________________
પાપ-પુણ્ય
૨૩
૨૪
પાપ-પુણ્ય
એટલે આ જગતમાં વધુમાં વધુ પુણ્યશાળી કોણ ? જેને સહેજ વિચાર આવે, તે નક્કી કરે ને વરસો ને વરસો સુધી વગર ઈચ્છાએ વગર મહેનતે મળ્યા જ કરે છે. બીજા નંબરમાં ઈચ્છા થાય ને ફરી ફરી નક્કી કરે ને સાંજે સહજ રીતે મળે છે. ત્રીજા નંબરનાને ઈચ્છા થાય ને પ્રયત્ન કરેને પ્રાપ્ત થાય. ચોથા નંબરનાને ઈચ્છા થાય ને ભયંકર પ્રયત્ન પ્રાપ્ત થાય. પાંચમાને ઈચ્છા થાય ને ભયંકર પ્રયત્ન પણ પ્રાપ્ત ના થાય. આ મજુરોને કઠોર મહેનત કરવી પડે ને ઉપરથી ગાળો ખાય છતાં પૈસા ના મળે. મળે તો ય ઠેકાણું નહીં કે ઘેર જઈને ખાવાનું મળશે. તેઓ સૌથી વધારે પ્રયત્ન કરે છે, છતાં નથી પામતા.
પુર્થ્યથી જ પ્રાપ્ત સત્સંગ ! તમે પુણ્ય કરેલું છે કે નહીં ? તેથી તો સી.એ. થયા. પ્રશ્નકર્તા : અત્યાર સુધી પાપ નથી કર્યું, પુણ્ય જ કર્યું છે.
દાદાશ્રી : એ તો લાગે એવું. પાપ પણ કર્યું છે પણ પાપ ઓછું કરેલું હોય, પુણ્ય વધારે કરેલું હોય. તેથી તો આ સત્સંગમાં આવવાનો ટાઈમ મળ્યો, અહીં આવી શક્યા, નહીં તો સત્સંગમાં આવવાનો ટાઈમ કોને હોય ?
પુણ્ય-પાપના પરિણામે.. પ્રશ્નકર્તા : પાપ અને પુણ્યથી એનો સંબંધ કેવા પ્રકારે થાય છે?
દાદાશ્રી : આ પાપ છે કે, અત્યારે તમે અહીં આગળ આવ્યા છો. તો તમે આ કોઈને ઠોકર ના વાગે એવી રીતે સાચવીને ચાલો ને ઠોકર વાગે એવી જગ્યા હોય, જગ્યા એવી ભીડવાળી હોય, પણ મનમાં વિચાર હોય, કોઈને વાગે નહીં તો સારું એવી ભાવનાથી અહીં આવો, તો તમને પુણ્ય બંધાય.
અને ભીડ છે એટલે વાગે ય ખરું એવી ભાવનાથી આવો, ત્યારે પાપ બંધાય.
કોઈને કિંચિત્માત્ર દુઃખ થાય આપણાથી, તો તેને પાપ જ બંધાય.
કોઈને સુખ અપાય, શાંતિ થાય, કોઈનું દીલ ઠરે, તે નર્યું પુણ્ય બંધાય. - હવે એ પૂર્વે બંધાયેલાં પાપ, તે આ ભવમાં પાછાં ઉદયમાં આવે. યોજના જે ગયા અવતારે થયેલી, તે આ અવતારમાં ફળીભૂત થાય.
જ્યારે પાપનો ઉદય આવે ત્યારે આખો દહાડો મનમાં વિચાર, ખરાબ ચિંતાના વિચારો આવ્યા કરે, બહારે ય નુકસાન જાય, છોકરાં સામા થાય, ભાગિયાના ઝઘડાં થાય પાપના ઉદય થાય ત્યારે. અને પુણ્યના ઉદય થાય ત્યારે દુશ્મન હોયને, તે ય આવીને કહેશે, “અરે, ચંદુભાઈ, જે કામકાજ હોય તો મને કહેજો.....” અલ્યા, તું દુમન, પણ ત્યારે તો પુણ્યનો ઉદય આવ્યો તમારો. એટલે પુણ્યના ઉદયમાં શત્રુ મિત્ર થઈ જાય અને પાપનાં ઉદય હોય ત્યારે છોકરાં શત્રુ થઈ જાય. કોઈ છોકરો બાપ ઉપર દાવો માંડે ખરો ?
પ્રશ્નકર્તા : માંડે જ છે.
દાદાશ્રી : અરે એક જણે દાવો માંડ્યો'તો બાપ ઉપર, એણે શું શું કર્યું પછી ? એ દાવો માંડ્યા પછી એણે વકીલને એમ કહ્યું, કે બાપજી હાર્યા તો વાંધો નહીં, એ તો સારું થઈ ગયું હવે. લ્યો, આ તમારી ત્રણસો રૂપિયા ફી. પણ હજુ એક ફેરો ચલાવો ત્યારે કહે, કેમ હવે શું છે ? ત્યારે કહે, નાકકટ્ટી કરવી છે. અલ્યા મૂઆ, બાપની નાકકટ્ટી કરવી છે ! ત્યારે કહે, હા, તેના દોઢસો હું આપીશ. તે ત્યાં ઢેડફજેતો કરાવ્યો, નાકકટ્ટી કરાવડાવી. એટલે છોકરો પણ દુમન થઈ જાય, જ્યારે આપણો વાંક હોય ને પાપ હોય ત્યારે.
પરમ મિત્ર કોણ ? પુણ્ય સારું હોય તો બધું સારું. એટલે પુણ્યરૂપી મિત્ર હોય તો જ્યાં જાવ તો સુખ, સુખ ને સુખ. એ મિત્ર હોવો જોઈએ. પાપરૂપી મિત્ર આવ્યો કે ગોદો માર્યા વગર રહે નહીં. પછી સમભાવે નિકાલ ના થાય તો બૂમ પાડવી પડે.
પ્રશ્નકર્તા : એ જે તમે કીધું કે પુણ્ય ગમે ત્યાં મિત્ર તરીકે કામ