Book Title: Pap Punya
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ પાપ-પુણ્ય ૧૩ ૧૪ પાપ-પુણ્ય એટલે આપણે ત્યાં એવા લક્ષ્મીપતિઓને અવાય નહીં. અહીં તો પુણ્યાનુબંધી પુણ્ય, સાચી લક્ષ્મી હોય, એવા ભેગા થાય. સાચી એટલે બીજું કશું નહીં, આ કાળનાં હિસાબે તદન સાચી તો હોતી નથી. અમારે ઘેર ય તદન સાચી નથી પણ આ કાળનાં હિસાબે આ સારા વિચાર થાય કે આને કેમ કરીને સુખ થાય, કેમ કરીને આને જ્ઞાન પ્રાપ્ત થાય, ધર્મના વિચારો આવે એ સારી લક્ષ્મી કહેવાય. પુણ્યાનુબંધી પુણ્યની લક્ષ્મી કહેવાય. એ પુણ્યાનુબંધી એટલે પુણ્ય છે અને પાછું નવું પુણ્ય બાંધી રહ્યા છે. વિચારો બધા સરસ છે અને પેલાને પુણ્ય હોય, અને વિચારો ખરાબ છે, એટલે શું ભોગવી લઉં, કંઈથી લઈ આવું આખો દહાડો, રાતે હલું પલંગમાં સૂતો સૂતો ય મશીન ચલાવ્યા કરતો હોય, આખી રાત. અને પછી એ લોકોને ત્યાં, દર્શન પગલાં કરવા મને બોલાવે છે ત્યાં આગળ મુંબઈમાં. કારણ કે લોક જાણે એટલે દર્શન કરવા ઘેર તેડી જાય. ત્યાં આગળ જઈએ છીએ ત્યારે આમ હોય છે કરોડ રૂપિયાનો માલિક પણ જો આમ મડદા જ બેસાડી રાખ્યા હોયને, એવા દેખાય આપણને. એ જે' જે’ કરે ને ! હું સમજુ કે આ બિચારા મડદા છે. પછી ત્યાં આગળ જોઉં કોણ કોણ સારા છે ? ત્યાં પેલા નોકરો મળેને, હેય શરીર મજબૂત, લાલ, લાલ... પછી પેલા રસોઈયા મળેને તે તો તૂમડા જેવા, હાફૂસની કેરી જ જોઈ લો ને ! એટલે હું સમજી જવું કે આ શેઠિયા લોકો અધોગતિમાં જવાના છે, તે આજ નિશાની થઈ છે. પ્રશ્નકર્તા: જાળી. દાદાશ્રી : અમારે ત્યાં શીકી કહે છે એને. તે બાંધેલી હોયને, બીચારાને ખાવું હોય તો ના ખવાય. ડૉક્ટરે કહ્યું હોય કે મરી જશો એટલે.. એવું આ લોકોને બાંધેલું હોય શીકી. એટલે નરી નર્કની વેદના ભોગવી રહ્યા છે. હું બધે શેઠિયાને ત્યાં ગયેલો છું. પછી અહીં આગળ દર્શન કરાવડાવું છું, ત્યારે કંઈ શાંતિ થાય. હું કહું દાદા ભગવાનનું નામ લીધા કરજો. કારણ કે જ્ઞાન તો એમનાં હિસાબમાં આવતું જ નથી. એને માટે ગોઠવીએ ને તો ભેગું જ થવા નથી દેતું. એટલે મહાદુઃખ છે એ તો. પુણ્યશાળી જ ભોગવી જાણે ! લક્ષ્મી માણસને મજૂર બનાવે છે. જો લક્ષ્મી વધુ પડતી આવી એટલે પછી માણસ મજુર જેવો થઈ જાય. એમની પાસે લક્ષ્મી વધુ છે, પણ જોડેજોડે આ દાનેશ્વરી છે, એટલે સારું છે. નહીં તો મજૂર જ કહેવાયને ! અને આખો દહાડો વૈતરું કર્યા જ કરતો હોય, એને બૈરીની ના પડેલી હોય, છોકરાંની ના પડેલી હોય, કોઈનીય ના પડેલી હોય, લક્ષ્મી એકલાંની જ પડેલી હોય. એટલે લક્ષ્મી માણસને ધીમે ધીમે મજૂર બનાવી દે અને પછી પેલી તિર્યંચ ગતિમાં લઈ જાય. કારણ કે પાપાનુબંધી પુણ્ય છે ને ! પુણ્યાનુબંધી પુણ્ય હોય તો તો વાંધો નથી. પુણ્યાનુબંધી પુણ્ય કોને કહેવાય કે આખા દિવસમાં અરધો જ કલાક મહેનત કરવી પડે. એ અરધો કલાક મહેનત કરે અને બધું કામ સરળતાથી ધીમે ધીમે ચાલ્યા કરે. આ જગત તો એવું છે. એમાં ભોગવનારાં ય હોય ને મહેનત કરનારાં ય હોય, બધું ભેળસેળ હોય. મહેનત કરનારાં એમ જાણે કે આ હું કરું છું. એનો એમનામાં અહંકાર હોય. જ્યારે ભોગવનારામાં એ અહંકાર ના હોય. ત્યારે આમને ભોક્તાપણાનો રસ મળે. પેલાં મહેનત કરનારાંને અહંકારનો ગર્વરસ મળે. એક શેઠ મને કહે, “આ મારા છોકરાને કશું કહોને, મહેનત કરવી નથી. નિરાંતે ભોગવે છે.” કહ્યું, “કશું કહેવા જેવું જ નથી. એ એની બત્રીસ ભોજનવાળી થાળી હોય, પણ એને તો ખવાય નહીં. આપણે બધાં જોડે જમીએ, પણ શેઠને આપણે કહીએ કેમ તમે નથી જમતા ? ત્યારે કહે, મારે ડાયાબીટીસ છે અને બ્લડપ્રેશર છે. હવે શેઠને છે તે ડૉક્ટરે કહ્યું હોય કે “જો બ્લડપ્રેશર છે તમને, ડાયાબીટીસ છે, કશું ખાવા કરવાનું નહીં. બાજરીનો રોટલો અને જરા દહીં ખાજો હું, બીજું કંઈ ખાશો-કરશો નહીં.” અલ્યા ભઈ, અમારે ત્યાં બળદને અમે ખેતરમાં લઈ જઈએ છીએ, તે બળદ ખાતાં કેમ નથી, ખેતરમાં છે છતાંય ? ત્યારે કહે, ના, શીકી બાંધેલી છે. અહીં મોઢે બાંધે છેને કશું ? શું કહે છે એને ?

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40