : એક જણને પૈસા અને એક જણને ગરીબી એ કેવી રીતે આવે છે, મનુષ્યમાં જ બધાં જન્મે છે તો ય ? દાદાશ્રી : એ છે તે આપણો જે આ જન્મ થાય છે ને, તે ઈફેક્ટ હોય છે. ઈફેક્ટ એટલે ગયા અવતારમાં જે કોઝીઝ છે તેનું આ ફળ છે. એટલે જેટલી પચ્ચે હોય, એ પુણ્યમાં શું શું થાય ? ત્યારે કહે, એમાં સંજોગો બધાં સારા મળી આવે તો મદદ જ કર્યા કરે. બંગલો બાંધવો હોય તો બંગલો બંધાય, મોટર મળે ! અને પાપ એ સંજોગો ખરાબ લાવી અને બંગલો હરાજી કરાવડાવે. એટલે આપણા જ કર્મનું ફળ છે. એમાં ભગવાનની કંઈ ડખલ છે નહીં ! યુ આર હોલ એન્ડ સૉલ રિસ્પોન્સિબલ ઓફ યોર લાઈફ ! એક લાઈફ નહીં, કેટલીયે લાઈફ માટે ભગવાનની ડખલ છે નહીં આમાં ! વગર કામનાં લોકો ભગવાનની પાછળ પડ્યા છે. પ્રકારો, પશ્ય-પાપતા ! જગતમાં આત્મા ને પરમાણુ બે જ છે. કોઈને શાંતિ આપી હોય, સુખ આપ્યું હોય તો પુણ્યના પરમાણુ ભેગા થાય ને કોઈને દુઃખ આપ્યું હોય તો પાપના પરમાણુ ભેગા થાય. પછી એ જ કરડે. ઈચ્છા મુજબ થાય છે તે પુણ્ય અને ઈચ્છા વિરુદ્ધ થાય છે તે પાપ. પાપ બે પ્રકારનાં, એક પાપાનુબંધી પાપ, બીજું એક પુણ્યનુંબંધી પાપ અને પુણ્ય બે પ્રકારનાં એક પાપાનુંબંધી પુણ્ય, બીજું પુણ્યાનુબંધી પુણ્ય. પાપાતુબંધી પાપ ! પાપાનુબંધી પાપ એટલે અત્યારે પાપ ભોગવે છે અને પાછો અનુબંધ પાપનો નવો બાંધે છે. કોઈને દુઃખ આપે છે ને પાછો ખુશ થાય છે. પુણ્યાનુબંધી પાપ ! પછી પુણ્યાનુબંધી પાપ એટલે પૂર્વના પાપને લીધે અત્યારે દુ:ખ (પાપ) ભોગવે છે પણ નીતિથી અને સારા સંસ્કારથી અનુબંધ પુણ્યનો બાંધે છે. પ્રશ્નકર્તા : તો દુ:ખ ઉપકારી છેને ? દાદાશ્રી : ના, જેને ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થઈ ગયું છે એને દુ:ખે ઉપકારી છે, નહીં તો દુ:ખમાંથી દુ:ખ જ જન્મે. દુ:ખમાં ભાવ તો દુ:ખના જ આવે. અત્યારે પુણ્યાનુબંધી પાપવાળા જીવો ઓછાં છે. છે ખરા પણ એમને પણ દુષમકાળ નડે છે. કારણ કે આ પાપ નડે છે. પાપ એટલે શું કે સંસારવ્યવહાર ચલાવવામાં અડચણો પડે, એનું નામ પાપ કહેવાય. એટલે બેન્કમાં વધવાની તો વાત ક્યાં ગઈ પણ આ રોજનો વ્યવહાર ચલાવવામાં પણ કંઈકને કંઈક અડચણ પડ્યા કરે છે. આ અડચણો પડે છે છતાંય દેરાસર જાય, વિચારો ધર્મના આવે, એને પુણ્યાનુબંધી પાપ કહ્યું છે. પુણ્ય બાંધશે પણ આ દુષમકાળ એવો છે ને કે આ પાપથી જરા મુશ્કેલીઓ આવે છે એટલે ખરેખરું જોઈએ એવી પુર્વે બંધાય નહીં. અત્યારે તો ચેપ અડી જ જાય છે ને ! બહાર જોડો કાઢ્યો હોયને તો બીજાને પૂછે કે કેમ ભાઈ, જોડો અહીં કાઢ્યો છે ? ત્યારે પેલો કહેશે કે પેણેથી જોડા લઈ જાય છે એટલે અહીં કાઢ્યો છે. એટલે આપણા મનમાં ય વિચાર આવે કે પેણેથી લઈ જાય છે. એટલે દર્શન

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40